You are here
Home > Articles >

લગ્ન બાદ ઘરમા થતા નકામા ઝગડા અટકાવવા માટે ફક્ત આટલુ જરૂર વાંચો

દીકરાના લગ્ન થયા અને ઘરમાં નવી વહુ આવી ઘરમાં ખુશીનો માહોલ હતો. નવી વહુ બધાની સાથે હળીમળીને રહેતી હતી. નવી વહુ થી ઘરના બધા સભ્યો ખુશ હતા પરંતુ દીકરાની માં ખુશ ન હતી તે ઉદાસ રહેતી હતી.

દીકરાના પિતાએ તેની પત્ની ને ઉદાસ જોઈને આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે તેને તેની પત્નિને પુછ્યુ, કે જ્યારથી આપણાં ઘરમાં નવી વહુ આવી છે ત્યારથી તું ઉદાસ રહે છે. તેનું શું કારણ છે.

ત્યારે તેની પત્નિએ કહ્યુ લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. લગ્ન પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી હવે મારી સાથે બેસતો નથી અને મને ટાઇમ આપતો નથી.

તેને રજા હોય ત્યારે તે તેની વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. તેને મારા કરતા હવે તેની સાસુ નજીક લાગે છે, આપણો દીકરો હવે આપણો રહયો નથી તે તેના સાસુ સસરા નો થઈ ગયો છે.

હું આવા વિચારો થી ઉદાસ રહું છું. દીકરાના પિતાએ તેની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, તારી વાત સાચી છે. હવે આપણો દિકરો બદલાઈ ગયો છે. પરંતુ હું જે પૂછું તેનો જવાબ મને દે.

શું તને એવુ લાગે છે કે વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ ખરાબ કરી નાંખ્યુ છે? ત્યારે એ બોલી ના એવું મને નથી લાગતું, વહુ તો ઘરમાં સારી રીતે વર્તન કરે છે. અને મને સાસુ તરીકે માન પણ આપે છે. અને તે ઘરના બધા કામ પણ કરે છે. પરંતુ તેને આપણાં દીકરાને પોતાનો કરી લીધો છે. અને તે આપણાં દીકરાને મારા કરતા પણ વધારે સાચવે છે. તેથી આપણો દીકરો હવે એનો થઈ ગયો છે. ત્યારે છોકરાના પિતાએ હસીને કહ્યું.

જો પારકી દીકરી પુરેપુરી આપણી થઇ જતી હોય અને નવા ઘરમાં આવીને આપણાં ઘર પ્રમાણે સેટ થતી હોય તો આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય એમાં તને શું વાંધો. એમાં આમ ઉદાસ ના થવાઈ દીકરાના પિતા એ તેની પત્નીને સમજાવી ત્યારથી તે સમજી ગઈ અને ખુશ રહેવા લાગી અને વહુ સાથે સારું વર્તન કરવા લાગી.

મિત્રો એક દીકરી જયારે પોતાનું બધુ છોડીને સાસરે આવે છે અને ત્યાનાં નીતિ નિયમો પ્રમાણે રહે છે. અને બધાને પોતાના કરે છે. ત્યારે આપણે પુરેપુરા નહી પરંતુ માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો તેમાં શું વાંધો. જો બધા લોકો આવું વિચારે તો સમાજ માં કોઈ દીકરી દુખી ના થાઈ.

Leave a Reply

Top