
ભગવાન ભાસ્કરે મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરી દીધો છે. સૂર્યના આ સંક્રમણને ફાલ્ગુન તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન સૂર્યની આ ઊંચી રાશી છે. સૂર્યનું આ રાશિમાં જવાથી વસંત ઋતુ શરૂ થઇ જાય છે. આચાર્ય સંદીપ કોટ્નાલા પ્રમાણે સૂર્યના આ વિચરણનો બધી રાશિઓ પર અસર પડે છે. આપણે જાણીએ કોની રાશી પર કેવી અસર થશે.
મેષ રાશિ
આ રાશિના માણસો માટે આ માસ ઉત્તમ છે. આ રાશિના માણસોને રોજગાર સાથે સંકળાયેલી સહાયતા પ્રાપ્ત થશે. એની જોડે જ વેપારમાં પણ લાભ થશે. મનની પરીસ્થિતિ માં પણ પરિવર્તન થશે. વિદ્યાના ક્ષેત્રમાં પ્રયત્ન વધારે કરવો પડશે.
વૃષભ રાશિ
આ રાશિના માણસો માટે આ માસ એકદમ સામાન્ય રહેશે. વેપારમાં સંયમ રાખવો, તંદુરસ્તીનું ધ્યાન રાખવું અને સાથે જ વિદ્યાના ક્ષેત્રમાં લાભ થશે.
મિથુન રાશિ
આ રાશિના માણસો માટે આ માસમાં ખુબ જ ઉતાર ચડાવ અવશ્ય રહેશે. વેપારમાં નોર્મલ લાભ થશે, તંદુરસ્તીમાં ધ્યાન દેવાની જરૂરિયાત છે. દૈનિક જીવનમાં ખર્ચમાં વધારો થઇ શકે છે.
કર્ક રાશિ
આ રાશિના માણસો માટે આ માસમાં ધનની દ્રષ્ટીએ ઉતાર ચડાવ આવતા રહેશે. તંદુરસ્તીમાં થકાવટ અને હાડકાના રોગ કષ્ટ આપી શકે છે. વિદ્યાના ક્ષેત્રમાં વધારે પ્રયત્ન કરવો અને વ્યર્થ બાબતમાં રોકવું નહિ.
સિંહ રાશિ
આ રાશિના માણસો માટે આ માસ સામાન્ય રહેશે, વેપારમાં વધારાની જોડે થકાવટ પણ રહેશે. કોઈ પણ પ્રકારના ઝગડાથી દુર રહેવાની આવશ્યકતા છે. સાથે વિદ્યાના ક્ષેત્રમાં ફાયદો પણ થશે.
કન્યા રાશિ
આ રાશિના માણસો માટે આ માસ ખુબ જ ઉપયોગી છે. નવા સબંધ બનશે, મન પ્રસન્ન રહેશે, વિદ્યા ના ક્ષેત્રમાં ભટકાવથી બચવું અને મન પર ખુબ જ કાબૂમાં રાખવું.
તુલા રાશિ
આ રાશિના માણસો માટે આ મહિનો વેપારની દ્રષ્ટીએ ઉપયોગી રહેશે, સાથે જ યાત્રા કરવાનો અવસર પણ અવશ્ય મળી જશે, હેલ્થ માં ધ્યાન દેવું, વિદ્યાના ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. ગુસ્સો ન કરવો, જે કરવાથી નુકશાન થઇ શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના માણસો માટે આ માસ નોર્મલ રહેશે. સ્વભાવમાં ઉગ્રતા હશે એ એમના કાર્યોમાં અડચણ લાવશે, વિદ્યાધ્યયન માં સાત્વિક ભોજન સહાયક રહેશે, વેપાર સામાન્ય રહેશે.