You are here
Home > News >

લૉકડાઉન ૫.૦ : આ શહેરો માટે તૈયાર કરવામા આવશે સખત નિયમોની સૂચી

મિત્રો, કોરોના વાયરસ સંક્રમણનો હાહાકાર આપણા દેશમા હજુ પણ યથાવત છે ત્યારે આવનાર સમયમા લૉકડાઉન ૫.૦ ને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હાલ, ૩૧મી મેના રોજ લૉકડાઉન ૪.૦ સમાપ્ત થઈ રહ્યુ છે ત્યારે મોદી સરકાર ફરીથી બેઠક કરી રહી છે અને જે જગ્યાઓ સૌથી વધારે પ્રભાવિત છે તેમના માટે લૉકડાઉન ૫.૦ ની એક વિશેષ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.

લોકડાઉન ૪.૦ પૂર્ણ થયા બાદ સરકાર જે વિસ્તારોમા આ સમસ્યાની નિમ્ન અસરો છે ત્યા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. સરકાર હાલ આવનારા લોકડાઉન ૫.૦ મા પ્રભાવશાળી વિસ્તારોમા કોરોના ચેઇનને તોડવા માટે એક વિશાળ રણનીતિ બનાવવાની છે.

આ જગ્યાઓએ મળી શકે છે શરતી રાહત :

ધાર્મિક પ્રવૃત્તિ અને વ્યવસાયને લગતી પ્રવૃતિઓમા મુક્તિ આપવા અંગે વિચારણા કરી શકે. રાજ્યો સાથેની બેઠકમાં ગૃહપ્રધાન અને કેબિનેટ સચિવે વર્તમાન સ્થિતિ અંગે તમામ રાજ્યોનો અભિપ્રાય લીધો હતો. આવી સ્થિતિમા એવી અટકળો લગાવવામા આવી રહી છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો મુખ્યત્વે ૧૧ શહેરો સુધી મર્યાદિત રહેશે.

આ વિસ્તારોમા લાગુ પાડવામા આવશે કડક નિયમ :

આપણા દેશના સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૧ શહેરોમા વાયરસ સામે કાર્યવાહી કરવાની તૈયારી પર વધુ ભાર આપવામા આવી શકે. આ શહેરો સાથે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવો, મુખ્યમંત્રીઓ, ડી.એમ. અને નગર કમિશ્નરોના સૂચનની પણ સમીક્ષા કરવામા આવી હતી. આ શહેરોમા મુંબઇ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, કોલકાતા, હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવેલ્લરનો સમાવેશ થાય છે.

આવુ હોય શકે લૉકડાઉન ૫.૦ નુ માળખુ :

આપણા દેશમા સૌથી વધારે કોરોનાની અસરથી પ્રભાવિત હોય તેવી જગ્યાઓને બાદ કરતા તમામ જગ્યાએ આપી શકાય છે છૂટછાટ. આ જગ્યાઓએ તમામ પ્રકારની આર્થિક ગતિવિધી શરૂ કરી શક્ય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ , મોલ્સ અને સિનેમા હોલ પર હજુ પણ થોડા સમય માટે પ્રતિબંધ રહી શકે. સાર્વજનિક સ્થાન પર માસ્ક પહેરવુ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ અનિવાર્ય. શાળા ખોલવા અને મેટ્રો ટ્રેન ફરી ચાલુ કરવા માટે રાજ્યોને આપી શકાય છૂટછાટ. લોકો માટે ધર્મસ્થળો ખુલ્લા મૂકી શકાય તેવી સંભાવના સર્જાઈ રહી છે.

Leave a Reply

Top