You are here
Home > Articles >

કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે હાલ “અંબાણીએ” ખોલ્યો પોતાનો ખજાનો, માસ્ક નુ ઉત્પાદન તેમજ દવાખાના થી લગતા લીધા મોટા પગલાં

મિત્રો, કોરોના વાયરસના કારણે ઉદ્ભવેલી આ મુશ્કેલી ની ઘડીમાં અનેક લોકો સહાય કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે રિલાયન્સ કંપનીએ પણ સહાય કરવા પહેલ કરી છે. રિલાયન્સ કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓ માટે દવાખાના નુ નિર્માણ કર્યુ છે. ફક્ત કોરોના વાયરસનાં દર્દીઓ માટે જ આ હોસ્પિટલ બનવવામા આવી છે. આ ઉપરાંત માસ્ક નુ ઉત્પાદન વધારવામા આવ્યુ છે તથા તે સિવાય ઈમરજન્સી સેવા આપતા વાહનો ને મફત પેટ્રોલ આપવાની સેવા પણ શરૂ કરી.

કર્મચારીઓ ને કાર્ય કર્યા વિના પણ પગાર આપવામા આવશે. કંપની અનેકવિધ શહેરોમા એન.જી. ઓ. ના માધ્યમ દ્વારા ભોજન ની સુવિધા પણ પુરી પાડશે. મહારાષ્ટ્રના લોધીવલી મા જે આઈસોલેશન સેન્ટર બનાવવામા આવ્યું છે તેમા મેડીકલ કીટ્સ રિલાયન્સ કંપની દ્વારા આપવામા આવશે. આ કંપની વર્તમાન સમયમા પ્રતિદિન ૧ લાખ માસ્કનુ ઉત્પાદન કરવાની જાહેરાત પણ કરી ચુકી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી રાહત ફંડમા ૫ કરોડ રૂપિયાનુ દાન પણ કર્યુ છે.

જીયો દ્વારા ‘કોરોના હારેગા, ઈન્ડિયા જીતેગા’ નામનું કેમ્પઈન પણ શરુ કરવામા આવ્યુ છે. જેમા લોકોને ઘરમા રહીને જ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરવામા આવી રહ્યા છે. આપાત્કાલિન સેવાઓ આપતાં વાહનો ને રિલાયન્સ પેટ્રોલ પંપમા મફત પેટ્રોલ આપવાની જાહેરાત પણ કરવામા આવી છે. દેશમા રિલાયન્સ કંપની ના ૭૩૬ ગ્રોસરી સ્ટોર્સ છે કે જેમા માંગ અનુસાર પુરવઠો પૂરો પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ વૃદ્ધો માટે ફ્રી હોમ ડિલીવરી ની વ્યવસ્થા પણ કરવામા આવશે.

રિલાયન્સ કંપનીએ પોતાના કર્મચારીઓ ને વિશ્વાસ આપ્યો છે કે દરેક ને સેલેરી આપવામાં આવશે ભલે પછી તે કામ કરી રહ્યા હોય કે નહી. આ સિવાય જેનો પગાર ૩૦ હજાર થી ઓછો હોય તે કર્મચારીને એક માસ મા બે વાર સેલેરી આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે જેથી નાણા ની અછત ના સર્જાય.

આપણા દેશમા હાલ કોરોના ની સમસ્યા ખૂબ જ ભયજનક સ્થિતિ પર પહોંચી રહી છે જેના કારણે ગઈ રાત્રીએ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણ દેશ ને લોકડાઉન કરવાનો ધરખમ નિર્ણય લેવાયો છે. આશા છે કે આપ સૌ આ નિર્ણય ને માન આપીને ૨૧ દિવસ સુધી તેનુ યોગ્ય પાલન કરશો. તમારો આભાર.

Leave a Reply

Top