You are here
Home > Articles >

લાખો મા કરવામા આવતુ હ્રદય નુ ઓપરેશન આ ડોક્ટર કરે છે સાવ મફત મા, સાથે જ દવા પણ આપે છે મફત

મિત્રો, વર્તમાન સમયમાં જો કોઈ સામાન્ય વ્યક્તિ ને દવાખાના પર જવું પડે તો તે સૌપ્રથમ એ વિચારે છે કે તેના નિદાન માટે ખર્ચ કેટલો આવશે? અને આ વિશે વધુ વિચાર કરવાથી તે વ્યક્તિ વધુ પડતો બીમાર પડી જાય છે. તેની બીમારી ના કારણે તેના કુટુંબ ના સદસ્યો પણ તણાવ માં રહે છે. હાલ, વર્તમાન સમયમાં દવાખાના નો ખર્ચ ઉઠાવવો એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે સરળ કાર્ય નથી.

જો તેમાં પણ કુટુંબ ના કોઈ સદસ્ય ને ઓપરેશન કરાવવા નું હોય તો સામાન્ય વ્યક્તિ ની આખી જિંદગીભર ની સેવિંગ્સ તે બીમારી ના નિદાન પાછળ ખર્ચ થઇ જાય છે. આવા સામાન્ય લોકો માટે મહારાષ્ટ્ર ના એક દાકતર ઈશ્વર નું સ્વરૂપ બની ને આવ્યા છે. આ દાકતર નું નામ છે મનોજ દુરીરાજ. ડો. મનોજ અત્યાર સુધી માં સંખ્યાબંધ લોકોના ઓપરેશન મફત મા કરી ચૂક્યા છે. પૂણેના આ દાકતર છેલ્લા ૧૦ વર્ષમા ૩૫૦ થી પણ વધુ લોકો ની હાર્ટ-સર્જરી કરી ચૂક્યા છે. હાર્ટ સર્જરી ના ઓપરેશન કરીને તેમણે અનેક લોકોને નવું જીવનદાન આપેલુ છે.

સામાન્ય રીતે હાર્ટ સર્જરી કરાવવા પાછળ લાખો રૂપિયા નો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રના આ સેવાભાવી દાકતર આ ઓપરેશન તદન મફત મા કરી આપે છે. આ ઉપરાંત જે વ્યક્તિ મહારાષ્ટ્ર નો નિવાસી ના હોય તથા જેની પાસે બીપીએલ કાર્ડ ના હોય તેવા દર્દીઓ ને ડો. મનોજ અહમદનગર સ્થિત ચેરીટેબલ ટ્રસ્ટ માં બાયપાસ સર્જરી કરી આપે છે. અહી બાયપાસ સર્જરી નો ચાર્જ માત્ર ૫૦ હજાર રૂપિયા જ લેવામાં આવ્યા છે. જેની સાપેક્ષે બીજા દવાખાનાઓ માં આ જ સર્જરી માટે લાખો રૂપિયા લેવા માં આવે છે.

ડો. મનોજ પુણેમા પોતાનું એક ખાનગી દવાખાનું પણ ચલાવે છે. તેમના આ દવાખાના માં જરૂરિયાતમંદ દર્દીઓ ના નિદાન માટે અનેકવિધ દાતાઓ અવારનવાર દાન પણ આપતા રહે છે. તમને વાત જાણીને નવાઈ લાગશે કે આ દાતાઓ માં કોઈપણ મોટા ઉદ્યોગપતિ કે નેતાઓ નથી પરંતુ, આ દાતાઓ સામાન્ય માણસો જ છે જે અહીંથી સારવાર મેળવી ચુકેલા છે અને જેમ તેમનું નિદાન અન્ય દ્વારા પ્રાપ્ત થયેલી સહાય દ્વારા થયું તેમ તે પણ અહી અન્ય દર્દીઓ ના નિદાન માટે અવારનવાર દવાખાના માં દાન આપતા રહે છે.

ઓપરેશન થઈ ગયા બાદ પણ વ્યક્તિ ને મેડીસીન લેવા માટે પણ ઘણો બધો ખર્ચો થઈ શકે છે. જે મેડીસીન દર્દીને દવાખાના સિવાય બહાર થી લાવવી પડે છે, તે ખુબ જ ખર્ચાળ હોય છે. આ મેડીસીન નો ખર્ચ પણ સામાન્ય વ્યક્તિની પહોંચ ની બહાર હોય છે, તેથી આ મેડીસીન નો ખર્ચ પણ ડો. મનોજ દ્વારા ઉઠાવવામાં આવે છે. ખરેખર , સામાન્ય વ્યક્તિ માટે આ દાકતર ઈશ્વર નું સ્વરૂપ બનીને આવ્યા છે.

Leave a Reply

Top