You are here
Home > News >

લોકડાઉન દરમિયાન સબ ઈન્સ્પેક્ટર તેમજ લેડી સબ ઈન્સ્પેક્ટર ની આ પ્રેમ કહાની, જે વાંચતા તમારી આંખો ભરાઈ આવશે

મિત્રો, કોરોના ની સમસ્યા ને અટકાવવા માટે દાક્તરો ની સાથે-સાથે પોલીસ કર્મચારીઓ પણ એક યોદ્ધા ની માફક મેદાનમા અડીખમ ઉભા છે. તેઓ આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ યુધ્ધના કારણે ઘણા કર્મચારીઓએ પોતાના લગ્ન ટાળ્યા તો અમુક લોકો પોતાના બાળક નુ મોઢુ જોવા માટે પણ ઘરે જઇ શક્યા નથી.

આવી જ એક વાત રાજસ્થાન પોલીસના સબ-ઈન્સ્પેક્ટર અને તેની પત્ની લેડી સબ-ઈન્સ્પેક્ટરની જે સામે આવી છે. જયપુર ના પ્રતાપનગર કવોરોન્ટાઈન સેન્ટરમા ફરજ બજાવી રહેલા સબ-ઈન્સ્પેક્ટર સુંદરલાલ તંવર ની શનિવારે એટલે કે ૧૮ એપ્રિલના રોજ લગ્ન ની વર્ષગાંઠ હતી. પોતાની ફરજ આગળ મજબૂર હોવાના કારણે તે પોતાની પત્ની પાસે વર્ષગાંઠ મનાવવા જઈ શકે તેમ નહોતા.

સાથે જ અન્ય શહેરમા ફરજ બજાવતા સ્ત્રી સબ-ઈન્સ્પેક્ટર મળવા આવી શકે તેમ ના હતા. પરંતુ, આ સૌ ની વચ્ચે પોલીસ કર્મચારીએ પોતાની પત્ની માટે જે ભેંટ મોકલી તેને જોઇ તે લાગણીશીલ થઇ ગઇ. સબ-ઈન્સ્પેક્ટર સુંદરલાલે પોતાના એક મિત્ર ની સહાયતા થી પત્ની મંજુ તવંર માટે ભેંટ મોકલી.

આ ભેંટ મા પત્ની ને કોરોના થી બચવા માટે એ-૯૫ ના ૪ માસ્ક, એક સેનેટાઇઝર ની બોટલ, એલોવેરા જ્યુસ ની બોટલ અને તુલસી નુ અર્ક મોકલાવ્યું. આ ભેંટ જોઇને સબ-ઈન્સ્પેક્ટર મંજુ તવંર ની આંખો માંથી હર્ષ ના આંસુ આવી ગયા.

ભેંટ મોકલ્યા બાદ ઈન્સ્પેક્ટર સુંદરલાલે પત્ની મંજુને ફોન કરી વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી. ત્યારબાદ જણાવ્યુ કે, “ કેવી લાગી મારી મોકલેલી ભેંટ તો પત્નીએ જણાવ્યુ કે, મે જે વિચાર્યુ હતુ તેના થી પણ વિશેષ ભેંટ આપી છે. કોરોનાની સમસ્યા ના સમય મા એસ.આઈ. સુંદરલાલે પત્ની મંજુ ને લગ્ન ની વર્ષગાંઠ પર ભેંટમા માસ્ક, સેનેટાઇઝર, એલોવેરા અને તુલસી નુ જ્યુસ મોકલ્યુ હતુ.

ઈન્સ્પેક્ટર સુંદરલાલે ભેંટ ની સાથે બે ગુલાબ ના ફૂલ અને પોતે લખેલી કવિતા પણ મોકલી હતી. જેને જોઇને પત્ની ની આંખ મા પણ અશ્રુ આવી ગયા હતા અને આ લોકડાઉન મા આ યુગલે વર્ષગાંઠ ની આ રીતે અનોખી ઉજવણી કરી.

Leave a Reply

Top