You are here
Home > Articles >

કોરોનાથી પણ મોટી વૈશ્વિક બીમારી જોઈ રહી છે રાહ , વિશ્વના કરોડો લોકોને ભરડી લેશે

મિત્રો, સમગ્ર વિશ્વમા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.પરંતુ, હજુ તેના કારણે ઉદભવેલુ વધુ એક સંકટ આપણા માટે રાહ જોઈ રહ્યુ છે. આ સંકટ કોવિડ-૧૯ ની સમસ્યાથી અનેકગણુ મોટુ છે અને તેનાથી કરોડો લોકો પ્રભાવિત થશે. તો આજે આ લેખમા આપણે જાણીશુ કે એવુ તો કયુ સંકટ છે જે કોરોનાની સમસ્યા કરતા પણ વધુ વિકરાળ છે.

હાલ, કોરોનાની સમસ્યાના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામા આવ્યો છે ત્યારે સંપૂર્ણ દેશ લોકડાઉન હોવાના કારણે આર્થિક પ્રવૃતિઓ પણ લાંબા સમયગાળાથી બંધ છે. આર્થિક પ્રવૃતિઓ બંધ હોવાના કારણે લોકોને યોગ્ય આજીવિકા મળી રહી નથી અને પરિણામે દેશના નાગરિકને હાલ ભૂખ્યે મરવાનો આવ્યો છે એટલે કે હાલ, દેશના લોકોને કોરોનાની આ સમસ્યા સાથે હવે આવનાર સમયમા ભૂખમરાની સમસ્યાનો પણ સામનો કરવો પડશે.

જો કે આ ભૂખમરાની સમસ્યાનો પ્રારંભ પણ થઇ જ ચુક્યો છે. હાલ એક સર્વે મુજબ ૧૩.૫ કરોડ લોકો ભૂખમરાની આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે એક એવો અંદાજ લગાવવામા આવી રહ્યો છે કે, જયારે આ કોરોનાની સમસ્યાનો અંત થશે ત્યારે આ આંકડો વધીને ૨૬.૫ કરોડ સુધી પહોંચશે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯મા ૫૫ દેશો પર કરવામા આવેલા સર્વે પ્રમાણે ૫ વર્ષથી ઓછી ઉમર ધરાવતા ૧.૭ કરોડ બાળકો હાલ કુપોષણની સમસ્યાથી પીડાય છે.

આ ભૂખમરાની સમસ્યા ઉદ્ભવવા પાછળના મૂળભૂત જવાબદાર કારણો અસુરક્ષા અને સંઘર્ષ, આર્થિક આંચકા, ખરાબ આરોગ્ય વ્યવસ્થા, ખરાબ હવામાન અને જીવલેણ કીટાણુંઓ છે. આ ભૂખમરાની સમસ્યા જ્યા કોરોનાની સમસ્યા લાંબા સમય સુધી રહેશે ત્યા વધુ અસર કરશે. આર્થિક મંદી અને કોરોના વાયરસની સમસ્યાને પહોંચી વળવા માટે હાલ સરકારે જે ફંડ ફાળવ્યુ છે, તેના કારણે વિકાસના કાર્યો માટે ફંડમા ઘટાડો થશે. આના કારણે કિસાનને ખેતીના કાર્ય માટે જો યોગ્ય સહાયતા નહિ મળે તો ખાધ પદાર્થોના ભાવ વધી શકે.

હાલ, લેટીન અમેરિકા અને યુરોપ જેવા દેશો પણ આ ભૂખમરાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને જો સ્થિતિ હજુ પણ આવી જ રીતે રહી તો વિશ્વએ આવનાર સમયમા વધુ એક ગંભીર સમસ્યાનો સામનો કરવા માટેની તૈયારી દર્શાવી જોઇશે. હાલ, વર્તમાન સમયમા સૌથી વધુ કફોળી સ્થિતિ ઉતર નાઈજીરિયામા છે. ત્યા હાલ ભૂખમરાની સમસ્યાથી ૭૦ લાખ જેટલા લોકો પીડાઈ રહ્યા છે. અહી આ સ્થિતિ સર્જાવા પાછળનુ મુખ્ય કારણ સશસ્ત્ર હિંસાના કારણે બોર્ડર બંધ થવાનુ છે.

Leave a Reply

Top