
મિત્રો, કોરોના વાયરસની સમસ્યાને દૂર કરવા માટે હાલ ભારતમા લોકડાઉન-૪ ચાલી રહ્યુ છે. જે આવનાર ૩૧મી મે એ પુરૂ થવા જઈ રહ્યું છે. જોકે હવે એવા પણ અહેવાલ મળી રહ્યાં છે કે, હજી ભારતમાં લોકડાઉન 5 લાગુ કરાવમાં આવી શકે છે. વડાપ્રધાન મોદી ‘મન કી બાત’માં લોકડાઉનની ૫.૦ ની જાહેરાત કરે તે વાતનું ખંડન કર્યાના એક જ દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સક્રિય બન્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લૉકડાઉન-૪ અંગે ગુરૂવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. તેમણે લૉકડાઉન-૪ બાબતે રાજ્યના મુખ્યમંત્રીઓના વિચાર જાણ્યા છે. અમિત શાહે લૉકડાઉન ૪.૦ની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ૩૧મે બાદ લૉકડાઉન પર તેમના રાજ્યોનો અભિપ્રાય અને આગળ આ અંગેના શુ પૂર્વયોજન છે તેના પર તેમના વલણો જાણ્યા હતા. શુ દેશમા લૉકડાઉન-૫.૦ લાગૂ થશે, તે જાણવા માટે હાલ સૌ આતુર છે.
લૉકડાઉન-૪ પૂર્ણ થતા પહેલા જ લૉકડાઉન-૫ આવવાની શક્યતા જોવા મળી રહી છે. ૩૧મી મે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી “મન કી બાત” કરશે. સૂત્રોના મત મુજબ પી.એમ. મોદી “મન કી બાત” મા ઘણી સ્પષ્ટતાઓ કરી શકે છે તથા હજુ પણ બે અઠવાડિયા માટે લૉકડાઉન વધારવાનુ નક્કી કરી શકે છે. જો કે “મન કી બાત” મા લોકડાઉન-૫.૦ ની જાહેરાત કરવાની વાતને ગૃહમંત્રાલયે ફગાવી દીધી હતી. પરંતુ, ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર સક્રિય બનતા આ અટકળોને પુનઃ એકવાર વેગ મળ્યો છે.
સરકાર હાલ અમુક પ્રકારની છૂટ આપીને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. પરંતુ, જે જિલ્લા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, તેને આ વખતે પણ રાહત મળવાની આશા ઓછી છે. સૂત્રો મુજબ, લૉકડાઉન-૫.૦ મા ૧૧ શહેરો પર કડક પગલા લઇ શકે. આ તે શહેરો છે જ્યા કોરોના વાયરસના કેસ નિરંતર વધી રહ્યાં છે.
આ શહેરો પર લેવામા આવી શકે કડક પગલા :
દિલ્હી , મુંબઈ , બેંગલુરૂ , પુણે , ઠાણે , ઇન્દોર , ચેન્નઈ , અમદાવાદ , જયપુર , સુરત અને કોલકત્તામા કોરોના વાયરસની વધુ પડતી અસર જોવા મળી રહી છે. આ ૧૧ શહેરોમા ભારતના કુલ સંક્રમિત કેસોના ૭૦ ટકા મામલા સામે આવ્યા છે, જ્યારે અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકત્તા અને મુંબઈમા કુલ દર્દીઓના ૬૦ ટકા કેસ છે. જેથી, આ શહેરોમા છુટછાટ આપવાની શક્યતા ઓછી છે.