You are here
Home > Articles >

કોરોનાની સમસ્યામા આ પરિવારે પૂરુ પાડ્યુ પ્રમાણિકતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ , હાલ આખા દેશમા થઇ રહી છે ચર્ચા

મિત્રો, ઈમાનદારીથી વિશેષ કોઈ જ ગુણ નથી. હાલ, કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વની આર્થિક પરીસ્થિતિ કફોળી બની છે. પોતાની ઈમાનદારીને ટકાવી રાખવી એ પણ એક હિંમતનુ કાર્ય છે. હાલ, એક અમેરિકન ફેમિલીને રસ્તાની બાજુમા કચરાના ઢગલામાથી કરોડો રૂપિયાની રકમ મળી આવી છે. પરંતુ, આ રકમને તેમણે પોતાની પાસે રાખવાના બદલે પોલીસને હવાલે કરી દીધી છે.

હાલ, તેમના દ્વારા દેખાડવામા આવેલી પ્રામાણિકતાની ચર્ચા સંપૂર્ણ દેશમા થઈ રહી છે.ઘટના કઈક એવી બની કે વર્જિનિયાના ડેવિડ અને એમિલી શાંટ્ઝ પોતાના બાળકો સાથે તેમના ઘરેથી તેમના પીકઅપ ટ્રકમા બહાર જઈ રહ્યા હતા ત્યારે આ રસ્તા પર થોડા દૂર સુધી ગયા બાદ રસ્તાની આજુબાજુ તેમને કચરાપેટીમા બે થેલા જોયા. ડેવિડે પોતાની ગાડી રોકી અને આ થેલા જોયા તો તેના પર સરકારી સ્ટેમ્પ લગાવવામા આવેલી હતી. આ સ્ટેમ્પ યુ.એસ.એ. સરકારના પોસ્ટ વિભાગના હતા. ડેવિડે તુરંત જ આ બેગ ઉપાડી અને ગાડીમા સાચવીને રાખી મૂકી.

ત્યારબાદ ઘરે જઈને તેણે આ થેલા ખોલીને જોયુ તો થેલાની અંદરથી જંગી રકમ બહાર નીકળી. તેની અંદર ૧ મિલિયન ડોલર એટલે કે અંદાજિત ૭.૫૦ કરોડ રૂપિયા હતા. આ થેલાઓ ઉપર કેશ વોલ્ટ એમ લખવામા આવેલુ હતુ. ત્યારબાદ તેમણે આ વિશે કેરોલિન કાઉન્ટી પોલીસને જાણ કરી. થોડા જ સમયમા પોલીસની ટીમ તેના ઘરે પહોંચી ગઈ. કેરોલિન શેરીફ મેજર સ્કોટ મોસેરે જણાવ્યુ કે, અમે હાલ એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે, આ નાણા આખરે રસ્તા પર આવ્યા કેવી રીતે?

વિશેષ મોઝરે જણાવ્યુ કે, ડેવિડ અને એમિલીની આ પ્રામાણિકતા આ કોરોનાના સમયમા લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યુ છે. તેમણે કોઈક વ્યક્તિના નાણા સુરક્ષિત પોલીસ કર્મચારીઓ સુધી પહોંચાડ્યા છે તથા તેમણે કોઈ વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવાથી બચાવ્યા છે. મેજર સ્કોટ મોઝરે જણાવ્યુ કે, આ થેલા યુ.એસ.એ. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના છે. તેમની અંદર અંદાજિત ૧ મિલિયન ડોલર ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ હતી અને આ નાણા બેન્કમા જમા થવા જઇ રહ્યા હતા.

Leave a Reply

Top