You are here
Home > Articles >

કોરોના ને લીધે ફસાઈ ગઈ એક બહેન, ભાઈ એક હજાર કી.મી. બાઇક ચલાવી લેવા પોહચ્યો, ત્યારબાદ બન્યું કઈક આવું

મિત્રો, કોરોના વાયરસ ના કારણે આખા દેશમા ૨૧ દિવસનો લોકડાઉન છે, તેનો અર્થ એવો પણ છે કે એક શહેર માથી બીજા શહેર મા જતી બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી સદંતર બંધ છે. આવી પરિસ્થિતિમા ઘણા લોકો તેમના ઘરે જવા ઈચ્છે છે પરંતુ, પરિવહન માટે નુ કોઈ સાધન ના મળવાના કારણે તેઓ બીજા શહેરમા ફંસાય ગયા છે. આવી પરિસ્થિતિ મા એક ભાઈ તેની ફસાયેલી બહેન ને તેડવા માટે ૧૦૦૦ કિ.મી. દૂર બાઇક લઈને ગયો. આ લાંબી યાત્રા પસાર કરવામા તેને અંદાજિત ૨૮-૩૦ કલાક નો સમય લાગ્યો.

જો સૂત્રોની વાત માનીએ તો આ યુવક ની બહેન તેની ૪ વર્ષની પુત્રી સાથે ખોટી ટ્રેનમા જયપુર ચાલી ગઈ હતી, જ્યારે તેને પટના જવુ હતુ. આવી સ્થિતિમા સ્ત્રીએ જયપુર ની આસપાસ રહેતા સબંધીઓ ની સહાય માંગી હતી પરંતુ, કોરોના ના ભય ને કારણે બધાએ આ સ્ત્રી ની સહાયતા કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાત ની જાણ જ્યારે તેના ભાઈ ને થઈ ત્યારે તે બાઇક લઇને તેની બહેન ને લેવા નીકળી પડ્યો. આપણે અહી જે સ્ત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ અસ્મિતા છે.

અસ્મિતા પટના ની નિવાસી છે. તે તેની ચાર વર્ષની પુત્રી સાથે નાગપુર મા થોડા દિવસ માટે માતા પાસે ગઈ હતી. ૨૧ માર્ચે અસ્મિતા પટનામા તેના ઘરે જવાની હતી. આ માટે તેના ઘરના લોકોએ ટિકિટ પણ બુક કરાવી હતી. જો કે, નાગપુર રેલ્વે સ્ટેશન પર ‘બાગમતી એક્સપ્રેસ’ મા બેસવાને બદલે અસ્મિતા આકસ્મિક રીતે ‘મૈસુર-જયપુર એક્સપ્રેસ’ મા બેસી ગઈ. જયપુર પહોચતા જ અસ્મિતા ને તેની ભૂલનો અહેસાસ થયો અને તે ત્યાના હાજર આર.પી.એફ. ની સહાયતા માંગી ને તુરંત જ તે ટ્રેન માથી ઉતરી ગઈ.

આર.પી.એફ. દ્વારા આ સ્ત્રીને સંપૂર્ણ રીતે સહાયતા કરવામા આવી હતી. તેણે રાહ જોવા માટે ફક્ત આરામગૃહ રૂમમા બેસાડવાનુ જ નહી પરંતુ, ભોજન અને પાણી ની પણ વ્યવસ્થા કરી આપી. આ પછી સ્ત્રીના ભાઈ ને ફોન લગાવવામા આવ્યો અને જ્યારે તેના ભાઈને તેની બહેન ની આ સ્થિતિ વિશે ખ્યાલ પડ્યો ત્યારે તે તેને લેવા માટે બાઇક પર નાગપુર થી જયપુર ગયો હતો. ૧૦૦૦ કિલોમીટર ની આ લાંબી યાત્રા મા તે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ની સરહદો માથી પસાર થયો.

આ લાંબી યાત્રા પૂર્ણ કરવામા તેને અંદાજિત ૩૦ કલાક જેટલો સમય લાગ્યો. જયપુર આવ્યા બાદ તે તેની બહેન ને બાઇક પર નાગપુર પાછો લઈ ગયો. આ સમગ્ર ઘટના વિશે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આજે એક ભાઈએ તેની બહેન ની રક્ષા કરવાની ફરજ બજાવી. અત્રે નોંધનીય વાત એ છે કે, આ સ્ત્રી ની જેમ સમગ્ર દેશમા પણ અન્ય ઘણા લોકો છે જે ૨૧ દિવસના લોકડાઉન મા તેમના ઘરે જવા ઈચ્છે છે, પરંતુ, કોઈ સ્ત્રોત ના હોવાના કારણે લાચાર છે.

હાલ થોડા દિવસો પૂર્વે જ મજૂરો ની તસવીરો વાયરલ થઈ હતી, જેમા તે તેમના કાર્યકારી શહેર થી પગપાળા ઘરે જઈ રહ્યા હતા. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે સમગ્ર દેશમા અત્યાર સુધીમા કોરોના ના ૭૦૦ થી વધુ કેસ નોંધાયા છે. ભારત મા આ વાયરસ ના કારણે ૨૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેથી લોકડાઉન આ સમયે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે.

Leave a Reply

Top