You are here
Home > Articles >

કોણ કહે છે કે માનવતા નથી રહી, સુરત ના આ યુવકે કચરા માંથી મળેલા દસ લાખ રૂપિયા આપ્યા પરત, મળ્યું મોટું ઈનામ

મિત્રો, હાલ આ કોરોના ની સમસ્યા વચ્ચે સુરતમા ફરી એકવાર ઈમાનદારી ની મિસાલ ઉભી કરતો એક એવો દમદાર કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આપણ ને આપણા ગુજરાતી હોવા ઉપર ગર્વ ની લાગણી મહેસુસ થશે. કિસ્સો કઈક એવો છે કે એક નોકરીયાત વર્ગના યુવાન ને રસ્તા પર પડેલા કચરા ની પેટી પાસે થી દસ લાખ રૂપિયા જેવી મોટી રકમ મળી, જે તેણે તેના મૂળ માલિક ને ઈમાનદારીપૂર્વક પરત કર્યા હતા.

જેના બદલામા મુળ માલિકે આ યુવાન ને ૨ લાખ રૂપિયા ભેંટ સ્વરૂપે આપ્યા હતા. આ કિસ્સા વિશે થોડી વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ. સુરત શહેરના ઉમરા વિસ્તારમા નો નિવાસી દિલીપ પોદાર પાર્લેપોઈન્ટ ખાતે આવેલા કાપડ ના શોરૂમ મા નોકરી કરીને પોતાના ઘર નુ ગુજરાન ચલાવે છે. ત્રણ દિવસ પહેલા દિલીપ ઘરે થી જમીને પોતાના શોરૂમ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન તેને કચરાપેટી ની બાજુમા એક થેલી નજરે પડી હતી.

પહેલા તો તેને એવુ લાગ્યુ હતુ કે, આ થેલીમા મોબાઈલ ફોન હશે. પરંતુ, જ્યારે તેણે આ થેલી ની તપાસ કરી તો તેની આંખો પહોળી થઈ ગઈ. તપાસ કરતા થેલી ની અંદર મોબાઈલ ફોન નહોતો પરંતુ, રોકડા રૂપિયા ૧૦ લાખ નુ બંડલ હતુ. પૈસા જોઈને તે તુરંત જ તેના શોરૂમ પર પહોંચ્યા અને મેનેજરને આ આખી વાત અંગે જાણ કરી હતી. જો કે મેનેજરે કહ્યુ કે, જેના રૂપિયા હશે તે લઈ જશે એમ કહી તેણે આ રૂપિયા નુ બંડલ પાછુ ત્યા જ મુકી આવવા જણાવ્યુ હતુ.

દિલીપે આ બાબત અંગે તેના પાડોશીઓ ને પણ જાણ કરી હતી કે તેને ૧૦ લાખ રૂપિયા મળ્યા છે. લોકોએ તેને પોલીસ સ્ટેશને જઈ રૂપિયા જમા કરાવી દેવા નુ જણાવ્યુ હતુ. જો કે તેની હિમ્મત થતી નહોતી. રસ્તા પર થી રોકડા રૂપિયા દસ લાખ મળ્યા હોવાની આ વાત વાયુવેગે પ્રસરતા આ બાબત પોલીસ સુધી પણ પહોચી હતી. જેથી પોલીસ નુ એક ઝુંડ દિલીપ ને ત્યા આવી પહોંચ્યુ હતુ. દિલીપે પોતાની પાસે નાણા હોવાનુ જણાવતા પોલીસ તેને લઈને ઉમરા પોલીસ સ્ટેશને આવી પહોંચી હતી.

ત્યારબાદ પોલીસે પાર્લેપોઈન્ટ વિસ્તારના બધા જ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી તપાસ દરમિયાન પોલીસે ઘણી બધી ગાડીઓ સ્કેનીંગ કરી હતી અને અંતે મુળ માલિક મળી આવ્યો હતો. પોલીસે ગાડી નંબર ના આધારે આ જ્વેલર્સ ના શોરૂમ પર પહોચી હતી. જ્યા જ્વેલર્સ ના માલિકે આ વાત કબુલ કરી હતી કે, તેને ત્યા ગામડે થી આવતા કસ્ટમર ના રૂપિયા ગાડી માથી પડી ગયા.

જો કે તેમણે આ બાબત પોલીસમા જાણ કરવાની ના પાડી દીધી હતી. જે સ્ત્રી ગ્રાહક દુકાને આવી રહી હતી તેમના દિકરાએ પીચકારી લેવા માટે જીદ કરી હતી. જેથી કાર માથી ઉતરતા સમયે આ રૂપિયા ના બંડલ પડી ગયું હતું. જે પ્રકારે દિલીપભાઈએ ઈમાનદારી બતાવી હતી તેને લઈને મુળ માલિકે પણ ઈમાનદારી સ્વરૂપે તેને બે લાખ રૂપિયા નું ઈનામ આપ્યુ હતુ.

Leave a Reply

Top