You are here
Home > Jyotish >

કોઈપણ વ્યક્તિની જીંદગી સાથે છે હીરાનો વર્ષો જુનો સંબંધ, જાણો કયો હીરો તમારા માટે ઉપયોગી…

એક તરફ હીરો પૃથ્વી ના પેટાળ માથી અને બીજી બાજુ પૃથ્વી પર થી મળી આવે છે. રામાયણ ની એક ઘટના કે જેમા યુદ્ધ દરમ્યાન લક્ષ્મણ ને બાણ લાગે છે અને તે બેભાન થઈ જાય છે તો તેના ઉપાયરૂપ હનુમાનજી ઊડી ને એક આખો પર્વત લઈ આવે છે. જેના પર અનેક જડ્ડીબુટ્ટી હોય છે. આ દવા ને લઈ વૈદરાજ લક્ષ્મણ ને સુંઘાડતા તે ભાન મા આવી જાય છે.

આરોગ્ય ની દ્રષ્ટીએ હીરા ને લાભ કર્તા ગણવામા આવે છે. ઔષધી તરીકે તેમજ બિમારી ને દુર રાખવા માટે હીરો પહેરવો જોઈએ. આ હીરો બધા પ્રકાર ના રોગો ને દુર રાખે છે. જેમા સુર્ય રત્ન થી યશ , ચંદ્ર થી મન ની શક્તિ,ગુરૂ થી જ્ઞાન વગેરે પ્રાપ્ત થાય છે. આમ બધા પ્રકાર ના રત્નો થી અલગ-અલગ ફાયદાઓ થાય છે.

મૂંગા નામનુ રત્ન:

મૂંગા નો આકાર મનુષ્ય ના શરીર ના પેટ જેવો હોય છે. આ મૂંગા પૌરૂષત્વ ને વધારવા ઉપયોગી સાબિત થાય છે. આ આકાર ને મશીન દ્વારા તૈયાર કરવામા આવે છે.

સુર્ય રત્ન માણિક્ય:

લાલ કલર ના માણીક્યને સુર્ય નુ રત્ન ગણવામા આવે છે. જે લો બી.પી. અને હદય ની બિમારી ધરાવતા વ્યક્તિએ પહેરવુ લાભદાયી છે.

ચંદ્ર રત્ન મોતિ:

આ સફેદ કલર નુ રત્ન માનસિક બિમારી થી પિડિત વ્યક્તિએ ધારણ કરવુ હિતાવહ છે. આ મોતિ પહેરવા થી મનુષ્ય ને શરદી , ઉધરસ , દમ જેવા રોગો મા ફાયદો થાય છે.

લાલ રત્ન મૂંગા:

લાલ મૂંગા ને મંગળ નો રત્ન ગણવામા આવે છે. આ રત્ન પહેરવા થી કિડનિ ના રોગ તથા પોલીયો , કમળૉ , લકવા જેવા રોગો મા ખુબ જ લાભકર્તા સાબિત થયા છે.

લીલા કલર નુ પન્ના:

પન્ના ને બુધ નુ રત્ન ગણવામા આવે છે અને તેનો કલર લીલો હોય છે. આ રત્ન પહેરવા થી ત્વચા , શ્વાસ ની બિમારી , શરદી , ઉધરસ જેવા રોગો થી બચાવે છે.

ગુરૂ નો નંગ પોખરાજ:

આ ગુરૂ નો નંગ પોખરાજ પીળા કલર નો હોય છે. જે સ્વાસ્થ્ય સુધારવા માટે ઉપયોગી છે. આ નંગ ને પહેરવા થી બ્લડ પ્રેશર કન્ટ્રોલ થાય છે. તેમજ અલ્સર ના રોગ મા ફાયદો કરે છે.

શુક્ર રત્ન હીરા:

શુક્ર રત્ન હીરા નો ઉપયોગ સુંદરતા પ્રાપ્ત કરવા માટે થાય છે. તેમજ તે લોહી ની ઊણપ , એનીમીયા , ક્ષય જેવા રોગો ને માનવ શરીર થી દુર રાખે છે.

