You are here
Home > Articles >

કોરોના નો આભાર, હાલ લોકડાઉન ને લીધે ઓઝોન લેયરમા પડેલ ગાબડુ ભરાઈ રહ્યુ છે

મિત્રો, હાલ સમગ્ર વિશ્વમા કોરોનાના કારણે લોકડાઉન ની પરિસ્થિતિ સર્જાઈ છે. બધા જ પ્રકાર ની આર્થિક ગતિવિધિઓ હાલ ઠપ્પ થઈ ચુકી છે અને તમામ ઉદ્યોગો ને પણ હાલ તાળા લાગી ચુક્યા છે. ત્યારે હાલ હજુ કોરોના ના કારણે દેશ મા કયા-ક્યા પરિવર્તનો સર્જાશે તેના વિશે કોઈ જ અંદાજ લગાવી શકતુ નથી. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે આ કોરોના ની સીધી અસર સમગ્ર વિશ્વ ના પર્યાવરણ પર પણ હાલ જોવા મળી રહી છે. આ અસર પાછી સકારાત્મક છે.

હાલ, આ કોરોના ની સમસ્યા ના કારણે વિશ્વ ની ઉપર ઓઝોન લેયર મા પડેલુ ગાબડુ પુરાવા માંડ્યુ છે. અમેરિકા ની કોલોરાડો યુનિવર્સિટી ના સંશોધકોએ માહિતી મેળવી છે કે, પૃથ્વીના દક્ષિણી ભાગમા આવેલા એન્ટાર્ટિકા ની ઉપર ઓઝોન લેયરમા પડેલુ વિશાળ ગાબડુ પૂરાવા માંડ઼્યુ છે. કારણ કે, ચીન તરફ થી આ દિશામા જતા પ્રદુષણ મા કમી આવી છે. કોરોના પહેલા વિશ્વ મા પ્રદુષણ ની અસર ખૂબ જ બહોળા પ્રમાણ મા હતી.

પૃથ્વી પર થી પસાર થતી હવાઓ દક્ષિણ ભાગ તરફ જતી હતી. પરંતુ, હાલ તેનો રુખ પલટાઈ ગયો છે. સંશોધકો નુ એવુ કહેવુ છે કે, આ પરિવર્તન હંગામી છે પરંતુ, પર્યાવરણ માટે લાભદાયી છે. ચીન મા ઔદ્યોગિક ગતિવિધિઓ મા ઘટાડો થવાના કારણે જેટ સ્ટ્રીમ સાચી દિશામા છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઈડ નુ પ્રમાણ પણ હાલ ઘટી રહ્યુ છે જેથી ઓઝોન લેયર ના ઘા પણ હાલ રુઝાઈ રહ્યા છે. જે એક સારા સમાચાર છે.

કોરોના ના કહેર પહેલા ચીન ઓઝોન લેયર ને હાનિ કરે તેવા પ્રદુષિત તત્વો સૌથી વધુ પ્રમાણ મા કરી રહ્યુ હતુ. જો કે, હવે આ તત્વો નુ પ્રમાણ ઓછુ થઈ ગયુ છે જેના કારણે હાલ ઓઝોન લેયર તરફ થી આપણ ને રાહત ના સમાચાર મળ્યા છે. ૨૦૦૦ પહેલા જેટ સ્ટ્રીમ ધરતી ની મધ્યમા ફરતી હતી. જો કે આ પછી તેની દિશા દક્ષિણ તરફ ની થઈ ગઈ હતી. જેના કારણે આ ભાગ પર આવેલા ઓઝોન લેયરમા ગાબડુ પડી ગયુ હતુ. જેના કારણે ઓસ્ટ્રેલિયા જેવા દેશોના હવામાન ને સીધી જ અસર થઈ હતી.

જો દુનિયા નુ પ્રદુષણ આ જ રીતે નિયંત્રણ મા રહ્યુ તો તેનો લાભ ઓસ્ટ્રેલિયા ને પણ થશે. એમ પણ પ્રદુષણ ના અભાવે ઘણા દેશો ની હવા ચોખ્ખી શુદ્ધ થઈ રહી છે. ત્યારે આ કોરોના અને લોકડાઉન આડકતરી રીતે આપણા માટે લાભદાયી સાબિત થયુ તેવુ કહી શકાય. આ કોરોના અને લોકડાઉન ની પરિસ્થિતિ પૂર્ણ થયા બાદ પણ ઓઝોન લેયર ની સ્થિતિ આવી બની રહે તેવા પ્રયત્નો કરવા.

Leave a Reply

Top