You are here
Home > Articles >

કોરોનાની સમસ્યા સામે રક્ષણ આપતા કોરોના વોરીયર્સ હાલ સ્વયં જ બન્યા આ સમસ્યાના શિકાર

મિત્રો, કોરોના વાઈરસ પીડિત હજારો દર્દીઓની સેવા કરતા શહેરના ખાનગી અને સરકારી મળી ૨૦૦ કરતા પણ વધુ દાક્તરો હાલ કોરોના પોઝિટિવ બની ગયા છે. હાલ, ચાર દાક્તરોના મૃત્યુ થયાનુ બિનસત્તાવાર જાણવા મળ્યુ છે. જેમા એક મૃત્યુના સમાચાર તો પાકા છે. દર્દીઓને સાજા કરવાની મહત્વની જવાબદારી સંભાળતા અને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સ્વયં તે બીમારીનો શિકાર બન્યા છે ત્યારે તેમની સંભાળ કોણ લેેશે ?

ઘણા દાક્તરોના તો ઘરના સદસ્યો પણ આ સમસ્યાનો શિકાર બન્યા છે. અસારવા સ્થિત ૧૨૦૦ બેડની સરકારી કોવિડ હોસ્પિટલ, જી.સી.આર.આઈ., એલ.જી., એસ.વી.પી. સહિતની સરકારી હોસ્પિટલો અને ખાનગી પ્રેક્ટિસ કરતા દાક્તરો સ્વયં કોરોનાની સમસ્યાનો શિકાર બન્યા છે. કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સારવાર કરતા દાક્તરો પણ તેનો ભોગ બની રહ્યાં છે. આજ સુધીમાં ૨૦૦ કરતા વધુ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સોશિયલ મીડિયામા ફરતી યાદી સિવાય પણ હજુ તેના નામ બહાર આવ્યા નથી તેવા દાક્તરોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેના કારણે જ આ સંખ્યા ૨૦૦ જેટલી હોવાનો અંદાજ મેડિકલ જગત લગાવી રહ્યું છે.

આધારભૂત સૂત્રોના મત પ્રમાણે ફક્ત સરકારી  હોસ્પિટલ કેમ્પસની જુદી જુદી હોસ્પિટલોના ૯૬ જેટલા સ્થાનિક દાક્તરો અને ૧૬ જેટલા ઈન્ટર્ન મળી ૧૦૦ કરતા પણ વધુ દાક્તરો કોરોનાગ્રસ્ત બન્યા છે. દાક્તરોની પણ એ જ ફરિયાદ છે જે સામાન્ય નાગરિકોની છે કે ટેસ્ટ કરતા નથી તેના કારણે કોણ પોઝિટિવ છે તેનો ખ્યાલ પડતો નથી. ટેસ્ટ નહીં થવાની સ્થિતિમાં કોના થકી ચેપ લાગ્યો તેની ખબર પડતી નથી.

હાલ, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા દાકતરોને પી.પી.ઈ. કિટ પણ માંડ-માંડ ફાળવાઈ રહી હતી. એન-૯૫ માસ્ક અને સેનિટાઈઝર માટે કેન્સર હોસ્પિટલના દાક્તરો રજૂઆત કરીને થાક્યા છતા મળ્યા નહી. અંતે, મોટી સંખ્યામા દાક્તરો અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત બન્યાં. ખાનગી પ્રેક્ટિસ કરતા દાક્તરોને ક્લિનિક ખોલવાની ફરજ પાડયા બાદ તેઓ પણ એક પછી એક કોરોનાગ્રસ્ત થવા લાગ્યા. ખાનગી દાક્તરો સિવિલમા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ગયા હતા તેના કારણે પણ ઘણા દાક્તરો કોરોનાની ઝપેટમા આવી ગયા છે.

કોરોના પોઝિટિવ કેસમા મોટાભાગના ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબો :

અમદાવાદ મેડિકલ એસોસીએશનના સેક્રેટરી ડો.કમલેશ સૈનીએ જણાવ્યુ કે, અમારું લિસ્ટ જ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. જે ડોક્ટરો પોઝિટિવ થયા છે તેમની યાદી હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે અને તેમા આવેલા નવા કેસોના નામ પણ  ઉમેરતા જાય છે. મોટાભાગના પોઝીટીવ કેસ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો છે. અમુક સરકારી ડોક્ટરો પણ છે. ડોક્ટરો જીવના જોખમે સેવા કરી રહ્યાં છે. દર્દીઓની સારવાર કરતા કરતા પોઝિટિવ થયા છે. છતાં સારવાર કરી રહ્યા છે. જે ડોક્ટરોને કોરોના પોઝિટિવ થયો હતો તે પૈકી ઘણાને રિક્વરી પણ આવી ગઈ છે.

બાળકોને ચેપથી સુરક્ષિત રાખવા સગા-વહાલાના ઘેર મોકલ્યા :

હાલ, ટેસ્ટ નહી થવાના કારણે સિવિલમા કામ કરતા દાક્તરો પણ સુપર સ્પ્રેડર બની ચુક્યાં છે. કોરોનાગ્રસ્ત દર્દી સાથે રહેવાના કારણે તેમને પણ ચેપ લાગ્યો છે. આ કારણોસર તેમણે પોતાની શક્ય તેટલી તકેદારી રાખવી. ઘણા દાકતરોએ તેમના બાળકોને સાવચેતી ખાતર સગા-વ્હાલાને ત્યા મોકલી આપ્યા છે.

Leave a Reply

Top