You are here
Home > Health >

કોઈપણ પ્રકારના અતિ ગંભીર રોગ ને મટાડવા માટે નો રામબાણ ઇલાજ એટલે સૂરજમુખી ના બી, રક્ત દબાણ ને નિયંત્રિત કરી હૃદય ની બીમારી દૂર કરવામા મદદરૂપ

મિત્રો, સુરજમુખી ના બી એ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. તે આપણી વધારા ની કોશિકાઓ ને નષ્ટ કરવામા સહાયરૂપ બને છે. આવું એટલા માટે થાય છે કારણ કે, સુરજમુખી ના બી મા સેલેનિયમ નો અખૂટ સ્ત્રોત સમાવિષ્ટ છે. હાલ આ લેખ મા અમે તમને જણાવીશુ કે સુરજમુખી ના બીજ ના સેવન થી કયા-કયા ફાયદા પહોંચી શકે છે.

તેમા વિટામીન ઇ , વિટામીન બી-૧ તથા કોપર ભરપૂર પ્રમાણ મા સમાવિષ્ટ હોય છે. આ સાથે જ તેમા મેગનીઝ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ, ફોલેટ અને વિટામીન બી-૬ પણ ભરપૂર પ્રમાણ મા સમાવિષ્ટ હોય છે. તો ચાલો આ સુરજમુખી ના બી ના સેવન થી શરીર મા થતાં લાભો વિશે માહિતી મેળવીએ.

હાઇબ્લડ પ્રેશર ની સમસ્યા દૂર થાય :

સુરજમુખી ના બી તમારા શરીર મા એન્ટીઓકસિડન્ટ નું પ્રમાણ વધારવા મા સહાયરૂપ બને છે. તેમા વિટામીન ઇ નું પ્રમાણ વિશિષ્ટ હોય છે. વિટામીન ઇ એ બ્લડ પ્રેશર ને નિયંત્રિત લાવવા માટે અને વિટામીન સી સેલેનિયમ ની સાથે મળી ને કાર્ય કરે છે.

કોલેસ્ટ્રોલ નું સ્તર નિયંત્રણ મા રહે :

સુરજમુખી ના બી મા વધુ પડતું ફાઇટોસ્ટોરોલસ તત્વ સમાવિષ્ટ હોય છે. જે શરીરમા સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે છે. શરીર મા જો કોલેસ્ટ્રોલ નું પ્રમાણ નિયંત્રિત રહેશે તો હૃદય સાથે સંકળાયેલ બીમારીઓ થવા ની સંભાવના ઘટી જાય છે.

હૃદય રોગ ની સમસ્યા મા રાહત મળે :

સુરજમુખી ના બી મા બે વિવિધ પ્રકાર ના પોષક દ્રવ્યો જેમકે વિટામીન ઇ અને ફોલેટ હોય છે જે હૃદય ને સ્વસ્થ રાખવામા સહાયરૂપ બને છે. ૧ /૪ કપ સુરજમુખી ના બી મા ૬૦ ટકા વિટામીન ઇ હોય છે, જ્યારે વિટામીન ઇ સંતુલિત હોય તો કાર્ડિયોવેસ્કુલર રોગો નું જોખમ ઘટી જાય છે. આમ જોવા જઈએ તો આ સુરજમુખી ના બી મા અઢળક ફાયદાઓ છે પરંતુ, જો તેનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવામા આવે તો તમે અનેકવિધ બીમારીઓ મા સપડાઈ જશો. માટે બને ત્યા સુધી આ બી નું સેવન ના કરવું તથા બીજ ના સેવન મા સાવચેતી રાખવી.

Leave a Reply

Top