You are here
Home > Articles >

કોરોના ને નાબુદ કરવા અને દેશની મદદ અર્થે આગળ આવ્યા જાણીતા ઉદ્યોગપતિ “આનંદ મહિન્દ્રા”, આ રીતે કરશે મદદ

હાલ, સમગ્ર વિશ્વ મા પોતાનો પગ પેસારો કરી ચુકેલા કોરોના વાયરસના મામલે હવે આપણા દેશમા પણ ચિંતાજનક સ્તર વધી રહ્યો છે. આપણા દેશમા હાલ કોરોના ના દર્દીઓની સંખ્યા ૪૦૦ કરતા પણ વધુ થઇ ચુકી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મેડિકલ કાઉન્સિલ સહિત તમામ લોકોને રોકવા પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા એક સફળ ઉદ્યોગપતિ હાલ દેશ ની સહાયતા માટે સૌ ની સમક્ષ આવ્યા છે.

આનંદ મહિન્દ્રાએ દર્દીઓ માટે પોતાના રીસોર્ટ તથા તેની સાથોસાથ પોતાની બધી જ સેલેરી આ કાર્ય પાછળ ડોનેટ કરીને મૉનિટરી સહાયરૂપ થશે તેવુ જણાવ્યુ છે. આનંદ મહિન્દ્રાએ રવિવાર ના રોજ ટ્વિટ દ્વારા સમગ્ર ભારતમા કોરોના વાયરસ સામે લડવા માટે અમુક વિશેષ જાણકારી આપી. એમણે જણાવ્યુ કે આરોગ્ય ના તજજ્ઞો મુજબ એવી શક્યતાઓ છે કે ભારત કોરોના વાયરસના ત્રીજા સ્ટેજ મા આવી પહોંચ્યુ છે.

જો આ વાસ્તવિકતા છે તો તેનાથી લાખો લોકો માટે જોખમ વધી ગયુ છે. મહિન્દ્રાએ આગળ જણાવ્યુ કે આવતા અમુક સપ્તાહમા લૉકડાઉન થવાથી વધેલા કેસમા નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને મેડિકલ સુવિધાઓ પર પણ ભારણ ઘટશે, જો કે આપણા માટે આવશ્યક છે કે આપણે અમુક ટેમ્પરરી હોસ્પિટલ ખોલીએ અને વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરીએ.

વેન્ટિલેટર બનાવવા મા આવશે “આનંદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ” દ્વારા:

એક અન્ય ટ્વિટમા તેમણે એ પણ જણાવ્યુ કે આ ભયજનક સ્થિતિ માથી બહાર નીકળવા માટે મહિન્દ્રા ગ્રુપમા અમે બધા આ વાત પર કાર્ય કરવાનુ શરૂ કરી ચુક્યા છીએ કે વેન્ટિલેટર બનાવી શકાય. મહિન્દ્રા હોલિડેઝમા કામચલાઉ સુવિધાઓ માટે અમે અમારા રિસોર્ટ ઑફર કરી રહ્યા છીએ. આ રિસોર્ટમા સુવિધાઓ માટે અમારી પ્રોજેક્ટ ટીમ, સરકાર અને સૈન્ય ની સહાયતા કરવા માટે તત્પર છે. એમણે એવી પણ જાહેરાત કરી છે કે આ વાયરસના કારણે નાના વ્યાપારીઓ અને સ્વરોજગાર પર જીવતા લોકોને થતી નુકશાની પણ અમે ભરપાઇ કરીશુ. એના માટે અમે મહિન્દ્રા ફાઉન્ડેશન દ્વારા ફંડ એકત્રિત કરી રહ્યા છીએ.

પોતાનો પૂર્ણ પગાર આ કાર્ય ને સમર્પિત કરશે આનંદ મહિન્દ્રા :

આનંદ મહિન્દ્રાએ એવી પણ જાહેરાત કરી કે એ પોતાની સો ટકા સેલેરી આ ફંડ મા આપશે. આ સિવાય, આવનાર થોડાક મહિનામા વધુ રકમ પણ તેમા ઉમેરશે. તો બીજી બાજુ વેદાંતા રિસોર્સેજ લિમિટેડના એક્સીક્યૂટિવ ચેરમેન અનિલ અગ્રવાલ પણ સહાયતા માટે આગળ આવ્યા છે.

અનિલ અગ્રવાલે રવિવારે ટ્વિટ કર્યું અને કહ્યુ કે “હુ આ મહામારી ના નિરાકરણ માટે સો કરોડ આપવાનું વચન આપુ છું. “#દેશ કી ઝરૂરત કે લિયે” એક પ્રતિજ્ઞા છે જેને અમે શરૂ કરી અને આ એ સમય છે જ્યારે અમારા દેશને અમારી સૌથી વધુ જરૂર છે. ઘણા લોકો આ સમસ્યા ના કારણે અનિશ્ચિત પરિસ્થિતિઓ નો સામનો કરી રહ્યા છે અને હુ દૈનિક વેતન ભાગીઓ પ્રત્યે ખૂબ જ વિશેષ રૂપ થી દિલગીર છુ , તે લોકો ને પણ અમે કાઈ સહાય કરી શકીએ એવો અમારો પૂરતો પ્રયાસ કરીશુ.”

Leave a Reply

Top