You are here
Home > Articles >

કોઈપણ મંત્રનુ મંત્રોચ્ચારણ કરતી વખતે કરશો નહી આ પ્રકારની ભૂલો, નહીતર થઈ શકે છે ભારે પ્રમાણમા હાનિ

મિત્રો , સંસાર મા સ્થિત દરેક વ્યક્તિ પ્રતિદિન પોતાના ઈષ્ટ દેવી તથા દેવતા ના મંત્ર નુ મંત્રોચ્ચારણ કરતા હોય છે. આ લોકો મા થી અમુક લોકો સંપૂર્ણ નિષ્ઠા , વિશ્વાસ તથા વિધિપૂર્વક આ મંત્રો નુ મંત્રોચ્ચારણ કરતા હોય તો અમુક લોકો ફક્ત બોલવા ખાતર અથવા તો દેખાવ કરવા માટે આ મંત્ર નુ ઉચ્ચારણ કરતા હોય છે. આપણા પૌરાણિક શાસ્ત્રો મા દેવી-દેવતાઓ નુ પૂજન કરવા માટે તથા તેમના દિવ્ય મંત્રો નુ મંત્રોચ્ચારણ કરવા માટે અનેક પ્રકાર ના નીતિ-નિયમો જણાવવા મા આવ્યા છે.

જો તમે તે મુજબ મંત્રો નુ મંત્રોચ્ચારણ કરો તો તમારા જીવન મા અનેકવિધ લાભો પ્રાપ્ત થઈ શકે. જ્યારે પણ તમે કોઈ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવા નુ શરૂ કરો છો તો તે સ્પષ્ટ સ્વર મા કરવુ. જો તમે સંપૂર્ણ નિષ્ઠા થી પ્રભુ ની ભક્તિ કરો છો તો તેમને તેમનુ ફળ અવશ્ય પ્રાપ્ત થશે. જો તમે મંત્ર નુ મંત્રોચ્ચારણ યોગ્ય રીતે ના કરો તો તમે પાપ ના ભાગી બનો છો અને તમારા જીવન મા અનેક સમસ્યાઓ નુ આગમન થાય છે.

મંત્રો નુ મંત્રોચ્ચારણ કરતી વખતે હોઠ કેવી રીતે હલન-ચલન થવા જોઈએ , શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા કેવી રીતે થવી જોઈએ તથા સ્વર નુ ઉચ્ચારણ કેવી રીતે થવુ જોઈએ. તે તમામ પ્રક્રિયાઓ ને ત્રણ ભાગ મા વિભાજીત કરવા મા આવી છે. જો તમે આ મુજબ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

વાચિક જપ :
જેવી રીતે પ્રભુ નુ ભજન-કિર્તન તથા આરતી ઊંચા સ્વર સાથે કરવા મા આવે છે. તેવી રીતે પ્રભુ ના મંત્ર નુ મંત્રોચ્ચારણ ઊંચા સ્વરે નથી કરી શકાતુ. શાસ્ત્રો મુજબ જ્યારે પણ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવા મા આવે ત્યારે કંઠ ની બહાર ના સ્વર ના નિકળવા જોઈએ. આ મંત્ર ના મંત્રોચ્ચારણ નો સ્વર એવો હોવો જોઈએ કે જે ફક્ત મંત્ર નુ જાપ કરનાર વ્યક્તિ ના કાન સુધી પહોચે. આ જપ ને વાચિક જપ તરીકે ઓળખવા મા આવે છે.

ઉપાંશુ જાપ :
મંત્ર ના મંત્રોચ્ચારણ ની આ વિધિ મા મંત્રો નો સ્વર મુખ થી બહાર નીકળવો ના જોઈએ. પરંતુ , આ મંત્રો નુ મંત્રોચ્ચારણ કરતી વખતે સાધક ની જીભ તથા હોઠ નિરંતર હલતા રહેવા જોઈએ. આ ઉપાંશુ જાપ મા અન્ય વ્યક્તિ સાધક ના હોઠ તથા જીભ ને હલાવતા નિહાળી શકે છે. પરંતુ , તેમના મુખ મા થી કોઈ સ્વર સંભળાય નહી.

માનસ જાપ :
મંત્રોચ્ચારણ ની આ વિધિ ના સાધક ના હોઠ કે જીભ હલન-ચલન કરતા નથી. પરંતુ , સાધક મન મા જ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરે છે. આ જાપ કરતા સાધક ની અવસ્થા જોઈ ને તમે અંદાજો ના લગાવી શકો કે આ વ્યક્તિ કોઈ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરી રહ્યા છે. તે એકદમ શાંત અને સ્થિર અવસ્થા મા સ્થિત હોય છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top