You are here
Home > News >

“કોરોના વાયરસ: ભારતીય વૈજ્ઞાનિકોએ મેળવી આ સૌથી મોટી સફળતા, તેમના આ પ્રયાસ થી અટકાવી શકાશે આ વાઇરસ ના ફેલાવા ને “

મિત્રો, હાલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામા લઇ લીધુ છે. ચીનના વુહાન કે જેને કોરોના વાયરસનું એપી સેન્ટર માનવામા આવે છે તે શહેરમા હાલ ધીમે-ધીમે કોરોના વાયરસ ના કેસમા ઘટાડો થતો જોવા મળી રહ્યો છે પરંતુ, બીજી બાજુ ઇરાન, ઇટાલી, સ્પેન, યુ.એસ.એ જેવા દેશો મા હાલ કટોકટી ની સ્થિતિ જાહેર કરવામા આવી છે અને તેના માટે સમગ્ર દેશો ને નજરબંધ કરી દેવામા આવ્યા છે. હાલ, વિશ્વ ના હજારો વૈજ્ઞાનિકો કોરાના વાયરસ નો નાશ કરવા માટે અનેકવિધ સંશોધનો યુદ્ધના ધોરણે કરી રહ્યા છે.

આ સંશોધનો દ્વારા તેના નિવારણ માટે કોઈ વેક્સિન શોધી શકાય. આ હેતુ અર્થે આપણા ભારતીય વૈજ્ઞાનિકો પણ પોતાની કમર કસી રહ્યા છે. ચીનની આજુબાજુ ના અમુક દેશોમા કોરોનાએ હજુ કોઈ જ અસર નથી દેખાડી પરંતુ, હજારો કિલોમીટર ના અંતરે આવેલા અમેરિકા, ઇરાન, ઇટાલી જેવા દેશો મા તેણે હાહાકાર મચાવી દીધો છે. ભારત એવો પાંચમો દેશ બન્યો છે જેણે કોવિડ -૧૯ ના વાયરસ ને દેશ મા સંપૂર્ણપણે ફેલાવવા ના દેવામા સફળતા હાંસલ કરી છે. ભારતમા હાલ કોરોના વાયરસના ૧૦૧ કેસ છે.

ભારત દેશ મા વસ્તીની ગીચતા અનુસાર કોરોના વાયરસ ને ફેલાવવા ના દેવો ઘણું અઘરું છે તેમ છતા ભારતે આ કરી બતાવ્યુ છે. હાલ ચીન, જાપાન, અમેરિકા અને થાઈલેન્ડ બાદ ભારત પાંચમો એવો દેશ છે કે જેણે કોરોના વાયરસ ને વધુ પડતો ફેલાવવા ના દેવામા સફળતા હાંસલ કરી છે. આજે સમગ્ર વિશ્વમા કોરોના વાયરસના ૧,૬૯,૬૦૫ કેસ પોઝીટીવ છે અને તેમાથી ૬૫૧૮ લોકો મૃત્યુ ને ભેંટયા છે અને ૭૭,૭૭૬ જેટલા લોકો આ વાયરસની અસરમાથી બહાર આવી ચુક્યા છે.

ભારતની વાત કરીએ તો અગાઉ ચર્ચા કરી તે મુજબ ૧૦૧ કેસ પોઝિટિવ આવ્યા છે જેમા થી ૨ લોકો મૃત્યુ પામ્યા છે અને ત્રણ લોકોને વાયરસના જોખમ માંથી મુક્ત કરવામા આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના વૈજ્ઞાનિક રમન ગંગાખેડકરના મત મુજબ કોરોના વાયરસને સરળતાથી લોકોથી દૂર રાખી શકાય તેમ નથી આવા સંજોગો મા ભારતને આ સફળતા મળવી એ કોઈ વિશેષ સિદ્ધિ થી કમ નથી.

તેઓ વધુમા જણાવે છે કે કોરોના ને આઇસોલેટ કરવાથી તે માટેની દવા શોધવા માટે તેમજ તેનુ ટેસ્ટિંગ કરવા માટે પુરતો સમય મળી રહે છે કારણ કે, આ દવાના ટેસ્ટ માટે વાયરસના વિષાણુ ની આવશ્યકતા હોય છે અને ત્યારબાદ તેને ડામવા માટે મેડીસીન તૈયાર થાય છે. સાવ સરળ ભાષામા સમજાવવા જઈએ તો આપણા ભારતના વૈજ્ઞાનિકો ને કોરોના વયારસ ના સેમ્પલ ને માનવ શરીરની બહાર રાખવામા સફળતા પ્રાપ્ત થઇ છે.

આ જ સંસ્થાના ડોક્ટર બલરામ ભાર્ગવના મત મુજબ આ એક અસાધારણ સળફતા છે કારણ કે, તેનાથી વૈજ્ઞાનિકો ને મેડીસીન, વેક્સિન અને ટેસ્ટિંગ કિટ બનાવવા માટે ઘણો સમય મળી રહેશે અને મદદ પણ મળી રહેશે. તેમના મત મુજબ જો બધુ જ ધાર્યા પ્રમાણે ચાલ્યુ તો ૩૦ દિવસમા આ કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવી શકાશે.

હજુ સુધી આ વાયરસની કોઈ રસી શોધાઈ નથી :

સંસ્થાના વૈજ્ઞાનિકો નુ કહેવુ છે કે ‘ કોરોના વાયરસનુ આઇસોલેશન ખુબ જ અઘરુ હતું પણ તેમા સફળતા મળી ગઈ છે. હાલ , સંશોધન ચાલી રહ્યુ છે કે તે ઉત્પન્ન કેવી રીતે થાય છે અને તેને વૈજ્ઞાનિકો તે બાયોલોજીકલી પણ સમજી શકશે.’ હાલ , કોરોના વાયરસ નુ કોઈ સચોટ નિદાન નથી અને તેની કોઈ મેડીસીન કે રસી પણ શોધાઈ નથી. હાલ, એઇડ્સ ના નિદાન મા એચઆઈવી વિરુદ્ધ વપરાતી ‘લોપીનાવીર’ અને ‘રીટોનાવીર’ નો ઉપયોગ પણ કોવિડ-૧૯ ના દર્દીઓ પર કરવામા આવી રહ્યો છે. જો કે હજુ સુધી વૈજ્ઞાનિકો ને વાસ્તવમા તેનાથી કોઈ ફરક પડી રહ્યો છે, તે અંગે માહિતી નથી.

કોરોના વાયરસ માટે સમગ્ર દેશમા ૬૫ લેબ કાર્યરત છે :

સમગ્ર દેશમા કોરોના વાયરસની તપાસ માટે તેમજ તેના પરના સંશોધનો કરવા માટે ટોટલ ૬૫ લેબ દિવસ-રાત કાર્ય કરી રહી છે. આ લેબોરેટરી ની ક્ષમતા ૯૦ નમૂનાઓ તપાસવાની છે. આ તમામ લેબ દ્વારા હાલ સુધીમા ૫૯૦૦ લોકો ના ૬૫૦૦ નમૂનાઓ એકત્રિત કરી તેના પર તપાસ કરવામા આવી છે. હાલ, વૈજ્ઞાનિકો ને તેની મેડીસીન કે વેક્સિન શોધવામા સફળતા હાંસિલ થાય તેની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Top