You are here
Home > Articles >

લોકડાઉન ની પરિસ્થિતિ મા એક ગર્ભવતી મહિલા માટે “દેવદૂત” બનેલા પોલીસકર્મી ના નામ પરથી સ્ત્રીએ પોતાના દીકરાનુ નામ રાખ્યું “રણવિજય ખાન”

મિત્રો, આ કોરોના ની સમસ્યા ના ફેલાવા ને અટકાવવા માટે સમગ્ર દેશમા ૨૧ દિવસનુ લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે. આ લોકડાઉન ના કારણે ઘરમા બંધ લોકો ને અમુક બાબતો ની સમસ્યા થઈ રહી છે. ત્યારે આ સમય દરમિયાન અમુક એવા ‘કર્મવીર’ છે જેમની પ્રશંસનીય કામગીરી આપણા મોઢા પર સ્મિત છલકાવી દેશે. આવો જ એક કિસ્સો છે તમન્ના અને તેના પતિ અનીસ ખાન નો.

મુસ્લિમ તમન્ના અલી ને હિંદુ પોલીસકર્મીએ કરેલી સહાયતા એટલી સ્પર્શી ગઈ કે તેણે પોતાના નવજાત પુત્ર નુ નામ પોલીસકર્મીના નામ પરથી ‘રણવિજય ખાન’ પાડી દીધુ. બરેલીની નિવાસી તમન્નાના પતિ અનીસ ખાન કોઈ અંગત કાર્ય હેતુસર ૧૦ દિવસ પહેલા નોઈડા ગયા હતા. તેઓ પાછા આવવા ની તૈયારી કરતા હતા ત્યારે જ લોકડાઉન ના સમાચાર આવ્યા. આ તરફ ઘરે ગર્ભવતી પત્ની તમન્ના એકલી હતી. અનીસ નોઈડા થી પરત આવી શકે તેમ નહોતો અને તમન્ના ઘરે એકલી જ પરેશાન થઈ રહી હતી.

બુધવાર ના રોજ તમન્નાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરીને પોતાની સમસ્યા સૌ કોઈ સાથે શેયર કરી હતી. આ વિડીયો બરેલીના એસ.પી. સુધી પહોચ્યો હતો માટે તેમણે નોઈડા મા ફરજ બજાવતા એ.સી.પી. કુમાર રણવિજય સિંહ ને આ મામલે સહાયતા કરવા માટે કહ્યુ, આ દરમિયાન રણવિજય એક મેડિકલ સ્ટોર પર અમુક દવા ખરીદી રહ્યા હતા. આ તરફ તમન્ના ની હાલત બગડી હતી. તેમણે તમન્ના ને ફોન કરીને અનીસ નુ ચોક્કસ લોકેશન મેળવ્યુ.

આ દરમિયાન તેમને એવી માહિતી મળી કે તમન્ના ને લેબર પેઈન શરૂ થઈ ગયુ છે અને તેના ઘરમા કોઈ જ નથી. બુધવારે રાત્રે અંદાજિત ૧૧ વાગ્યે રણવિજયે ગાડીની વ્યવસ્થા કરીને તેના પર ઓર્ડર પાસ લગાવીને અનીસ ને બરેલી મોકલ્યો. રાત્રે ૨:૩૦ કલાકે અનીસ બરેલી પહોંચ્યો ત્યારે આસપાસ ના લોકો ની સહાયતા થી તમન્ના હોસ્પિટલ પહોંચી હતી. મીડિયા સાથે વાત કરતા અનીસે જણાવ્યુ કે, ‘મારી પત્નીએ જ્યારે મને જોયો ત્યારે તેની આંખ માંથી આંસુ સરી રહ્યા હતા.

તેણે તુરંત જ રણવિજય સર ને મેસેજ કરીને કહ્યુ કે, જો પુત્ર નો જન્મ થશે તો તેનુ નામ રણવિજય પાડીશ. હુ બરેલી પહોંચ્યો એની ૪૫ મિનિટ મા જ મને પિતા બનવાની ખુશી મળી. અમે પુત્ર નુ નામ રણવિજય રાખ્યુ છે. મારી પત્ની ને જરાપણ આશા નહોતી કે હું તેના સુધી પહોંચી શકીશ પરંતુ, પોલીસ ની મદદ થી આ શક્ય બન્યું.’ તો આ તરફ એ.સી.પી. રણવિજય નું કહેવુ છે કે તેમણે ફક્ત પોતાની ફરજ નિભાવી છે.

રણવિજયે કહ્યુ, “લોકો સમજે છે કે પોલીસવાળા કઠોર હૃદય ધરાવતા હોય છે પરંતુ, અમે જેટલા કઠોર દેખાય છીએ તેટલું જ માનવીય જરૂરિયાતો ને પણ સમજીએ છીએ. અમે કોઈ ની પીડા જોઈ નથી શકતા. જ્યારે એક સ્ત્રી પહેલીવાર માતા બનવાની હોય ત્યારે તેને તેના પતિ ની સૌથી વધુ આવશ્યકતા હોય છે. મે તમન્ના ને કહ્યુ હતુ કે, હુ અનીસ ને તારી પાસે પહોંચાડવા નો પૂરતો પ્રયત્ન કરીશ. મે ફક્ત મારી ફરજ નિભાવી છે.”

Leave a Reply

Top