You are here
Home > Jyotish >

મહંત ને સ્વપ્ન મા દેખાયા હનુમાનજી, ૬૪ ટનની મૂર્તિ લઈને પહોચ્યા પ્રયાગરાજમા

મિત્રો , આપણો દેશ એ પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહીં રોજબરોજ અનેક એવા ચમત્કારો ની ગાથા સાંભળવા મળે છે. તો આજે આપણે આ લેખ મા એક આવા જ ચમત્કાર વિશે વાત કરવાની છે, જે સાંભળીને તમે થોડા સમય માટે સ્તબ્ધ થઈ જશો. વાત કંઈક એવી છે કે રાજસ્થાન સ્થિત ભીલવાડા ના સંકટમોચન મંદિર ના મહંત બાબુગિરી ની કે જે ૬૪ ટન નું વજન ધરાવતી બજરંગબલી ની મૂર્તિ લઈ ગુરુવાર ના રોજ પ્રયાગરાજ પહોંચ્યા હતા.

રાજસ્થાન ના ભીલવાડા થી ૯ ફેબ્રુઆરી ના રોજ પ્રારંભ કરેલી યાત્રા ૧૮ દિવસ બાદ પ્રયાગરાજ ના સંગમ પરિસરમા પૂર્ણ થઈ. શુક્રવાર ની વહેલી પરોઢે વૈદિક મંત્રોચ્ચાર દરમિયાન ગંગાજળ, દૂધ અને દહીં થી પ્રતિમા નો અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ અખિલ ભારતીય અખાડા પરિષદ ના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીબાપુ અને મહંત બાબુગિરીએ બજરંગબલી ની આ વિશાળ પ્રતિમા નું પૂજન કર્યું.

ભીલવાડાના સંકટમોચન દેવસ્થળ ના મહંત બાબુગિરીએ જણાવ્યું હતું કે, પ્રભુ શ્રી બજરંગબલી એ સ્વપ્ન મા આવીને તેમને પ્રયાગરાજ લઈ જવાનો હુકમ આપ્યો હતો. ત્યારબાદ તેમના દ્વારા આ સ્નાન યાત્રા નો દ્રઢ નિર્ણય લેવામા આવ્યો હતો. ૧૮ દિવસ ની યાત્રા બાદ આ ૬૪ ટનની પ્રતિમા ગુરુવાર ના શુભ દિવસે પ્રયાગરાજ પહોંચાડવામા આવી. આ યાત્રા દરમિયાન તેમણે ટોટલ ૨૧૦૦ કિલોમીટર નું અંતર કાપ્યું હતું.

પથ્થર ની એક જ શિલામાંથી નિર્માણ પામેલી પ્રભુ શ્રી બજરંગબલી ની આ પ્રતિમા ૨૮ ફૂટ લાંબી અને ૧૨ ફૂટ પહોળાઈ ધરાવે છે. આ પ્રતિમા ને ૬૦ ફૂટ લાંબા વાહન પર રાખતા ૮ કલાક જેટલો સમય લાગ્યો હતો. સાચે જ પ્રભુ ની લીલા અપરંપાર છે, તે ક્યારે શું કરે છે તે તેમના સિવાય અન્ય કોઈ જ જાણી શકતું નથી.

Leave a Reply

Top