You are here
Home > Articles >

કોથમીરમાં ઉમેરો માત્ર આ એક વસ્તુ, તમારી સ્કિનની કરચલી અને ઓઇલી ત્વચા તમામ સમસ્યાઓથી મળશે છુટકારો

મિત્રો , આપણાં ઘરના રસોઈઘર માં કોથમીર નો વપરાશ ફકત સબ્જી નો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ , શું તમને ખ્યાલ છે કે કોથમીર નો ઉપયોગ સ્કિન માટે પણ અત્યંત લાભદાયી સાબિત થાય છે. કોથમીર માં એન્ટી-ઓક્સિડન્ટસ , બીટા કેરોટીન , વિટામિન સી તથા ફોલેટ જેવા પોષકતત્વો સમાવિષ્ટ સમાવિષ્ટ હોય છે.

આ પોષક તત્વો સ્કિન માં રહેલા ફ્રિ રેડિકલ્સ ને દૂર કરે છે તથા સ્કિન ને સોફટ અને આકર્ષક બનાવે છે. કોથમીર માં એન્ટીફંગલ પ્રોપર્ટીઝ પણ સમાવિષ્ટ હોય છે જે સ્કિન ને તમામ પ્રકાર ના સ્કિન ઈન્ફેકશન થી રક્ષણ આપે છે. આ ઉપરાંત કોથમીર ના ઉપયોગ દ્વારા તમે તમારી વધતી ઉંમર ની અસર ને પણ અટકાવી શકાય છે.

આ ઉપરાંત ઓઈલી સ્કિન માંથી ઓઈલ દૂર કરવા માટે પણ કોથમીર લાભદાયી સાબિત થાય છે. ઓઈલ ના કારણે ખીલ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે પરંતુ , કોથમીર સ્કિન માં રહેલા ઓઈલ ને શોષી લે છે અને આ સ્કિન ની સમસ્યાઓ ને દૂર કરે છે.

આ ઉપરાંત કોથમીર દ્વારા સ્કિન ને પ્રાપ્ત થતાં લાભો આ પ્રમાણે છે :

સ્કિન પરની કરચલીઓ દૂર થશે :

ત્વચા ને સુંદર અને આકર્ષક બનાવવા માટે કોથમીર ના પર્ણો ને પીસીને તેમાં એલોવેરા અને લીંબુ મિકસ કરો. જો તમે ઈચ્છો તો એલોવેરા ના જેલ ની જગ્યાએ તમે તેના પર્ણો અથવા પલ્પ નો પણ ઉપયોગ કરી શકો. આ મિશ્રણ ને વ્યવસ્થિત રીતે મિકસ કર્યા બાદ તેને સ્કિન પર ૧/૨ કલાક સુધી રાખી મુકો ત્યાર બાદ ઠંડા પાની થી મોં ધોઈ લ્યો. આ નૂસ્ખો અજમાવ્યા બાદ સ્કિન આકર્ષક બનશે તથા સ્કિન પરની તમામ કરચલીઓ દૂર થશે.

ડેડ સ્કિન માટે :

જો કોથમીર ને ચોખાના લોટ માં ઉમેરીને લગાવવા માં આવે તો ખૂબ જ લાભ થાય છે. આ નુસ્ખો સ્કિન માટે એકસફોલિએટર જેવું કાર્ય કરે છે. એક બાઉલ કોથમીર ના પર્ણો ને ક્રશ કરી અને તેમાં ૨ ચમચી ચોખા નો લોટ ઉમેરી ત્યાર બાદ એક લીંબુ નો રસ નીંચોવી તેને સ્કીન પર ૧/૨ કલાક ના સમયગાળા માટે લગાવી રાખો ત્યાર બાદ પાણી વડે ફેસ વોશ કરી લ્યો. આ નુસ્ખા દ્વારા તમારી ડેડ સ્કિન ની સમસ્યા દૂર થઈ જશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top