You are here
Home > Articles >

કોરોના સમસ્યા વચ્ચે આફત બનીને કલાકની 30 હજાર કિલોમીટરની ઝડપે આવી રહ્યો છે એક વિશાળ ઉલ્કાપિંડ

મિત્રો, કોરોના વાયરસની સમસ્યા હજુ તો નિયંત્રણમા પણ નથી આવી ત્યા લોકો માટે હવામાંથી એક નવી સમસ્યા આવી રહી છે. વિશ્વની સૌથી મોટી અવકાશી સંસ્થા નાસાએ એક એલર્ટ જાહેર કરીને જણાવ્યુ છે કે, અંદાજે અડધો કિલોમીટર વિશાળ એક ઉલ્કાપિંડ ધરતી તરફ તીવ્ર ગતિએ આવી રહ્યો છે. આ ઉલ્કાપિંડની ઝડપ અંદાજે ૫.૨ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે ૧૧,૨૦૯ માઇલ પ્રતિ કલાકની ઝડપ હોવાનુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે.

નાસાના મત મુજબ આ ઉલ્કાપિંડ અમેરિકાની “એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ” કરતા પણ ખૂબ જ મોટો છે અને આવનાર ટુંક સમયમા જ ધરતીની કક્ષામા પ્રવેશવાની શક્યતા છે. ડેઇલી સ્ટારના અહેવાલ પ્રમાણે નાસાએ આ ઉલ્કાપિંડનુ નામ રૉક-૧૬૩૩૪૮ (૨૦૦૨ એન.એન.-૪) રાખ્યુ છે અને આશા છે કે તે ધરતીની ખૂબ જ નજીકથી પસાર થઈ શકે. આ ઉલ્કાપિંડની લંબાઈ અંદાજે ૨૫૦ થી ૫૭૦ મીટરની વચ્ચે હોવાનુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. એટલે કે તે ૧૩૫ મીટર પહોળો છે.

નાસાના મત પ્રમાણે, આ ઉલ્કાપિંડ સૂર્યની ખૂબ જ નજીકથી પસાર થઈને ધરતીની કક્ષામા પ્રવેશી રહ્યો છે. સેન્ટર ફોર નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ પ્રમાણે હાલ થોડા સમય પહેલા પણ ૧.૫ કિલોમીટર મોટો ઉલ્કાપિંડ ધરતીની પાસેથી પસાર થયો હતો. આવા ૨૦૦૦ કરતા પણ વધુ ઉલ્કાપિંડ છે, જેને નાસાએ ટ્રેક કરી રાખ્યા છે. જોકે આ ઉલ્કાપિંડથી કોઈપણ પ્રકાર ની હાની થવાનુ અનુમાન નથી.

જોકે આ ઉલ્કાપિંડની ધરતી સાથે ટકરાવવાની શક્યતા ૧% જેટલી પણ નથી તેમ છતાંય તેની પર હાલ વિશેષ નજર રાખવામા આવી રહી છે તેમ નાસાએ જણાવ્યુ હતુ. નાસાના જણાવ્યા પ્રમાણે ક્યારેક ગુરુત્વાકર્ષણના કારણે આ પ્રકારના ઉલ્કાપિંડ ધરતીના વાતાવરણમા છેલ્લી ઘડીએ પણ પ્રવેશ કરી જાય છે. એક કિલોમીટરથી મોટો કોઈપણ ઉલ્કાપિંડ ધરતીની કક્ષામા દાખલ થવાની સ્થિતિમા ચેતવણી જાહેર કરવામા આવે છે. જો આટલો મોટો ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાય તો વિનાશ થઈ શકે છે. તેના ટકરાવવાથી ભૂકંપ, સુનામી અને અનેક પ્રકારની પ્રાકૃતિક આપત્તિઓ આવી શકે છે. ડાયનાસોર ધરતી પરથી લુપ્ત થવા પાછળ એક કિલોમીટર મોટા ઉલ્કાપિંડ જવાબદાર હોવાનુ માનવામા આવે છે તેમ નેશનલ નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટ્રેટેજી વિભાગે જણાવ્યુ હતુ.

Leave a Reply

Top