You are here
Home > Articles >

કોરોના વાઇરસ સામે લડવા અક્ષયે કર્યું ૨૫ કરોડ રૂપિયા નુ દાન

મિત્રો, આ કોરોના વાઇરસ ની સમસ્યા સામે લડવા માટે સરકાર તમામ પ્રકાર ના શક્ય પગલા હાલ ઉઠાવી રહી છે. નાણા એકત્રિત કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા “પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ” નો પ્રારંભ કરવામા આવ્યો છે. સૌથી વધુ ટેક્સ ભરપાઈ કરનાર અભિનેતા અક્ષય કુમાર દેશના હિત માટે હંમેશા આગળ ઉભા હોય છે.

આ કોરોના વાઇરસ સામે લડવા માટે તેમણે પી.એમ ફંડ મા પચીસ કરોડ રૂપિયા દાન પેટે આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમારે કહ્યુ કે, “હાલ એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોના જીવન ની ચિંતા કરીને તેની કાળજી રાખવા માટે આપણા થી બની શકે તેટલુ કરવુ જોઈએ. હુ મારી બચત માથી પી.એમ મોદીજીના ફંડમા ૨૫ કરોડ રૂપિયા નુ યોગદાન આપવાની શપથ લઉ છું.”

ચાલો જિંદગી બચાવીએ. એક ડાયલોગ અનુસાર ‘ જાન હૈ તો જહાન હૈ ’. આ સમસ્યા સામે લડવા માટે ઘણા અભિનેતાઓ આર્થિક સહાય કરી રહ્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્માએ પી.એમ ફંડમા ૫૦ લાખ રૂપિયા આપ્યા છે. આ સિવાય રુતિક રોશને ૨૦ લાખ રૂપિયા ની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે.

સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમા પાછળ નથી. પ્રભાસે ૪ કરોડ રૂપિયા, પવન કલ્યાણે ૨ કરોડ, રામ ચરણે ૭૦ લાખ, ચિરંજીવીએ ૧ કરોડ, મહેશ બાબુએ ૧ કરોડ રૂપિયા, અલુ અર્જુને ૧.૫ કરોડ રૂપિયા અને રજનીકાંતે ૫૦ લાખ રૂપિયા આપ્યા છે ત્યારે આપણે પણ આ પીએમ ફંડ મા ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે કાઈક જમા કરાવીએ તેવી આપ સૌ ને નમ્ર વિનંતી. આભાર !

Leave a Reply

Top