You are here
Home > Articles >

જાણી લો ભગવાન કૃષ્ણ પર ઋષિના આશીર્વાદ હોવા છતાં પણ ફકત એક તીરથી જ કેમ થઇ ગયું હતું મૃત્યુ.

દુર્વાસા ઋષિ ના વિશે તો દરેક માણસો જાણતા જ હોય છે. આ ઋષિ તેના ગુસ્સાના કારણે જાણીતા છે. તેનો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો હતો. જો કોઈ નાની એવી ભૂલ થાય તો પણ તેઓ અચાનક જ ફટાફટ જ શ્રાપ આપી દેતા હતા. એમને ખુશ કરવા ઘણા બધા અઘરા હતા. એક વખત ભગવાન કૃષ્ણના દરબારમાં તે ગયા હતા. દ્વારકા જઈ ને ભગવાન કૃષ્ણ ને તેણે એ જણાવ્યું કે મારા માટે જમવાનું બનાવવા માટે તમારા દળ ને કઈ દો. કૃષ્ણએ તેના દળ ને ઋષિ દુર્વાસા માટે ભોજન તૈયાર કરવાનું જણાવ્યું.

ઋષિ દુર્વાસા માટે છપ્પન ભોગ બનાવી લીધા હતા અને ત્યાં એક કામધેનું નામની એક ગાય હતી. તેના દૂધ દ્વારા એક કેસર ની ખીર  પણ બનાવવમાં આવી કૃષ્ણ એ દુર્વાસા ને ખીર ચાખવા માટે કહ્યું. કૃષ્ણ તથા ઋષિ ને આ ખીર ગરમ છે એ વિશે ખબર ન હતી. ખીર હજુ હમણા જ ચૂલા પર થી ઉતારી હતી. દુર્વાસા એ આ ખીર ખાધી અને તેની જીભ બળી ગઈ. ઋષિ ને ખુબ જ ગુસ્સો આવ્યો અને તેના કારણે કૃષ્ણ ને શ્રાપ દેવા માટે ઋષિ એ કમંડલ ઉપાડી લીધું છે.

તેઓ હજુ કૃષ્ણ ને શ્રાપ દેવા જઈ રહ્યા જ જતા એવા માં કૃષ્ણ એ બધી ખીર લીધી તથા તેના સમગ્ર શરીરમાં લગાવવા લાગ્યા અને નાચવા લાગ્યા. આ જોઈ ને ઋષિ પરેશાન થઇ ગયા. ધીમે ધીમે એમનો ગુસ્સો શાંત થઇ ગયો અને તેઓ અચાનક જ હસવા લાગ્યા. તેણે કૃષ્ણ ને રોકાઈ જવા માટે જણાવ્યું.  કૃષ્ણ ભગવાન ઋષિ ના પગ માં પડી ગયા અને જણાવ્યું કે તમે જે સજા આપસો તે ભોગવવા માટે હું તૈયાર છુ.

દુર્વાસા એ આગળ વાત કરતા કહ્યું કે તમે બહુ મહાન મેજબાન છો. તમારા જેવો મારો કોઈ ભક્ત નથી.  મારા બધા જ ભક્તો માં તમે ઉત્તમ છો. હું તમને આશીર્વાદ આપું છુ કે જે ભાગ માં ખીર અડી હશે તમારા શરીર નો એ ભાગ વજ્ર સમાન થઇ જશે. તમને કોઈ હથિયાર ક્યારેય નુકશાન નહિ કરી શકે  પણ કૃષ્ણ એ પગ ના તળિયા માં ખીર લગાવી ન હતી અને ત્યાં તીર લાગ્યું જેના લીધે તેનું નિધન થઇ ગયું.

dip

Leave a Reply

Top