You are here
Home > Jyotish >

ક્યાં કારણોસર સ્ત્રીઓએ શિવલીંગનો સ્પર્શ ના કરવો જોઈએ, જાણો તેના પાછળની ચોંકાવનારી હકીકત

આજ ના આ કલયુગ મા માણસ પાસે સમય નથી, ઘણી વાર એવું લાગતું હોય છે કે અત્યાર ના સમય મા માણસો ભગવાન ના દર્શન કરવા મંદિરે જતાં ઓછા થઈ ગયાં છે. લાગે છે કે પ્રભુ ઉપર ની શ્રદ્ધા હવે ઓસરાતી જાય છે બધા પોતાની ક્ષણભંગુર મોહમાયા મા એટલા હદે વ્યસ્ત છે કે આ શૃષ્ટિ ના પાલનહાર ને ભૂલી ગયા છે. પણ શ્રાવણ માસ આવતા આ બધી વાતો ખોટી પડતી જણાય છે.

સવાર મા શિવમંદિર મા થતો રુદ્રાભિષેક તેમજ નાની-નાની દીકરીઓ હાથ મા પૂજાપા ની થાળી લઇ જતી હોય છે. ત્યારે એમ લાગતું હોય છે કે આ કળયુગ મા પણ હજુ આસ્થા મરણ નથી પામી પ્રભુ ને ભજનારા હજુ જીવિત છે. જો આટલી શ્રધ્ધા હશે તો પણ ઘણું ગણાશે. મોટેભાગે આખા વર્ષ મા બીજા કોઇપણ ત્યોહારો કરતા શ્રાવણ માસ નો મહિમા વધુ જોવા મળે છે.

તો આજે આ શ્રાવણ માસ ના અધિપતિ દેવ જેમનું સ્થાન દેવો મા પેહલા આવતું હોય તેવા દેવો ના દેવ મહાદેવ વિષે વાત કરવી છે. વાત કરવામાં આવે છે કે કોઇપણ શિવમંદિરે જયારે ભક્તો દર્શનાર્થે જતા હોય છે ત્યારે અમુક નિયમો નું પાલન કરવાનું થતું હોય છે આવે આપડા પુરાણો મા દર્શાવવા મા આવ્યું છે. જો કે ભક્તિ અને નિયમો ને કઈ લેવા દેવા નથી. કેમકે ભક્તિ તો માત્ર નિસ્વાર્થ ભાવ થી કરેલ પૂજા ને માનવામાં આવે છે.

આ વાત ને પણ નકારી ના શકાય કે આ સમગ્ર સંસાર નું સંચાલન કરતા જે કોઈ અદૃશ્ય શક્તિ કામ કરે છે તેના હાથ પણ અમુક નિયમો સાથે બંધાયેલા હોય છે. તો જયારે પણ શિવમંદિરે જાવ તો આ અમુક બાબતો નું ધ્યાન રાખવાથી તેમજ અમુક નિયમો નું પાલન કરવાથી આ જગત સારી રીતે ચાલી છે. આ સિવાય નિયમો ને લીધે ચારિત્ર્ય પોતાની હદ મા રહે છે,પરીણામે સમગ્ર જગત હદ મા રહે છે.

તો ચાલો જાણીએ કે ભક્તજનો ને ક્યાં-ક્યાં નિયમો નું પાલન કરવું જોઈએ. એમાં આજે વાત કરવી છે કે કેમ સ્ત્રીઓ ને શિવમંદિરે જતા શિવલિંગ ને અડાતું નથી. તો ચાલો વાત કરીએ આ વિશે. વાત એવી છે કે મંદિર ની અંદર જઈ ને સ્ત્રીઓ ને શિવલીંગ ને અડવું ના જોઈએ. સ્ત્રીઓ ને દુર થી જ શિવલીંગ પર અભિષેક કરવો જોઈએ, આવા ઘણા નિયમો નો ઉલ્લેખ આપળા શાસ્ત્રો સૂચવે છે.

