You are here
Home > News >

કોરોનાકાળ વચ્ચે અમદાવાદ ના પી.આઈ. પડયા સાથી સ્ત્રી કોન્સ્ટેબલ ના પ્રેમમા, સમગ્ર પ્રકરણ બન્યું છે ચર્ચા નો વિષય

મિત્રો, પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી પરંતુ , પ્રેમ ના નામ પર કોઈ વ્યક્તિ સાથે અનૈતિક સંબધો ધરાવવા એ અવશ્ય ગુનો છે. હાલ , વર્તમાન સમયમાં કોઈ સાથે લફરું થવું એ વાત સાવ સામાન્ય બની ચુકી છે. ઘણા અભ્યાસોમા પણ એ વાત સામે આવી છે કે , મોટાભાગના પુરુષ અને સ્ત્રીઓ લગ્ન પછી પણ બહાર કોઈ સ્ત્રી કે પુરુષ સાથે આડકતરા સંબંધ ધરાવતા હોય છે પરંતુ , સમાજના ભયના કારણે આ સંબંધ ક્યારેય બહાર નથી આવતા.

પ્રેમ સંબધ અને શરીરના સંબંધ ને દુર-દુર સુધી કોઈ જ સંબંધ નથી. આવા અનૈતિક સંબંધો ના કિસ્સા ઘણીવાર પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા હોય છે. પરંતુ , હાલ આવા જ એક કિસ્સા એ અમદવાદના પોલીસ સ્ટેશન ને શર્મસાર કરી નાખ્યુ છે. હાલ , મોટા ભાગના પોલીસ કર્મચારીઓ આ કોરોનાની સમસ્યાને માત આપવા માટે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે ત્યારે અહીના એક પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમા બેઠા-બેઠા પોતાની સહ-કર્મચારી સાથે વિડીયો કોલમા વાત કરવા વ્યસ્ત હતા. હાલ , આ સંપૂર્ણ મામલો ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે.

પ્રેમ-પ્રકરણ નો ભોગ બનેલા કર્મચારીઓ ની કરવામાં આવી બદલી :

આ જે બંને કર્મચારીઓ વચ્ચે પ્રેમલીલા ચાલી રહી હતી તે વાતની જાણ કરનાર કરનાર કર્મચારીઓ ની  તત્કાલનાં ધોરણે બદલી કરવામા આવી છે. ગૃહ વિભાગ સુધીની ઓળખ ધરાવતા એક પોલીસ ઈન્સ્પેક્ટરે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમા અતિ મલાઈદાર વિસ્તાર નો ચાર્જ સંભાળ્યો અને એક એવી ભૂલ કરી કે, બધી જ જગ્યાએ હાલ ફક્ત તેમની જ ચર્ચા થઇ રહી છે.  આ અધિકારી દરરોજ પોલીસ સ્ટેશને આવીને નિરંતર સ્ત્રી કોન્સ્ટેબલ સાથે વિડીયો કોલ પર વાત કરતો રહેતો હતો. આ અંગે ઉચ્ચ અધિકારી પાસે વાત પહોંચતા સમગ્ર મામલાને કમિશ્નર કચેરી સુધી ખસેડવામા આવ્યો તેવી ચર્ચાઓ સંભળાઈ રહી છે.

પોલીસ અધિકારી ને ચેમ્બરમા બોલાવી ખખડાવ્યો :

સુત્રો તરફ થી જાણવા મળ્યું કે, આ પોલીસ અધિકારીના છેડા ખુબ જ  ઉપર સુધી હતા. તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો નો ઉપયોગ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ના પોલીસ સ્ટેશનમા પોસ્ટીંગ મેળવી. ચાલો, અહી સુધી તો કોઈ જ પ્રશ્ન નહોતો પરંતુ, અહીની સ્ત્રી કોન્સ્ટેબલ સાથે તેને અનૈતિક સંબંધો બાંધ્યા જેની ચર્ચા હાલ સમગ્ર અમદાવાદમા ફેલાઈ ચુકી છે. આ ચર્ચાએ વેગ પકડતા ઉચ્ચ અધિકારી દ્વારા આ પોલીસ અધિકારી તથા ત્યાના અન્ય કર્મચારીઓ ને ખખડાવવામા આવ્યા.

ડી.સી.પી. સુધી પહોંચ્યો આ સમગ્ર મામલો :

આ સમગ્ર મામલો ડી.સી.પી.સુધી પહોંચ્યો. આ કિસ્સામા વિશેષ તો કઈ નથી થયુ પરંતુ, જે લોકો એ આ સમગ્ર પ્રસંગ લોકો સામે ઉજાગર કાર્યો તેમની એવી જગ્યાએ બદલી કરી દેવામા આવી કે જ્યા બદલી થવી કઈ સજાથી કમ નથી. હાલ, એક પોલીસ સ્ટેશનમા એક અવૈધ સંબંધ ખુલેઆમ ચાલી રહ્યો છે અને તેનો ભોગ સામાન્ય પોલીસ કર્મચારીઓ બન્યા છે ત્યારે આ અંગે કઈ આકરા પગલા લેવાશે કે નઈ તે તો આવનાર સમય જ જણાવી શકે.

Leave a Reply

Top