You are here
Home > Articles >

લેખિત પરીક્ષા વગર થઈ રહી છે હાલ રેલવેમા ભરતી, પગાર સાંભળીને ઉડી જશે હોંશ

મિત્રો, હાલ લોકડાઉન ના સમયમા ભારતીય રેલવે જુદા-જુદા ઝોન્સ માટે ભરતીની પ્રક્રિયા કરી રહ્યુ છે. થોડા દિવસ પહેલા જ ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ જાહેરાત બહાર પાડી હતી. હાલ, વેસ્ટર્ન રેલવેમા નોકરી માટેની તકો બહાર પાડવામા આવી રહી છે. જેના માટે ઑફિશિયલ જાહેરાત પણ કરવામા આવી ચૂકી છે અને તે અંગેની અરજી પ્રક્રિયા નો પણ પ્રારંભ થઇ ચૂક્યો છે. વેસ્ટર્ન રેલવેમા હાલ ધોરણ 10 પાસથી લઈને બી.એસ.સી. તથા એમ.બી.બી.એસ. પાસ કરી ચૂકેલા ઉમેદવારો માટે જુદા-જુદા પદો ની ભરતી કરવા માટે તક બહાર પાડવામા આવી છે.

કયા-ક્યા પદ પર છે જગ્યાઓ :

હાઉસ કિપિંગ અસિસ્ટન્ટ : ૯૦ જગ્યા , હોસ્પિટલ અટેન્ટન્ટ્સ : ૬૫ જગ્યા , રેનલ રિપ્લેસમેન્ટ/ હીમોડાયલિસિસ ટેક્નીશિયન : ૦૨ જગ્યા , સ્પેશલિસ્ટ ગાઈની/ઈંટેસિવિસ્ટ/ ફિઝિશિયન/ એનેસ્થેસિસ્ટ/ રેડિયોલોજીસ્ટ : ૧૧ જગ્યા , સી.એમ.જી. – જી.ડી.એમ.ઓ. : ૦૯ જગ્યા.
રેલવેમા ખાલી જગ્યાઓની કુલ સંખ્યા – ૧૧૭

અરજી અંગેની વિશેષ માહિતી :

વેસ્ટર્ન રેલવેમા આ જગ્યાઓ પર નોકરી માટેની ઓનલાઈન અરજી નો પ્રારંભ ૧૮ મે થી શરૂ થઈ ચૂક્યો છે. ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૨૪ મે  છે તથા ટેલીફોનિક ઈન્ટરવ્યૂની તારીખ ૨૬ મે છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે નિશુલ્ક છે. કોઈપણ ઉમેદવારે અરજી ફી ભરવાની રહેશે નહી.

શૈક્ષણિક યોગ્યતા :

જુદી-જુદી જગ્યાઓ માટે શૈક્ષણિક યોગ્યતા અને ઉંમરના ધારા-ધોરણો જુદા-જુદા હોય છે. હાઉસ કિપિંગ અસિસ્ટેંટ કે હોસ્પિટલ અટેન્ડન્ટ ની જગ્યા માટે ધોરણ ૧૦ પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. જ્યારે બીજી જગ્યાઓ માટે જુદી-જુદી શૈક્ષણિક યોગ્યતાઓ છે. આ ઉપરાંત ઉંમર મર્યાદા પણ કમ સે કમ ૧૮ વર્ષથી લઈને વધુમા વધુ ૩૩ કે ૫૩ વર્ષ સુધીની છે. ઉમેદવારો wr.indianrailways.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો તથા બીજી વિશેષ માહિતી મેળવી શકો છો.

કઈ જગ્યા પર કેટલો પગાર ચૂકવવામા આવશે :

રેલવેની આ જુદી-જુદી જગ્યાઓ પર પગાર ધોરણ પણ જુદા-જુદા જોવા મળશે જે આ મુજબ છે જેમકે, હાઉસ કિપિંગ અસિસ્ટન્ટ માટે ૧૮ હજાર રૂપિયા પ્રતિ માસ, હોસ્પિટલ અટેન્ટન્ટ્સ માટે ૧૮ હજાર રૂપિયા પ્રતિ માસ, રેનલ રિપ્લેસમેન્ટ/ હીમોડાયલિસિસ ટેક્નીશિયન માટે 35,400 રૂપિયા પ્રતિ માસ, સ્પેશલિસ્ટ ગાઈની/ઈંટેસિવિસ્ટ/ ફિઝિશિયન/ એનેસ્થેસિસ્ટ/ રેડિયોલોજીસ્ટ માટે ૯૫ હજાર રૂપિયા પ્રતિ માસ અને સી.એમ.જી. – જી.ડી.એમ.ઓ. માટે ૭૫ હજાર રૂપિયા પ્રતિ માસ ચૂકવવામા આવશે. આ તમામ ઉમેદવારો ની ભરતી પ્રક્રિયાનુ આયોજન મુંબઈ સેન્ટ્રલ સ્થિત જગજીવન રામ હોસ્પિટલમા થઈ શકે.

Leave a Reply

Top