You are here
Home > Health >

“લવિંગ” ના સેવન થી થશે આ બીમારીઓ દુર, તો જાણો “લવિંગ” ના અદભુત ફાયદાઓ

મિત્રો, લવિંગ માં ભરપૂર પ્રમાણમાં ઔષધીય ગુણતત્વો હોય છે અને તેનું સેવન કરવાથી અનેકવિધ રોગો માંથી મુક્તિ મળી શકે છે. તમે આ લવિંગનું અનેકવિધ રીતે સેવન કરી શકો છો. અમુક લોકો સબ્જી માં તેને ઉમેરીને સેવન કરે છે. જ્યારે અમુક લોકો ચોખા બનાવતા સમયે તેમાં લવિંગ ઉમેરી તેનું સેવન કરે છે. લવિંગ નો સ્વાદ અત્યંત તીક્ષ્ણ હોય છે અને તે અત્યંત સ્ટ્રોંગ સુગંધ આપે છે. લવિંગ એ ખૂબ જ ગરમ તાસીર ધરાવે છે, તેથી ભોજન બનાવતા સમયે માત્ર એક અથવા બે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

લવિંગમાં સમાવિષ્ટ પોષકતત્વો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ માંથી મુક્તિ અપાવે છે અને તેનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. સ્વાસ્થ્ય ઉપરાંત લવિંગ સ્કિન માટે પણ લાભદાયી માનવામાં આવે છે. જો તમે લવિંગ નો ઉપયોગ સ્કિન પર લગાવવા માટે કરો છો તો તમે સ્કિન સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો છો.

સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા લવિંગ થી પ્રાપ્ત થતા લાભો :

ગેસ ની સમસ્યા દૂર થાય :

જો તમે પેટમા ગેસની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો લવિંગ ના સેવન થી તમને તેમાં અવશ્ય મુક્તિ મળશે. ગેસ ઉપરાંત કબજિયાત ની સમસ્યા ને સુધારવા માટે પણ સહાયરૂપ બને છે. ગેસ અને કબજિયાત ની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે એક ગ્લાસ પાણી ને હૂંફાળું ગરમ કરો અને આ પાણીમા લવિંગ ના ઓઇલ નું એક ડ્રોપ ઉમેરો. ત્યારબાદ આ પાણી નું સેવન કરી લ્યો , તમને તુરંત જ ગેસ અને કબજિયાત ની સમસ્યા માંથી રાહત મળશે.

મોઢા મા આવતી દુર્ગંધ દૂર થાય :

મોઢા માંથી આવતી દુર્ગંધ ને દૂર કરવા માટે લવિંગ નું પાણી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ૪ લવિંગ લઈ તેને ક્રશ કરીલો ત્યારબાદ તેને એક ગ્લાસ પાણીમાં ઉમેરો. આ પાણીને વ્યવસ્થિત રીતે ઉકાળો. જ્યારે આ પાણી ઠંડુ પડી જાય, ત્યારે તે પાણી ના કોગળા કરી લો. લવિંગના પાણીથી કોગળા કરવાના કારણે મોઢા માંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે. તમારે આ ઉપચાર નિરંતર એક વીક સુધી અજમાવતા રહેવો પડશે. લવિંગના પાણી ના કોગળા કરવા સિવાય, જો તમે ઇચ્છો તો આખા લવિંગ નું પણ સેવન કરી શકો છો.

દાંત ના દર્દ મા રાહત થવી :

દાંત ના દર્દ મા રાહત મેળવવા માટે લવિંગ નું ઓઇલ લાભદાયી સાબિત થાય છે. દાંતમા દર્દ થતો હોય તો લવિંગ નું ઓઇલ તેના માટે અસરકારક સાબિત થઈ શકે છે. રૂ મા થોડું લવિંગ નું તેલ લગાવવું અને આ રૂ ને જે દાંત પર દર્દ થતો હોય ત્યાં રાખવું. તેને ૧૦ મિનિટ સુધી ત્યાં રાખી મૂકવું. દિવસમાં બે વાર દાંત પર આ રીતે ઓઇલ લગાવવાથી દાંતના દર્દ માંથી રાહત મળશે. દાંતના દર્દ ને દૂર કરવા ઉપરાંત, આ ઓઇલ પેઢાને પણ મજબૂત બનાવે છે.

ડાર્ક સર્કલ્સ દૂર થાય છે :

૧ ચમચી ચણાના લોટમાં થોડું લવિંગ પાવડર અને ગુલાબજળ ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાવો. આ પેસ્ટને વિક માં બે વાર લગાવો જેથી ડાર્ક સર્કલ્સ ની સમસ્યા દૂર થાય. આ ઉપરાંત આ પેસ્ટ લગાવવાથી સ્કિન પરના દાગ ધબ્બા પણ દૂર થાય છે. ફેસ પર થતી ફોલ્લીઓ પણ આ પેસ્ટ થી દૂર થઈ જાય છે.

વાળ ખરવા ની સમસ્યા દૂર થાય છે :

વાળ વધુ પડતા ખરતાં હોય ત્યારે લવિંગ ના પાણી થી હેર વોશ કરવા. આ લવિંગ ના પાણી થી હર વોશ કરવા થી, વાળ મજબૂત બનશે અને સાથોસાથ વાળ ની શુષ્કતા પણ દૂર થઈ જશે.

Leave a Reply

Top