વાદળી રત્ન નિલમ:

નિલમ રત્ન કલરે વાદળી અને તેને શનીદેવ નો નંગ માનવામા આવે છે. જે માનવી ને થતી હાડકા ની બિમારી , ગઠિયા , હરસ-મસ્સા વગેરે જેવા રોગો મા ફાયદાકારક સાબિત થાય છે.

ભૂરા કલર નો ગોમેદ:

આ ગોમેદ કલરે મધા જેવા ભૂરા કલર નુ અને તેને રાહૂ નો નંગ માનવામા આવે છે. આ ગોમેદ રત્ન ધારણ કરવા થી પેટ સંબંધિત બીમારી મા રાહત થાય છે.

કેતુ નુ રત્ન લહસુનિયા:

લહસુનીયા રત્ન ને કેતુ નુ રત્ન માનવામા આવે છે. આ નંગ ધારણ કરવા થી સંતાન પ્રાપ્તિ , શરદી , ઉધરસ , મો ની બિમારી વગેરે મા ફાયદો થાય છે.

કુદરતી શક્તિ નો સ્ત્રોત છે આ રત્નો:

જેમ મેગ્નેટ ની તાકત કોઈ લોખંડ ની વસ્તુ નજીક લવવા થી જાણી શકાય છે. તેવી જ રીતે આ રત્ન મા રહેકી શક્તિ મનુષ્ય દેહ ના સંપર્ક મા આવવા થી જોઈ શકાય છે. આમ રત્ન મા છૂપાયેલ શક્તિ ને લીધે તમે કોઈપણ કાર્ય સરળતા થી પાર પાડી શકો છો. પહેલા ના સમય મા રાજાઓ તેમજ દૈવ – દાનવો પણ આવા નંગ પહેરતા. સમય પસાર થતા રાજા – રાણી પોતાના દાગીના તેમજ મુગટ મા આવા રત્નો ને જડાવતા.

રત્ન ની સાચી પરખ ન હોય તો તેને ધારણ કરનાર ને પાયમાલ કરી મુકે છે. લંડન મા રાખવા મા આવેલ હીરા તેમજ નિલમ ને લીધે કેટલાક લોકો પાયમાલ થયેલ છે અને મૃત્યુ ને ભેટ્યા છે. ઈ.સ. ૧૮૭૫ મા કર્નલ ફ્રાંસેસ એ ભારત માથી નિલમ હિરા જડિત વીટી પોતાની સાથે લઈ ગયા હતા ત્યાર થી તેના ખરાબ દિવસો આવ્યા અને તે પાયમાલ થઈ ગયા. તેના બન્ને પુત્રો ની પણ દશા આવી જ થઈ.

કયો નંગ કઈ રાશી અને કયા ગ્રહ સાથે સંબંધ ધરાવે છે:

જેમ સાત ગ્રહ ,સાત કલર ,સંગીત ના સાત સૂર ,સાત દિવસ ,યોગ ના સાત ચક્ર ,શરીર ની સાત ગ્રંથીઓ હોય છે તેવી જ રીતે સાત અગત્ય ના રત્નો પણ છે. આ સાત રત્ન ૧૨ રાશિઓ ના સ્વામી ગ્રહો ના રત્ન મનાય છે. જેમાં મેષ અને વૃષિક રાશિના સ્વામી મંગળ નો રત્ન મૂંગા, વર્ષભ-તુલા ના સ્વામી શુક્ર ને રત્ન હીરા, મિથુન અને કન્યાના સ્વામી બુદ્ધ ને રત્ન પન્ના, ધન-મીન ના સ્વામી બ્રૂહસ્પતી ને રત્ન પુખરાજ, મકર-કુંભ ના સ્વામી શની ને રત્ન નીલમ, સિંહ રાશિ ના સ્વામી સૂર્ય ને રત્ન મણિક અને કર્ક રાશી ના સ્વામી ચન્દ્ર ને રત્ન મોતી છે.

Leave a Reply

Top