You are here
Home > Jyotish >

કુદરતી રીતે જો ઘર મા ઉગવા લાગે પીપળા નું ઝાડ, તો આ અમુક વાતોની ખાસ કાળજી રાખવી

આ વાત કોઇપણ નકારી નથી શકતું કે કુદરતે અત્યાર સુધી માણસ ને ઘણું બધું આપ્યું છે. આમ તો માણસે કુદરત સાથે ઘણા વર્ષો થી જે આચર્યું છે તેનું જ પરિણામ અત્યારે ભોગવવું પડે છે. આજે કુદરત પણ માણસ ને પોતાનું ક્રૂર સ્વરૂપ દેખાડી રહી છે. હવે તો ઘણી વાર માણસ ને ઝાડ છોડ ઉગાડવા ની સલાહ આપવામા આવે છે. તે છતાં પણ અત્યાર નો માણસ ઝાડ છોડ ઉગાડવા ને બદલે તેને કાપવામા લાગેલો છે.

કુદરત ની બક્ષીસ એવા આ ઝાડ છોડ તડકો તેમજ વરસાદ મા આપળે ને બચાવે છે. જો વાત કરવામાં આવે કે માત્ર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ નહિ પણ વિજ્ઞાન ની દૃષ્ટિએ પણ ઝાડ છોડ ન ખાલી વાતાવરણ માટે પણ માનવ આરોગ્ય માટે પણ ઘણું લાભદાયી હોય છે.

આ સિવાય ઝાડ છોડ ઉગાડવા થી આપણી આજુબાજુ નુ વાતાવરણ સકારાત્મક ઉર્જા નો સંચાર કરે છે. તો એટલા માટે જો શક્ય હોય તો બને તેટલા વધુ મા વધુ ઝાડ છોડ ઉગાડવા નો પ્રયાસ કરવો જોઈએ. ઘણા ઝાડ છોડ તો એવા હોય છે કે જે આપમેળે ઉગતા હોય છે તેને ઉગાડવા ની પણ જરૂર પડતી નથી. તેમાં નું એક છે આ પીપળા નુ ઝાડ. આ એક એવું ઝાડ છે કે જે આપમેળે ઉગી જાય છે અને તેને કોઇપણ જાળવણી કરવાની પણ જરૂર નથી પડતી.

જો ભારતીય શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો પીપળા ના ઝાડ મા ઘણા દેવી-દેવતાઓ નો વાસ હોય છે. એટલા માટે જ શાસ્ત્રો મા આ ઝાડ ને ઘણું પવિત્ર તેમજ શુભ માનવામા આવ્યું છે. પરંતુ અમુક વ્યક્તિઓ આ ઝાડ ને અશુભ મને છે. તો આજ ના આ આર્ટીકલ દ્વારા જાણશું કે જો આ પીપળા નું ઝાડ જાતે ઘર મા ઉગી જાય તો તમારે શું કરવું જોઈએ.

જો ઘર ની દીવાલ ઉપર આપમેળે પીપળા નું ઝાડ ઉગી જાય તો સૌથી પહેલા તેનું પૂજન કરવું જોઈએ. ત્યારબાદ તેને તરત ત્યાં થી કાઢી કોઈ કુંડા મા ઉગાડી દેવું જોઈએ. તેના મૂળ મા બ્રહ્મા,વિષ્ણુ તેમજ મહેશ આમ ત્રિદેવો નો વાસ હોવાથી કયારેય ભૂલ થી પણ તેના મુળિયા ન કાપવા જોઈએ.

આ સિવાય કયારેય ભૂલ થી પણ ઘર ની પૂર્વ દિશા તરફ પીપળા નું ઝાડ ન ઉગાડવું જોઈએ. તેનું કારણ છે કે આવું કરવાથી ઘર મા ગરીબી આવે છે. આ પીપળા ના છોડ ને કુંડા મા ઉગાડ્યા બાદ કોઈ મંદિર મા જઈ ને મૂકી દો. જો ઘર મા પીપળો ઉગી જાય તો તેને કાપવો ન જોઈએ. તેનાથી ગૃહસ્થ જીવન મા દુ:ખ વેઠવું પડી શકે છે.

Leave a Reply

Top