You are here
Home > News >

લોકડાઉન 4.0 નો પ્રારંભ, શાળા-કોલેજો તથા પાનના ગલ્લા અંગે લેવાયો મોટો નિર્ણય

મિત્રો, હાલ વર્તમાન સમયમા મોદી સરકાર દ્વારા કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમા લઈને આખા દેશમા ફરી એકવાર લોકડાઉન ૧૪ દિવસ માટે વધારી દીધુ છે. હાલ ,લોકડાઉન ૪.૦ નો પ્રારંભ થઇ ચુક્યો છે. આ લોકડાઉન ૪.૦ ૩૧ મે સુધી સમગ્ર દેશમા યથાવત રહેશે. કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી હાલ લોકડાઉન વધારવાની જાહેરાત કરવામા આવી ચુકી છે. આ લોકડાઉન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથન અનુસાર નવા રંગ અને રૂપ ધરાવે છે. હાલ, ગૃહમંત્રાલય દ્વારા આ અંગે વિશેષ ગાઈડલાઈન્સ આપવામા આવી છે.

હાલ, રવિવાર નાં રોજ લોકડાઉન નો ત્રીજો તબક્કો પૂર્ણ થઇ ચુક્યો છે ત્યારે આ લોકડાઉન પૂર્ણ થવાના છ કલાક પહેલા જ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખીને લોકડાઉન ૧૪ દિવસ સુધી લંબાવવા માટે કહ્યુ હતુ.
હાલ, આજે રાત્રે ૯ વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલા જ ૩૧મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.

હાલ, જાહેર કરવામાં આવેલા લોકડાઉન ૪.૦મા કેન્દ્ર સરકાર દ્વારા  અમુક પ્રકારની છુટછાટ આપવામા આવી છે. જેમા રેસ્ટોરન્ટ અને હોટલને છૂટછાટ મળી નથી. જોકે રેસ્ટોરન્ટમા હોમ ડિલીવરીને છૂટછાટ આપવામા આવી છે. શાળા અને કોલેજો બંધ રહેશે. તેવી જ રીતે કોચિંગ ક્લાસ પણ હજુ બંધ રહેશે. મૉલ અને જીમ પણ બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળ હજુ પણ અમુક નિશ્ચિત સમય માટે બંધ રહેશે.

સ્થાનિક અને ઈન્ટરનેશનલ હવાઈ સેવા પણ હાલ પુરતી બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. કોઇપણ પ્રકારની ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હાલ હજુ શરૂ કરવામાં આવશે નહિ. તેવીજ રીતે મેટ્રો અને રેલવે વિભાગ પણ હજુ થોડા સમય માટે બંધ રાખવામા આવશે.  આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનની રાજ્ય સરકારો ને પરિસ્થિતિ પ્રમાણે આ નિર્ણયોમાં પરિવર્તન કરવા માટેની સતા આપવામા આવી છે.

ગૃહમંત્રાલય દ્વારા જે લૉકડાઉનની ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે તેમા સ્પષ્ટપણે જણાવવામા આવ્યુ છે કે, લોકડાઉન દરમિયાન આર્થિક ગતિવિધી ચાલુ રાખવામા આવશે. રાજ્યો ની મંજૂરી દ્વારા બસ અને વાહનો દોડશે. પાન-મસાલાના ગલ્લા ખોલવા માટે મંજુરી આપવામા આવશે. આ સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે. કેબિનેટ સચિવ રાજીવ ગાબા હાલ લોકડાઉન ૪.૦ ની ગાઈડલાઈન્સ ને લઈને હાલ રાત્રે ૯ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને મહાનિર્દેશકો સાથે ચર્ચા કરશે.

Leave a Reply

Top