You are here
Home > Articles >

કોરોના વાઇરસ હોય તો પણ જાણ નહી થાય, વાંચી લો રાજકોટના ૪૦ વર્ષીય વ્યક્તિ ના કોરોના પોઝિટિવ થવાની ઘટના

મિત્રો, રાજકોટમા હાલ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ ૪૦ વર્ષના યુવાન ને કોરોના પોઝિટિવ હોવાનુ સમક્ષ આવ્યુ છે. આ સાથે જ રાજકોટ મા કોરોના પોઝિટિવ હોય તેવા દર્દીની સંખ્યા ૪ થઈ છે. ગઈકાલે જે સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેમના પુત્ર ને પણ આજે કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે વિમળાબેન કાનાબાર નો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના ઘરના સદસ્યો ને કોરોન્ટાઈન કરવામા આવ્યા હતા.

વિમળાબેન ના પુત્ર ને પણ થોડા દિવસ થી ઉધરસ આવતી હોવાના કારણે તેનો રિપોર્ટ કરાવવામા આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે. કોરોના પોઝિટિવ આવેલા કૌશલભાઈ કાનાબાર ‘દુલ્હન’ નામની સાડી ની દુકાન ચલાવે છે અને તેમની બહેન ધોળકીયા શાળા મા નોકરી કરે છે. હાલ આ કુટુંબ ના તમામ સદસ્યો ને કોરોન્ટાઈનમા રાખવામા આવ્યા છે. કોરોના વાયરસ અંગે વિમળાબેને મીડિયા સાથે થોડી વાત કરી હતી.

તેમા તેમણે જણાવ્યુ હતુ કે આ રોગના લક્ષણો શુ હતા? વિમળાબેન ના જણાવ્યા મુજબ તેમને થોડા દિવસ થી સુસ્તી જેવુ લાગતુ હતુ અને મોઢુ કડવાશ પડતુ થઈ જતુ. કઈ ચીજવસ્તુ ખાવાની ઈચ્છા જ થતી ન હતી. ત્યારબાદ તેમણે ફેમેલી દાક્તર પાસે પોતાની તપાસ કરાવી તો એક્સ-રે મા જાણવા મળ્યુ કે તેમના ફેફસામા પરપોટા જેવો કફ જામી ગયો છે. ત્યારબાદ દાક્તર ને નિમોનીયા ની શંકા હતી પરંતુ, તેમના કોરોના ના ટેસ્ટ પણ કરાવવામા આવ્યા.

જે પોઝિટિવ આવ્યા છે. તેમના પુત્રમા જોવા મળેલા લક્ષણ ની વાત કરીએ તો કૌશલભાઈ નુ સ્વાસ્થ્ય વધુ પડતુ ખરાબ ના હતુ. તેમને ૩-૪ દિવસ ઉધરસ આવી હતી. જો કે કૌશલભાઈ ના પિતા ને મેડિકલ સ્ટોર હોવાના કારણે તેમણે ઉધરસ ની દવા લઈ લીધી હતી. ત્યારબાદ તેમનો કોરોના નો ટેસ્ટ ત્યારે કરવામા આવ્યો જ્યારે તેમની માતા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

આ જ કારણોસર આવશ્યક છે કે લોકો જાગૃત થાય અને હાલના સમયમા ૨૧ દિવસ સુધી ઘરની બહાર નીકળવાનુ ટાળે. કારણ કે, કોરોના વાયરસ લાગુ થાય ત્યાર થી તેનો રિપોર્ટ કરાવો ત્યા સુધીમા કોઈને ખ્યાલ જ પડતો નથી કે આવા લક્ષણો શરીરમા જણાય છે. લોકો જેને સામાન્ય ઉધરસ ગણે છે તે કોરોના પણ હોય શકે છે. માટે શક્ય હોય ત્યા સુધી બહાર જવાનુ જ ટાળો.

Leave a Reply

Top