You are here
Home > Articles >

કોઇપણ ઘરમા રહેતી દરેક સાસુ-વહુ ને એક બોધ-શીખ આપતી સત્ય વાસ્તવિક્તા

થોડા દિવસ પહેલા હું એક અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં ગયો હતો. મારા સાઢુભાઈના એક દોસ્ત અમદાવાદમાં જ્યાં કાર્યક્રમ હતો એની બાજુમાં જ રહેતા હતા એટલે સાઢુભાઈએ કહ્યું કે તું ત્યાં જાય છે તો એના ઘરે જજે મળવા જેવા માણસ છે. રમેશભાઈ ડોબરિયા નામના આ બિલ્ડર કરોડોપતિ છે પણ અત્યંત સરળ સ્વભાવના છે.

હું ત્યાં ગયો અને મે જોયું તો રમેશભાઈનો બહુ મોટો બંગલો હતો. મિત્રો જેમ મોટા મોટા બંગલા ભૌતિક સુવિધાઓથી ભરેલા મકાન જ હોય છે પણ અહી રમેશભાઈનો બંગલો મને લાગણીઓથી ભરેલા ઘર જેવો લાગ્યો. આજે એવી પરિસ્થિતિ છે કે વહુ સાસુને સાથે રાખવા તૈયાર નથી ત્યારે આ ઘરમાં માત્ર સાસુ અને વહુ સાથે રહે છે એમ નહિ સાસુના સાસુ અને એના સાસુ પણ સાથે રહે છે.

મિત્રો તમે આ પેરેગ્રાફ ના શરુવત માં એક ફોટો જોયો હશે જેમાં પાંચ બહેનો બેઠેલા દેખાય છે એ પાંચ બહેનોમાં સૌથી પહેલા બેઠેલા માજી 102 વર્ષના છે. જે હાલ પણ વગર ચશ્માએ વાંચી પણ શકે છે. આ માજી રમેશભાઇના દાદીમાં છે. એની બાજુમાં રમેશભાઈના બા બેઠા છે. એમની બાજુમાં બરાબર વચ્ચે રમેશભાઇના પત્ની અને સૌથી છેલ્લે રમેશભાઇના બંને પુત્ર વધૂ બેઠા છે. આજના યુગમાં ચાર ચાર પેઢીની વહુઓ એક સાથે રહેતી હોય એવું સુખદ દ્રશ્ય તો ક્યાં દેખાવા મળે ?

મિત્રો મારે આજે તમને એલટેકે મારા વાંચક મિત્રોને આ અદભૂત દૃશ્યના દર્શન કરાવવા હતા એટલે આ ફોટો ખાસ આપના માટે શેર કરેલો છે. જો તમારી પણ દ્રષ્ટિ સાચી હોય તો આ ફોટો ઘણું બધું કહી જાય છે અને દુનિયાની કોઈ યુનિવર્સીટી ના ભણાવી શકે એવા પાઠ ભણાવી જાય છે.

આજ ના યુગ માં તમે જોયું હશે કે માણસ પાસે થોડા ઘણા પૈસા આવે તો પણ વહુ ચાગી જાઈ છે અને કહે છે કે મને બા સાથે નહિ ફાવે, આવી નકામી ફરિયાદો શરુ થાય છે જ્યારે આ કરોડપતિ પરિવારમાં ચાર ચાર પેઢીની સાસુ વહુઓ સંપીને રહે છે. સુખ સુવિધાઓથી નહિ સમજણ અને સંપથી મળે. તો મિત્રો છે ને આંખોને ઠંડક આપે એવું દ્રશ્ય?

Leave a Reply

Top