સ્ત્રીઓ માટે શિવલીંગ અડવું છે વર્જિત

એવું માનવામાં આવે છે કે શિવલીંગ ભગવાન ભોલાનાથ ના યોનિ નો ભાગ છે. આ સાથે એક જૂની કથા પ્રચલિત છે કે જયારે માતા સતીએ પોતાના દેહ ને હવન મા હોમ કર્યો તો ત્યારે ભગવાન શિવ ને માતા સતી ના મૃત્યુ થી ઘણો આઘાત લાગ્યો અને તે માતા નું શરીર પોતાના હાથ મા લઇ સમગ્ર સંસાર મા નીકળી પડ્યા. આ શોકમગ્ન પ્રભુ તાંડવ કરતા-કરતા નગ્નવેશે ધરતી પર ઘૂમતા હતા અને આ અવસ્થા મા તેમને જોઈને ઋષિ પત્નીઓ પોતાની ભાન ભૂલી ગયેલી.

આ રૂપ ને શિવ નું એક અલૌલિક રૂપ માનવામા આવ્યું પરંતુ આ રૂપ થી ઋષિઓ ક્રોધે ભરાયા અને તેમણે ભગવાન ભોલાનાથ ને શ્રાપ આપ્યો જેથી ભગવાન ભોલાનાથ નું લીંગ ધરતી પર અવતર્યું અને ત્યાર ના સમય થી જ આ લીંગ આદિઅનાદી કાળ થી પૂજાતું આવે છે. આ શિવલીંગ એ શિવ ના પૌરુષત્ત્વ ની નિશાની મનાય છે. સ્ત્રીઓ તેની માત્ર પૂજા-અર્ચના કરી જ શકે છે તેને અડવું તેમના માટે નિષેધ કરવામાં આવ્યું.

આ પ્રસંગ બાદ થી આ વસ્તુ અમલ મા આવી હતી પરંતુ સદાશિવ ના વૈરાગ્ય ને જાણવો એક સામાન્ય માણસ માટે અઘરો છે કેમકે પોતાની પત્ની ના વિરહ મા ભાન ભૂલી અને વિચરતા ભગવાને પોતાના ભક્ત થી પણ શ્રાપ લેવો પડ્યો હતો. જેથી સ્ત્રીઓ ને શિવ મંદિર ના ગર્ભગૃહ મા જવાતું નથી.

બાર જ્યોતિર્લીંગ મા સમાવેશ થતો એવા સોમનાથ મદિર કે જે વિશાળ અને જગ પ્રસિધ્ધ છે તેવા મંદિરો ની ગર્ભગૃહ મા તો માત્ર બ્રાહ્મણો ને જ પ્રવેશવાનો અધિકાર છે. આ સાથે વાત જો કોઈ ગામ અથવા વગડા ના શિવ મંદિર ની થતી હોય ત્યાં આવી વ્યવસ્થા ના અભાવ ને લીધે બધાં ભાવિકભક્તો ગર્ભગૃહ ની અંદર જઈને શિવ પૂજન કરે છે.

ત્યાં કોઈ બંધન ન હોવાને લીધે આ વાત નું સ્મરણ કોઈ ને હોતું નથી અને તેના લીધે સ્ત્રીઓ ગર્ભગૃહ ની અંદર જઈ ને પૂજા કરતી હોય છે. એવું માનવામાં આવે છે કે શિવલીંગ ના થાળા મા સ્ત્રીનો પડછાયો ના પડવો જોઈએ પરંતુ જયારે સ્ત્રીઓ ત્યાં જાય છે તો પડછાયો તો પડવાનો જ છે માટે આ સ્ત્રીઓ ના જાય તો સારું અને દુર થી જ ભગવાન નું સ્મરણ કરી તેમના દર્શન કરવા જોઈએ.

Leave a Reply

Top