You are here
Home > News >

કોરોના તમને ફક્ત ૧૦ મિનિટમા જ બનાવી શકે છે પોતાનો શિકાર! સામે આવ્યો આ ચોંકાવનારો અહેવાલ

મિત્રો, હાલ આ કોરોના વાયરસની સમસ્યા સમગ્ર વિશ્વમા એટલી હદ સુધી ફેલાઈ ગઈ છે કે પ્રવર્તમાન સમયમા આ સમસ્યાથી સુરક્ષિત રહેવા માટે ઘરમા રેહવુ એટલે કે આવશ્યકતા વિના ઘરની બહાર ના નીકળવુ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હાલ, સરકાર, દાક્તર અને વૈજ્ઞાનિકો દ્વારા જાહેર જનતા ને ફક્ત એક જ અપીલ કરવામા આવી રહી છે અને તે છે સોશિયલ ડિસ્ટેંસિંગ એટલે કે સામાજિક અંતર જાળવવાની. કારણકે, હાલ વર્તમાન સમયમા આપણે જેટલુ એકબીજાથી વધુ અંતર રાખીશુ તેટલા જ આપણે અને આપણી ફેમિલી સુરક્ષિત રહીશુ.

કોવિડ-૧૯ ની સમસ્યા સામે લડવા માટે અને તેને હરાવવા માટે હાલ સામાજિક અંતર જાળવવા સિવાય અન્ય કોઈ જ શ્રેષ્ઠ ઉપાય નથી. તમારા શરીરમાંથી ઉત્સર્જિત થતા દ્રવ્યના કણો જેમકે, છીંક ખાવી, ઉધરસના આવવી, બોલતા સમયે નીકળતુ થૂંક તથા શ્વાસ લેતા સમયે અતિ સુક્ષ્મ કણો હવામા ફેલાય છે અને તેના કારણે સ્વસ્થ વ્યક્તિ પણ કોરોના વાયરસથી પીડાઈ શકે છે.

હાલ, કરવામા આવેલા એક નવા અભ્યાસમા એવુ સામે આવી રહ્યુ છે કે ઉધરસ અને છીંક સહિત અન્ય માધ્યમોથી પણ તમારા શરીરમાંથી નીકળતા આ દ્રવ્યો તમને ફક્ત ૧૦ જ મિનિટમા કોરોના વાયરસથી સંક્રમિત કરવા માટે સક્ષમ છે. મેસાચ્યુસેટ્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એરિન બ્રોમેજ દ્વારા હાલ એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામા આવી છે.

આ વૈજ્ઞાનિકના મત મુજબ કોરોના વાયરસ તમને ક્યારે પોતાનો શિકાર બનાવી શકે છે તે અંગેનુ અનુમાન તમે સંક્રમિત થયેલી જગ્યા પર કેટલો સમય પસાર કરો છો તેના પરથી લગાવી શકાય છે. એરિન બ્રોમેજ જણાવે છે કે, મે હાલ સામાન્ય વાતચીત અને સામાન્ય પરિસ્થિતિઓ દરમિયાન શ્વાસ લેતા સમયે થનાર સંક્રમણ પર વિશેષ અધ્યયન કર્યુ છે અને મારા અધ્યયન અનુસાર જો એક તંદુરસ્ત વ્યક્તિ કોરોના સંક્રમિત વ્યક્તિની સાથે સામાજિક અંતર જાળવતો નથી તો તે માત્ર ને માત્ર દસ જ મિનિટમા આ જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ શકે છે.

એરિન જણાવે છે કે, માની લો કે કોઇ વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ લેતા સમયે દર ૧ મિનિટે ૨૦ બૂંદો બહાર નીકાળે છે તો કોરોના વાયરસના કેસમા આ બુંદો બહાર નીકળવાનુ પ્રમાણ ૧૦૦૦ આસપાસ થશે. માટે જો કોઇ સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ કોરોના સંક્રમિત વ્યક્તિ સાથે સામજિક અંતર જાળવ્યા વિના મુલાકાત કરે છે તો તે આગળની ૧૦ મિનિટમા આ વાયરસની ઝપેટમા આવી શકે.

એરિને જણાવ્યુ કે, વાતચીત દરમિયાન શ્વાસ લેવાની પ્રક્રિયામા ૧૦ ગણી વધારે બૂંદો બહાર નીકળે છે એટલે કે દર મિનિટ ની ૨૦૦ બૂંદો. આ પ્રમાણે જોવા જઈએ તો જ્યારે એક સ્વસ્થ વ્યક્તિ કોરોના સંક્રમિત વ્યક્તિ ની સાથે વાતચીત કરતો હોય ત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિ ૧૦ હજાર વાયરસવાળા બૂંદો હવામા પાસ કરશે એવુ મારા અધ્યયન નુ તારણ નીકળી રહ્યુ છે. આ આંકડા જોઈને તમે કહી શકો કે હાલ, સંક્રમણનો ભય કઈ હદ સુધી વધી શકે છે.

એરિને જણાવ્યુ કે, અમે અમારા અધ્યયન દરમિયાન એક અભ્યાસમા વાંચ્યુ હતુ કે, કોરોના વાયરસ ૧૪ મિનિટના સમયગાળા સુધી હવામા તરતો રહે છે. માટે જો તમે કોઇ સંક્રમિત વ્યક્તિની પાસે બેસીને ફક્ત ૧૦ મિનિટ પણ વાત કરી લો છો તો તે તમને આ ૧૦ મિનિટમા સંક્રમિત કરવા માટેની પુરતી ક્ષમતા ધરાવે છે. માટે સામાજિક અંતર નુ યોગ્ય પાલન કરો અને ઘરેબેઠા સુરક્ષિત રહો.

Leave a Reply

Top