You are here
Home > News >

લગ્નના પવિત્ર બંધને બંધાયાના ત્રણ દિવસમા જ નવવિવાહિત વધુ નીકળી કોરોના પોઝિટિવ, પતિ સહિત ૩૨ લોકોને કર્યા ક્વોરેનટાઈન

મિત્રો, હાલ મધ્યપ્રદેશની રાજધાની તરીકે ઓળખાતા ભોપાલ શહેરના રેડ ઝોનમા થયેલા એક વૈવાહિક પ્રસંગે હાલ બે જિલ્લામા હાહાકાર મચાવ્યો છે. લગ્નના ત્રીજા દિવસે જ પરણીને સાસરે આવેલી નવવધૂનો રિપોર્ટ કોરોના પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટ બહાર આવતા તુરંત જ વરરાજા સહિત લગ્નમા ઉપસ્થિત ૩૨ જેટલા લોકોને “હોમ ક્વોરેન્ટાઈન” કરી દેવામા આવ્યા છે.

આ નવવિવાહિત સ્ત્રી રેડ ઝોન ભોપાલથી પરણીને ગ્રીન ઝોન રાયસેનના મંડીદીપ વિસ્તારમા આવી હતી. જેના કારણે હાલ ગ્રીન ઝોન રાયસેનના તંત્ર વિભાગની ઊંઘ હરામ થઈ ચૂકી છે. હાલ હોમ ક્વોરેન્ટાઈન કરવામા આવેલા તમામ લોકો સાથે પૂછપરછ કરવામા આવી રહી છે કે, કેટલા લોકો તેમની સાથે સંપર્કમા આવ્યા હતા.

આ સમગ્ર ઘટના ભોપાલના જાટખેડી વિસ્તારની છે. જાટખેડી વિસ્તારમા વસવાટ કરતી યુવતીના સોમવારના રોજ વિવાહ કરવામા આવ્યા હતા. વરઘોડો રાયસેનથી આવ્યો હતો. યુવતીને ૭ દિવસ પહેલા તાવ આવ્યો હતો પરંતુ, દવા પીધા પછી તેનો તાવ ઉતરી ગયો હતો. જોકે, પરિવારની સાવચેતી માટે તેનો સેમ્પલ શનિવારે તપાસ માટે મોકલવામા આવ્યો હતો. પરંતુ, આ સમયની વચ્ચે સોમવારે યુવતીના લગ્ન થઈ ગયા અને હાલ લગ્નના ત્રીજા દિવસે યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હાલ, આ યુવતીના ઘરવાળા સહિત યુવતીના સંપર્કમા આવનાર તમામ સાસરી અને પિયર પક્ષના ૩૨ લોકોને તાત્કાલિક ધોરણે “હોમ ક્વોરેન્ટાઈન” કરી દેવામા આવ્યા છે. લગ્ન કરાવનાર પંડિત ને પણ ક્વોરેન્ટાઈન કરવામા આવ્યા છે. આ બધા જ લોકોના હાલ સેમ્પલ લઈ લેવામા આવ્યા છે. હાલ, ૧-૨ દિવસમા આ બધાના રિપોર્ટ આવી જશે.

હાલ, રાયસેનના પ્રશાસન દ્વારા સૌ કોઈને તેમના ઘરોમા રહેવા માટેની સૂચના આપવામા આવી છે. આ સિવાય સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા આ યુવતીના સંપર્કમા આવેલા લોકોની યાદી તૈયાર કરવામા આવી રહી છે કારણકે, એવુ શક્ય બની શકે કે, આ યુવતીના સંપર્કમા આવેલા અન્ય લોકો પણ ચેપથી સંક્રમિત થઇ ચુક્યા હોય અને તે સંક્રમિત લોકો અન્ય સ્વસ્થ લોકોને સંક્રમિત ના કરે તે માટે આ તપાસ હાથ ધરવામા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા દેશમા હાલ કોરોના વાયરસના કુલ મામલા વધીને ૧,૧૨,૩૫૯ થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમા ૫,૬૦૯ નવા કેસો સામે આવ્યા છે અને ૧૩૨ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તો વર્તમાન સમય સુધીમા આપણા દેશમા કુલ ૩૪૩૫ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે ૪૫,૩૦૯ કોરોના ના દર્દી તંદુરસ્ત થઈને ઘરે પાછા ફરી ચૂક્યા છે.

Leave a Reply

Top