You are here
Home > Articles >

લોકડાઉન ને લીધે આ દીકરી સાઇકલ પર વેચતી હતી શાકભાજી, પોલીસ તેને જોઈ ગઈ અને પછી…

મિત્રો, હાલ સમગ્ર દેશમા લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે આ લોકડાઉન દરમિયાન ઘણી એવી પ્રેરણાદાયી અને અવિશ્વસનીય ઘટના બની છે જેને લોકો દ્વારા સરાહવામા આવી છે. હાલ થોડા દિવસો પહેલા દિબ્રુગઢ પોલીસના અધિકૃત ટવીટર હેન્ડલ પર અમુક ફોટોસ શેર કરવામા આવ્યા છે જેમણે હાલ ઈન્ટરનેટ મીડિયા પર ચકચાર મચાવ્યો છે. હાલ , લોકો પણ આ ઘટનાને લઈને ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે.

સમગ્ર ઘટના છે કઈક આવી :

દિબ્રુગઢ પોલીસ પોતાના ટવીટર હેન્ડલ પર સમગ્ર ઘટના જણાવતા કહે છે, જનમોની ગોગોઈ એ પોતાની ફેમીલી નુ ભરણપોષણ કરવા માટે સાયકલ પર સબ્જી વહેંચાતી હતી. તેમના આ આત્મનિર્ભરતાના કાર્યથી પ્રેરિત થઈને આસામ ના ડી.જી.પી. દ્વારા તેનું કાર્ય સરળ બનાવવા માટે તેને મોપેડ ગિફ્ટ કરવામા આવ્યું હતુ.

કુટુંબ ની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે અભ્યાસ છોડીને વહેંચી રહી છે સબ્જી :

જનમોની ગોગોઇએ એ દિબ્રુગઢ જિલ્લાના બોગીબોલ વિસ્તારની નિવાસી છે. તેમણે તેમના જિલ્લા ની સરકારી શાળામા ૧૨ મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તે હજુ પણ આગળ ભણવા ઇચ્છતી હતી પરંતુ , ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેણે સાઇકલ પર સબ્જી વહેંચવાનું કારી શરૂ કર્યું. તેણીના આ કાર્ય ને જોઈને આસામ પોલીસ દ્વારા તેણે મોપેડ ગિફ્ટમા આપવામા આવ્યુ. આસામ પોલીસ તથા ત્યાના લોકો જનમોની ને ખરા હ્રદય થી સલામ કરી રહ્યા છે. ખરેખર આ જ લોકો છે જેના કારણે આપણો દેશ હાલ વિકાસ ના પંથે છે.

Leave a Reply

Top