
મિત્રો,કોરોના વાયરસ એ આપણા માટે અદ્રશ્ય શત્રુ છે પરંતુ, આ અદ્રશ્ય વાયરસ સામેના યુધ્ધમા કોરોના વોરિયર્સ અડીખમ ઉભા છે તેમ પી.એમ. મોદીએ પોતાના ભાષણમા જણાવ્યુ હતુ. સોમવાર ના રોજ કર્ણાટકમા બેંગ્લોર ખાતે રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખુલ્લો મુક્યો હતો. તેમણે જણાવ્યુ કે, કોરોના સામેના યુધ્ધમા આપણા મેડિકલ કાર્યકર્તાઓની વિજય નિશ્ચિત છે. કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વર્કર્સ સાથે અભદ્ર વર્તન કે હિંસા કોઈપણ પરિસ્થિતિમા ચલાવી લેવાશે નહી.
સમગ્ર વિશ્વ તમારી પાસેથી સારવારની આશા રાખીને બેઠુ છે :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આજે સમગ્ર વિશ્વની નજર આપણા દાક્તરો ,નર્સો , મેડિકલ સ્ટાફ અને સાયન્ટિફિક કોમ્યુનિટી પર છે. તેઓ આપણી પાસેથી અનેકવિધ આશાઓ રાખીને બેઠા છે. હાલ સમગ્ર વિશ્વ તમારી પાસેથી સારસંભાળ અને સારવાર બંનેની આશા રાખીને બેઠુ છે. આપણા દેશમા હાલ વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ “આયુષ્યમાન ભારત” ચાલી રહી છે, જેમા બે વર્ષમા ૧ કરોડ કરતા પણ વધુ લોકોને વર્ષે ૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામા આવી રહી છે. સ્ત્રીઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ યોજનાનો સૌથી વધુ લાભ લીધો છે.
આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળની ખબર મેળવો.