You are here
Home > News >

લોકડાઉન 4.0: આજથી ફરી ઝગમગશે અમદાવાદ પરંતુ, આ વિસ્તારો હજુ પણ રહેશે બંધ

મિત્રો, હાલ ગુજરાત રાજ્યમા લોકડાઉનના ચોથા તબક્કા ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે હાલ આ તબક્કામા અમુક પ્રકારની છૂટછાટો આપવામા આવશે. હાલ, ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સમસ્યાને નિયંત્રણમા રાખવા સાથે આર્થિક ગતિવિધિ અને રોજીંદા જીવનમા થોડુ પરિવર્તન આવે તે માટે અમુક પ્રવૃત્તિઓને ગાઇડલાઇન આધારિત છૂટછાટ આપવાનો વ્યૂહ અપનાવવામા આવ્યો છે.

હાલ, સમગ્ર દેશમા કોરોનાની સમસ્યા બાબતે મુંબઇ પછી બીજા ક્રમે આવતા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર મુજબ અમુક પ્રકારની છૂટછાટ નક્કી કરવામા આવેલી છે. હાલ, સમગ્ર દેશમા ૩૩ ટકા સ્ટાફ સાથે પ્રાઇવેટ ઓફિસ તથા કન્ટેમન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમા ચાલુ કરવા દેવામા આવશે. પરંતુ, અમદાવાદ શહેરના પૂર્વ વિભાગમા હાલ હજુ પણ ખાનગી ઓફિસો બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બહાર પાડવામા આવેલી માર્ગદર્શિકા મુજબ સાબરમતી નદીની પશ્ચિમ તરફ આવેલા અમદાવાદ નગરી મા કન્ટેન્મેન્ટ ઝોન ની બહાર આવેલ આર્થિક પ્રવૃતિઓ તથા વ્યવસાય-ધંધા અને ઓફિસ ચાલુ કરવા દેવામા આવશે. પરંતુ, અમદાવાદ મહાનગર ના પૂર્વ તરફના વિસ્તારમા હાલ હજુ પણ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામા આવશે નહિ. ગુજરાત સરકાર દ્વારા કહેવામા આવેલી નદીની વ્યાખ્યાને જો ધ્યાનમા લઈએ તો અમદાવાદ ના જે વિસ્તારમા આર્થિક પ્રવૃતિઓ માટે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામા આવી નથી તે આ મુજબ છે.

અમદાવાદના પૂર્વ વિભાગમા ગોમતીપુર, ભાઇપુરા, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ વગેરે વિસ્તારો, ઉત્તર તરફના વિભાગમા કુબેરનગર, બાપુનગર, સરસપુર, ઠક્કરનગર, સૈજપુર, ઇન્ડિયા કોલોની, સરદાર નગર, નરોડા.વગેરે વિસ્તારો, દક્ષિણ તરફના વિભાગમા ઇન્દ્રપુરી, વટવા, લાંભા વગેરે વિસ્તારો અને મધ્ય તરફના વિભાગમા ખાડિયા, અસારવા, દરિયાપુર, જમાલપુર, શાહપુર, શાહીબાગ વગેરે વિસ્તારોમા એકપણ પ્રકારની છૂટછાટ આપવામા આવી નથી.

આ સિવાય સેન્ટ્રલ ઝોન, ખાડિયા, દરિયાપુર, શાહપુર, સાઉથ ઝોન, દાણીલીમડા, બહેરામપુરા અને મણીનગર આ બધા જ વોર્ડ હાલ ક્લસ્ટર કન્ટેઇન્મેન્ટ હેઠળ છે. હાલ, ગુજરાતમા દરેક જગ્યાએ આ પ્રમાણે વિભાગો પાડીને આર્થિક ગતિવિધિ શરુ કરવાનો હાલ પ્રયાસ કરવામા આવી રહ્યો છે. જેથી, આપને ફરી આર્થિક રીતે સધ્ધર બનીએ. માટે સરકાર દ્વારા જારી કરવામા આવેલી આ મુહિમ ને શક્ય તેટલો સહકાર આપો.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top