You are here
Home > Articles >

કોરોનાકાળમા અમેરિકન જ્યોતિષની ભવિષ્યવાણી, ભારત બનશે આવનાર સમયમાં વિશ્વગુરુ

મિત્રો, પી.વી.આર. નરસિમ્હા રાવ નામના એક જ્યોતિષ અમેરિકાના બોસ્ટન શહેરમા રહે છે. પી.વી.આર. નરસિમ્હા રાવ સોફ્ટવેર એન્જિનિયર છે. નરસિમ્હા રાવે “જગન્નાથ હોરા” નામનો જ્યોતિષ સોફ્ટવેર બનાવ્યો છે અને તેમા તેમણે વર્ષ ૨૦૨૦ થી લઈને વર્ષ ૨૦૩૫ સુધીનુ ભવિષ્ય પોતાના જ્યોતિષ જ્ઞાનના માધ્યમથી ભાખ્યુ છે.

એન્જીનીયરીંગમા સ્નાતક કરેલુ છે નરસિમ્હા રાવ :

આ ઈન્ડો-અમેરિકન જ્યોતિષે આઈ.આઈ.ટી. મદ્રાસથી એન્જિનિયરિંગમા સ્નાતક કરેલુ છે. આ ઉપરાંત તેમણે હ્યુસ્ટનના રાઈસ વિશ્વ વિદ્યાલયથી માસ્ટર ડિગ્રી મેળવી છે. આશ્ચર્યની વાત એ છે કે તેમના મૂળમા આજે પણ ભારતીયતા જીવંત છે. નરસિમ્હા રાવ એ સંસ્કૃત અને હિન્દી ભાષાના વિદ્વાન છે.

દોઢ માસ પૂર્વે કરી ભવિષ્યવાણી :

હાલ, દોઢ માસ પૂર્વે તેમણે પોતાના જ્યોતિષ જ્ઞાનના માધ્યમથી તેમણે એક ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણીમા વિશ્વના હાલ આાગમી ૧૫ વર્ષ કેવા રહેશે તે અંગે જણાવ્યુ છે.

અઢી વર્ષ સુધી રહી શકે અરાજકતાનુ રાજ :

નરસિમ્હા રાવના મત અનુસાર વિશ્વમા આગામી અઢી વર્ષ સુધી એટલે કે વર્ષ ૨૦૨૩ સુધી અરાજકતાનો સમય જોવા મળી શકે. ત્યારબાદ ફરી નિર્માણ ની પ્રક્રિયા વર્ષ ૨૦૨૩ના મધ્ય સમયગાળા થી શરૂ થશે. આ ઉપરાંત વિશ્વના અર્થતંત્ર ને સ્થિર થવામા વર્ષ ૨૦૩૪ સુધીનો સમય લાગશે.

અમેરિકા અને ચીનની આર્થિક સ્થિતિ આવનાર સમયમા રહી શકે નબળી :

હાલ, વિશ્વમા અમેરિકા જે ઉચ્ચ સ્તર પર બિરાજમાન છે તે પદ આવનાર સમયમા ગુમાવી શકે તેવા યોગ સર્જાઈ રહ્યા છે. આ ઉપરાંત એ ચીનની તાકત પણ આવનાર સમયમા નબળી પડી શકે અને તે પણ સોવિયેત રશિયાની જેમ ટુકડાઓમા વહેંચાઈ શકે તેવુ નરસિમ્હા રાવ દ્વારા અનુમાન લગાવવામા આવી રહ્યુ છે.

આવનાર સમયમા સુપર શક્તિશાળી અને વિશ્વગુરુ બની શકે છે ભારત દેશ :

હાલ, આવનાર સમયમા મિશ્ર અર્થતંત્રના કોન્સેપ્ટ સાથે એક નવી નાણાકીય પ્રણાલી ઉભરશે અને હાલ, આ ભારત દેશ નવા દોરમા અગ્રણી રાષ્ટ્ર બની શકે. આવનાર શતાબ્દી અને સહસ્ત્રાબ્દી ભારતની છે જેમા ભારત વિશ્વ સમક્ષ એક નવા સુપર પાવર તરીકે ઉભરી શકે.

આવનાર સમયમા નરેન્દ્ર મોદી લઇ શકે છે સન્યાસ :

આ ઉપરાંત તેમની ભવિષ્યવાણી અનુસાર રાષ્ટ્રહિત ને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમુક સાહસિક નિર્ણયો લઈ શકે અને વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન અનેકવિધ રાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ લાવશે. આ સિવાય નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૨૪ મા ત્રણ ગણા વધુ બહુમતથી જીતી શકે. આ સિવાય તે ત્રીજા કાર્યકાળમા અધવચ્ચે જ તેઓ પોતાની જાતને આ સાર્વજનિક જીવનમાથી મુક્તિ આપીને સન્યાસ લેશે.

ટ્રમ્પ અને અમેરિકા માટે આવનાર સમય છે સંઘર્ષપૂર્ણ  :

ડોનાલ્ડ ટ્રમ્પનો જૂન ૨૦૨૦થી ખરાબ સમય શરૂ થઈ ચૂક્યો છે. હાલ, આવનારી અમેરિકી રાષ્ટ્રપદની ચૂંટણીમા તેઓ પોતાની સત્તા ગુમાવી શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમા તેમના પર મહાભિયોગ ચલાવવામા આવી શકે તેવા યોગ સર્જાઈ રહ્યા છે. આ વર્ષ ૨૦૨૦મા સંયુક્ત રાજ્ય અમેરિકામા અનેક રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે.

તો મિત્રો તમારા મંતવ્યો શુ છે? શુ ખરેખર મહાસત્તા ગણાતુ અમેરિકા પોતાનુ પદ ગુમાવશે? ચીન જે હાલ સર્વ શક્તિશાળી સતા ગણાય છે, તે પોતાના શક્તિના સ્ત્રોતો ગુમાવશે? શુ આ કોરોનાની સમસ્યા આપણા ભારત દેશ માટે સુપર શક્તિશાળી અને વિશ્વગુરુ બનવા માટેની તક સર્જી રહ્યુ છે? આ અંગે તમારા અમૂલ્ય પ્રતિભાવ કૉમેન્ટ બોકસમા અવશ્ય જણાવજો તથા આ લેખને લાઈક અને શેર કરવાનુ ના ભૂલતા, ધન્યવાદ !

Leave a Reply

Top