You are here
Home > Health >

“મગફળી” સ્વાસ્થ્ય માટે છે વરદાન સ્વરૂપ, જાણો તેના થી થતા શારીરિક લાભ વિશે

મિત્રો, હાલ હવે શિયાળાની ઋતુ પૂર્ણ થવાના આરે છે. આ ઋતુ મા સ્વાસ્થ્ય ની સંભાળ રાખવી ખૂબ જ આવશ્યક છે. આ ઋતુ મા તંદુરસ્ત રહેવા માટે લોકો ભરપૂર પ્રમાણમા પોષકતત્વો ધરાવતા આહાર નું સેવન કરે છે. આ જ કારણોસર હાલ અમે તમને મગફળી થી પ્રાપ્ત થતા અમુક વિશેષ લાભો વિશે માહિતી આપીશું.

આ મગફળી નું સેવન લોકો વિશેષ કરીને શિયાળાની ઋતુ મા વધુ પડતું સેવન કરે છે. આ દિવસોમા તેની માંગ બહોળા પ્રમાણમા વધી જાય છે કારણ કે, તેમાં મોટાભાગે તમામ પ્રકાર ના સ્વાસ્થ્યવર્ધક પોષકતત્વો પ્રાપ્ત થઈ આવે છે જે આપણા શરીરને અંદર થી મજબૂત બનાવવા માટે બહુ લાભદાયી છે. તેને પ્રોટીન મેળવવા માટેનું મુખ્ય સ્રોત ગણવામાં આવે છે.

માત્ર મગફળી જ નહીં, પરંતુ, તેનું તેલ પણ ઘણી રીતે લાભદાયી થાય છે. તો ચાલો આજે આ લેખમા આપણે મગફળીના સેવન થી સ્વાસ્થ્યને થતા લાભો વિશે માહિતી મેળવીશું. મગફળી એ આપણાં ગુજરાતમાં અને વિશેષ કરીને કાઠિયાવાડમાં ખૂબ જ વધુ પડતી ખવાતી ચીજવસ્તુ છે. સૌરાષ્ટ્રની શાન કહેવાતી મગફળી કેટલી લાભદાયી છે, તે તમે ના જાણતાં હોવ તો આ લેખ અવશ્યપણે વાંચજો.

હૃદય માટે લાભદાયી :

પ્રોટિન જેવા અનેક પૌષ્ટિક તત્વોથી ભરપૂર મગફળી હૃદય ને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત સવારે અને સાંજે તેનું સેવન કરો છો તો તમને હૃદય સાથે સંકળાયેલા રોગ થવાનું જોખમ ઘટી જાય છે. આ સિવાય તે કોલેસ્ટરોલ પર નિયંત્રણ રાખવામાં સહાયરૂપ બને છે.

કેન્સર સામે રક્ષણ આપે છે :

મગફળી નું સેવન કરવાથી કેન્સર ના જોખમ માં પણ ઘટાડો જોવા મળે છે. આ માટે, તમારે વીક માં બે વખત મગફળી માંથી બનેલ માખણ એટલે કે પીનટ બટર ૨ ચમચી રાત્રે આહાર મા અવશ્યપણે લેવું જોઈએ. તે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે અને તેનાથી પેટના કેન્સરનું જોખમ પણ ઘટી જાય છે.

હાડકા સ્ટ્રોંગ બનાવે :

મગફળી નો ઉપયોગ આહારમા નિયમિતપણે કરવો જોઇએ કારણ કે તે હાડકાં ને મજબૂત બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં પ્રોટિન ભરપૂર પ્રમાણ મા મળી આવે છે આ ઉપરાંત તેમાં વિટામિન ડી અને કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણ મા સમાવિષ્ટ હોય છે. મગફળી ને હાડકાં માટે ની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ દવા કહી શકાય છે.

પાચનતંત્ર મજબૂત બનાવે છે :

તે પ્રોટીન પ્રાપ્ત કરવાનો સારો એવો સ્રોત છે. તે આપણી પાચકશક્તિ ને યોગ્ય રાખવામાં સહાયરૂપ બને છે, તમે આહાર નું સેવન કરતા સમયે જો આહાર મા થોડા આવશ્યક પરિવર્તન કરો તો તે તમારા માટે લાભદાયી સાબિત થાય છે.

મગફળીનુ તેલ પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થાય છે:

તમે ઓલિવ ઓઈલ અને કોકોનટ ઓઇલ વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ , શુ તમને મગફળી ના તેલ તથા તેનાથી પ્રાપ્ત થતા લાભો વિશે માહિતી છે ખરાં? જો તમે મગફળીના તેલ મા ઘરે ભોજન રાંધીને તેનું સેવન કરતા હોવ, તો તમે અવશ્યપણે આ તેલ ના લાભ વિશે માહિતી મેળવી શકો છો.

ચરબી ને નિયંત્રણ મા રાખે છે :

મગફળી નું તેલ એ શરીર ની ચરબીને નિયંત્રણ મા લાવવામાં સહાયરૂપ બને છે. આ એ તેલ છે જે વજનમા વધારો કરતું નથી પરંતુ, તેના થી ઉલ્ટું તેને ઘટાડે છે. આ સિવાય તેમાં એ પ્રકાર ના ચરબીયુક્ત એસિડ્સ નું સંતુલિત પ્રમાણ હોય છે, જે ચરબી વધારતું નથી પણ ઘટાડે છે.

ડાયાબિટીસ ની સમસ્યા માંથી મુક્તિ અપાવે છે :

જે લોકો ડાયાબિટીસ જેવી સમસ્યા થી પીડાતા હોય છે તેમના માટે મગફળી નું તેલ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તે લોકોએ હંમેશા આ મગફળીના તેલ થી રાંધેલા આહાર નું સેવન કરવું જોઈએ. આમ કરવાનું વિશેષ કારણ એ છે કે આ તેલ નું સેવન કરવાથી શરીરમા ઇન્સ્યુલિન નો પૂરતો જથ્થો પ્રાપ્ત થઈ રહે છે. આ સાથે, રક્ત મા ગ્લુકોઝ નું સ્તર પણ નિયંત્રિત રહે છે.

વાળ અને નખ ની સમસ્યાઓ દૂર કરે છે :

મગફળીનું તેલ વાળ માટે વરદાન સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી વાળને આવશ્યક પોષકતત્વો પ્રાપ્ત થઈ રહે છે. આ તેલ માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળને પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે તથા વાળના મૂળ ફાટી જવાની કે ખરી જવા જેવી સમસ્યા માંથી મુક્તિ અપાવે છે. જો તમે ખોળા ની સમસ્યા થી પીડાવ છો તો મગફળીના તેલ થી માલિશ કરો. આ તેલ થી માલિશ કર્યા બાદ ખોળા ની સમસ્યા જડમૂળ થી દૂર થઈ જશે.

મગફળી નો ઉપયોગ કરીને તમે અનેકવિધ વ્યંજનો પણ બનાવી શકો છો :

મગફળીના બી એટલે કે દાણા ને બાફીને, શેકીને કે તળીને અથવા તો વધારીને તેનું સેવન કરી શકો છો. સેવ-મમરા મા કે ચેવડા-ચવાણું મા નાખીને પણ તેનું સેવન કરી શકાય છે. આ ઉપરાંત તુવેર દાળ કે પછી બટાકા ની સુકીભાજી જેવી સબ્જી મા પણ મગફળી ઉમેરીને તેનું સેવન કરી શકાય છે. આમ, મગફળી એ આપણાં સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અત્યંત ઉપયોગી અને ગુણકારી છે. ખરેખર તે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે.

Leave a Reply

Top