You are here
Home > Articles >

લોકડાઉન ને લઇ ને ડબલ્યુ.એચ.ઓ.એ કરી ભારત ની પ્રશંસા, કીધું કે દેશમા કેવી રીતે રોકવામા આવશે કોરોના

મિત્રો, કોરોના વાયરસ ને નિયંત્રણ મા લાવવા માટે ભારત દેશ દ્વારા કરવામા આવેલા સાહસિક લોકડાઉન ના નિર્ણય ને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા વખાણવામા આવ્યો છે. પરંતુ, તેમને આ સાથે ચેતવણી પણ આપી છે કે જો યોગ્ય સુવિધા વિના લોકડાઉન ખત્મ કર્યુ તો ફરી થી કોરોના વાયરસ ઉભરી શકે છે. જીનીવા મા એક અગ્રણી ન્યુઝ મીડિયા સાથે વાત કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના અધ્યક્ષ ટ્રેડોસે હાલ ભારત ના ખૂબ જ વખાણ કર્યા કે ભારત મા હાલ કોરોના પોતાની પ્રારંભિક અવસ્થામા છે.

જેથી, અહીયા લોકડાઉન કરવાનો એક યોગ્ય નિર્ણય લેવાયો. તેમણે કહ્યુ કે ભારત ની પાસે અદભુત ક્ષમતા છે અને એ જોવુ ખૂબ જ અગત્ય નુ અને સારુ છે કે ભારત હાલ આ સમસ્યા ને દૂર કરવા માટે ના પ્રારંભિક ઉપચારો કરી રહ્યુ છે. કોરોના ને ગંભીર થતા પૂર્વે જ તેને દબાવા ની અને નિયંત્રણ મા લાવવાના પ્રયાસો કરવામા આવશે.

શરૂઆત મા જ ભારત ના લોકડાઉન કરવાના નિર્ણય પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના અધ્યક્ષ ટ્રેડોસે કહ્યુ કે “હાલ, જે સ્તર પર ભારત પગલા લઈ રહ્યુ છે તે વખાણ કરવાને લાયક છે. એ ખૂબ જ અગત્યનુ છે કે કોરોના ફેલાય તે પૂર્વે જ તેને ખત્મ કરી દેવો. ભારતમા અત્યાર સુધીમા અંદાજે ૭૦૦ જેટલા કેસ છે”. શુ આપણા દેશમા ત્રણ અઠવાડિયા ના લોકડાઉનની સફળતા બાદ પણ ભારતમા આ વાયરસ બીજા અને ત્રીજા તબક્કામાં ફેલાવાનુ રિસ્ક છે?

તેના પર વિશ્વ સ્વાસ્થય સંગઠન ના કાર્યકારી નિર્દેશક મિશેલ જણાવે છે કે યોગ્ય ઉપાયો અને આવશ્યક સુરક્ષાઓ ને લાગૂ કર્યા વગર દેશ ને તેમાથી બહાર કાઢવો અત્યંત મુશ્કેલ છે. જો તે ફરી થી પાછો આવે તો તે પડકાર હશે. ડોક્ટર ક્ષમતોઆ ના વિસ્તાર કરવા પર જોર આપ્યું અને કહ્યું કે ભારત એ તમામ વસ્તુઓ કરી રહ્યુ છે પરંતુ, પછીના તબક્કા ને ટાળવા માટે અન્ય બીજા વિકલ્પો પર પણ કાર્ય કરવુ આવશ્યક છે.

ડોક્ટર રેયાને જણાવે છે કે, ભારતમા અવિશ્વસનીય ક્ષમતાઓ છે પરંતુ અન્ય કેટલીક આવશ્યક વસ્તુઓ પર કાર્ય કરવુ પણ આવશ્યક છે. તમારી પાસે આવા કેસને શોધવા માટેની એક યોગ્ય પ્રણાલી હોવી જોઇએ, તમારે ટેસ્ટ કરાવવા પડશે. આ સાથે તમારે સારવાર અને આઇસોલેટ કરવાની પોતાની ક્ષમતા પણ વધારવી પડશે. ક્વારેન્ટાઇન ની શ્રેષ્ઠ સુવિધા હોવી આવશ્યક છે, જો આ બધુ એક જ જગ્યાએ હોય છે તો આપણે આ સમસ્યા ને જડમૂળ થી દૂર કરી શકીએ.

ડબ્લ્યુ.એચ.ઓ. ટાસ્ક ફોર્સ ના પ્રતિનિધિઓએ ભારત ની યાત્રા કરી હતી તે દરમિયાન તેમણે જાણ્યુ હતુ કે ભારત એક વિશાળ દેશ છે અને કોઇ સમસ્યા ના નિવારણ માટે કોઇ એક જ પદ્ધતિ કારગત નીવડતી નથી માટે હજુ પણ લોકડાઉન ખુલે તે પહેલા અમુક તૈયારીઓ કરવી આવશ્યક છે. જેથી, આ કોરોના નામ ની સમસ્યા આપણા દેશ માથી સંપૂર્ણપણે દૂર થઈ જાય.

Leave a Reply

Top