You are here
Home > Articles >

કોંગ્રેસ દ્વારા ૨૮મે ના રોજ ચલાવવામા આવશે “ઓનલાઈન અભિયાન” , જાણો શુ છે તેમની માંગણીઓ

મિત્રો, હાલ દેશમા કોરોના વાયરસની સમસ્યા અંતર્ગત કરવામા આવેલા લોકડાઉનના કારણે લોકોને અનેકવિધ આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ કોંગ્રેસે સરકાર દ્વારા લોકોના ખાતામા ૧૦,૦૦૦ રૂપિયા જમા કરવાની માંગણી કરવામા આવી રહી છે. કોંગ્રેસે જણાવ્યુ કે, કોવિડ-૧૯ સમસ્યાના કારણે લોકોને ઉદભવતા પ્રશ્નો અંગે હાલ દરેક રાજ્યોમા એક ઓનલાઇન અભિયાન શરૂ કરવામા આવશે.

આ અભિયાનમા કેન્દ્ર સરકાર સમક્ષ આવકવેરાની મર્યાદામા ના આવતા હોય તેવા તમામ કુટુંબીજનોના ખાતામા ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગણી રજૂ કરવામા આવી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ શુક્રવારે થયેલી વિપક્ષોની બેઠકમા ૧૧ માંગણીઓ રજૂ કરવામા આવી હતી, જેમા આ માંગણી પણ ઉઠાવવામા આવી હતી.

શુક્રવારના રોજ યોજાશે ૨૨ વિપક્ષોની બેઠક :

અગાઉ કોંગ્રેસે શુક્રવારના રોજ ૨૨ વિપક્ષોની સાથે દેશમા કોરોનાની સમસ્યાને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર તેમની જવાબદારીનુ વહન કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે તેવો આરોપ પણ મૂકવામા આવ્યો છે. તેમના મત મુજબ સરકારે નવુ અને સંપૂર્ણ નાણાકીય પેકેજ જાહેર કરવા, સંસદીય કામગીરી ચાલુ કરવા અને રાજ્ય સરકારોને સહાયતા કરવા સહિત અનેક મહત્ત્વપૂર્ણ પગલા ઉઠાવવા જોઈએ.

આ બેઠકમા થશે ૧૧ સૂત્રીય માંગણી :

કોંગ્રેસના નેતૃત્વ હેઠળ આ પક્ષોએ સરકાર સમક્ષ ૧૧ સૂત્રીય માંગણી રજૂ કરતા જણાવ્યુ છે કે, આવકવેરો ભરતા ના હોય એવા તમામ પરિવારોને છ માસ માટે દર મહિને ૭,૫૦૦ રૂપિયા આપવામા આવે. આ ઉપરાંત ૧૦ હજાર રૂપિયા તાત્કાલિક જમા કરવામા આવે. તેમણે જણાવ્યું હતું કે, તમામ જરૂરિયાતમંદ લોકોને આગામી છ માસ માટે દર મહિને ૧૦ કિલોગ્રામ અનાજ આપવામા આવે. આ સાથે મનરેગા અંતર્ગત કામકાજના દિવસોની સંખ્યા ૧૫૦ થી વધારીને ૨૦૦ કરવામા આવે.

સચોટ માહિતી આપવાની પણ માંગણી :

આ બેઠકમા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા માટે મફત પરિવહન સેવા પૂરી પાડવી તથા વિદેશમા ફસાઈ ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાની માંગણી રજૂ કરવામા આવી છે. કોવિડ-૧૯ની તપાસ, સંક્રમણ, આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ અને સંક્રમણ અટકાવવા સંબંધિત ઉપાયોને લઈને સચોટ માહિતી આપવાની પણ માંગણી કરી હતી. શ્રમ કાયદાઓ ફેરફાર સહિત તમામ એકતરીફ નિર્ણયોને બદલવા અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકારને જણાવ્યુ હતુ.

Leave a Reply

Top