You are here
Home > News >

ક્યારેય જોઈ નહી હોય આવી ઉમદા પ્રતિભા, આ માણસ ને એક કે બે નહીં પણ લાગી ૨૦-૨૦ સરકારી નોકરી ની લોટરી

મિત્રો, હાલ મોટાભાગ ના યુવાવર્ગ સરકારી નોકરી મેળવવા ની ઈચ્છા ધરાવતો હોય છે. પરંતુ , વર્તમાન સમયમા સરકારી નોકરી મળવી ખુબ જ કપરી છે. હાલ, આપણે આજે આ લેખ મા રાજસ્થાન ના એક યુવક ની સફળતા અંગે ની વાત સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહી છે. રાજસ્થાન ના આ યુવક ને ૧ નહિ, ૨ નહી પરંતુ, ૨૦ સરકારી નોકરી લાગી છે. તેણે જે કોઈપણ વિભાગ ની પરીક્ષા આપી હતી તે દરેક મા તે પાસ થયો હતો અને તેને તે નોકરી પણ મળી હતી. આ ચમત્કાર તેણે માત્ર ૩૯ વર્ષની વય મા જ કરી બતાવ્યુ હતુ.

આ યુવક અનેક સરકારી ખાતામા કામ કરી ચૂક્યો છે. જેવી તેને અન્ય કોઈ પદવી પર નોકરી પ્રાપ્ત થાય તો તેની હાલની નોકરી છોડી દે છે. અત્યારે તે શેખાવટી ના બિસાઉ મા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યો છે. આ મલ્ટીટેલેન્ટ ધરાવતા વ્યક્તિ નુ નામ છે બજરંગલાલ કુલ્હરી. બજરંગલાલ કુલ્હરી ફતેહપુર જીલ્લાના ઉદનસરી ગ્રામ્ય વિસ્તાર નો નિવાસી છે. તેણે પોતાના અથાગ પરિશ્રમ ના બળ પર ૨૦ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે.

બજરંગલાલે માત્ર ૧૭ વર્ષની વયમા જ સરકારી નોકરી થી પોતાની કારકિર્દી નો પ્રારંભ કર્યો હતો. વર્ષ ૧૯૯૮ મા તેની પસંદગી ઈન્ડિયન નેવીમા થઈ ગઈ હતી. આ જ સમય દરમિયાન તેમની પસંદગી ઈન્ડિયન એરફોર્સ મા પણ થઈ ગઈ હતી. નોકરી ની સાથે બજરંગલાલે આગળ નો અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને માસ્ટર ડિગ્રી મેળવી હતી. નેવીમા નોકરી કરતા-કરતા બજરંગલાલે વર્ષ ૨૦૦૬મા ભારતીય કોસ્ટ ગાર્ડ ની સહાયક કમાન્ડન્ટ ની ભરતી ની લેખિત પરીક્ષામા ટોપ કર્યુ હતું.

આ જ વર્ષે તેમણે રાજસ્થાન પોલીસ ફોર્સ ની પરીક્ષા પણ પાસ કરી હતી. તેમણે મેનેજમેન્ટ મા પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા ની સાથોસાથ એક પછી એક અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બજરંગલાલે ૧૯૯૮મા ભારતીય નેવી અને એરફોર્સ, ૨૦૧૨મા એસ.બી.આઈ. ક્લાર્ક, ૨૦૧૩-૧૪ મા સી.જી.એલ. અને આઈ.બી.પી.એસ. ક્લાર્ક, આ ઉપરાંત વર્ષ ૨૦૧૩ની આર.એ.એસ. મા જે.સી.ટી.ઓ. માટે પણ સિલેક્ટ થયા હતા.

આ સિવાય વર્ષ ૨૦૧૩મા રાજસ્થાન રાજ્ય પથ પરિવહન નિગમ મા જૂનિયર એકાઉન્ટન્ટ, વર્ષ ૨૦૧૪મા પી.જી.ટી. હરિયાણા તેમજ સહાયક સાંખ્યિકી અધિકારી ના પદ પર ઉતીર્ણ થયા હતા. વર્ષ ૨૦૧૫મા શાળા ના લેક્ચરર ભરતી ની પરીક્ષામા સમગ્ર રાજસ્થાન મા ૧૬મુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ મા પી.જી.ટી. હરિયાણા તેમજ ૨૦૧૬મા આર.એ.એસ. ભરતી પરીક્ષામા આર.ટી.એસ. ના રૂપમા પસંદગી પામ્યા હતા. હાલ, અત્યારે બજરંગલાલ શેખાવટી બિસાઉ મા નાયબ મામલતદાર ના પદ પર ફરજ બજાવી રહ્યા છે.

Leave a Reply

Top