You are here
Home > Articles >

કોરોના જેવા બીજા અન્ય સંક્રમણો થી બચવા ન કરો આ વસ્તુઓ નુ સેવન, જાણો શું ખાવું જોઈએ

મિત્રો, હાલ કોરોના વાયરસ ના કારણે લોકો ઘરમા પુરાઈ ગયા છે પરંતુ, અમુક બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી આવશ્યક છે. જે વ્યક્તિની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હોય તેને ઝડપથી ચેપ લાગતો નથી. ફેફસા મજબૂત હોય તેવા લોકો આ પ્રકારના વાયરસ થી મુક્તિ મેળવી શકે છે. ફેફસા મજબૂત બનાવવા માટે વ્યાયામ, યોગ અને પ્રાણાયામ ખુબ જ આવશ્યક છે. આ સાથે હેલ્થી ડાયટ પણ એટલુ જ આવશ્યક છે.

દરરોજ ના હેલ્થી ડાયટ ના કારણે શરીર ના સેલ્સ તંદુરસ્ત રહે છે અને ફેફસા ના સંક્રમણ થી રક્ષણ મળે છે. ક્વોરંટાઈન મા શરીર ને સંક્રમણ થી બચાવવા આટલુ અવશ્ય કરો. ફેફસા ને જલ્દી સંક્રમણ ના લાગે તે માટે આ ટિપ્સ અજમાવો. ડાયટમા આ વસ્તુઓ નુ સેવન કરશો તો તમામ પ્રકાર ના સંક્રમણ માથી મળશે મુક્તિ.

શુ ખાવુ સારુ ?

સામાન્ય અને શાકાહારી ભોજન ફેફસા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. તેમા પુષ્કળ પ્રમાણ મા વિટામીન્સ અને એન્ટીઓક્સિડન્ટ સમાવિષ્ટ હોય છે. તેનાથી ઇમ્યૂનિટી મા વૃદ્ધિ થાય છે. વિટામીન સી થી ભરપુર ખાટા ફળ, લીંબુ, સંતરા, મોસંબી વગેરે નુ સેવન કરો. ડાયટ મા દાળ ને પણ સમાવિષ્ટ કરો. તેમા પ્રોટીન ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે.

જે ફેફસાને તંદુરસ્ત રાખે છે. તમે ઇંડા, પનીર, ટામેટા, દુધ વગેરેનુ પણ સેવન કરી શકો છો. ટામેટા, ગાજર, પપૈયા, તરબુચ, આંબળા અને બીટ વગેરે નુ સેવન કરી શકો છો. તેમા એન્ટીઓક્સિડેન્ટ સમાવિષ્ટ હોય છે. લસણ નુ સેવન સ્વાસ્થ્ય માટે સારુ છે. તેમા ઇન્ફેક્શન સામે લડતા એલિસિન તત્વ હોય છે જે ઇમ્યૂનિટી વધારે છે.

આટલી વસ્તુઓ થી દૂર રહો :

ફેફસા સંબંધિત વધુ સમસ્યા હોય તો ખાટુ દહી, છાશ અને ઠંડા પીણા નુ સેવન ન કરવુ. વધુ મસાલેદાર ભોજન અને તળેલુ ભોજન નુ પણ સેવન ન કરવુ. તેનાથી એસિડિટી થાય છે અને ફેફસા ને હાનિ પહોંચે છે. બને ત્યા સુધી નોનવેજ નુ સેવન ના કરવુ તથા મરચા, મસાલા અને ઓઇલ ઓછુ નાખો. વધુ ઓઈલવાળુ અને તીખુ ખાવાથી ઇમ્યૂનિટી મા ઘટાડો થાય છે.

ભરપુર પાણી નુ સેવન કરવુ :

દિવસ દરમિયાન ભરપૂર પાણી નુ સેવન કરવુ જોઇએ. એવુ કહેવાય છે કે આખા દિવસમા ૩-૪ લીટર પાણી નુ સેવન કરવુ જોઇએ. પાણી નુ સેવન કરવાથી શરીર હાઇડ્રેડ રહે છે. વાયરસની અસર શરીર પર થતી નથી. આ ઉપરાંત ઇમ્યુનિટી મા પણ વૃદ્ધિ થાય છે.

આ વસ્તુઓ નો નિયમિત ભોજનમા સમાવેશ કરવો :

મોસમી ફળો તથા સબ્જી મા પુષ્કળ પ્રમાણમા એન્ટીઓક્સિડેન્ટ સમાવિષ્ટ હોય છે. તેનાથી ઇમ્યૂનિટી વધારો થાય છે છે. ઇમ્યૂનિટી વધારવા માટે એન્ટીઓક્સિડેન્ટ ખુબ જ આવશ્યક છે. આ ઉપરાંત એક ધાન્ય નો પણ સમાવેશ કરવો. માટે બને ત્યાં સુધી સીઝનલ ફળ અને સબ્જી નો જ નિયમિત ભોજન મા સમાવેશ કરવો.

Leave a Reply

Top