You are here
Home > Articles >

મહારાષ્ટ્ર નો પ્રથમ કોરોનાગ્રસ્ત સંક્રમિત પરિવાર હાલ સંપૂર્ણપણે સ્વસ્થ થઇ પોતાના ઘરે આવી ગયો છે, જાણો તેમની આપવીતી

મિત્રો, હાલ આજે આ લેખમા અમે તમને મહારાષ્ટ્ર નો પ્રથમ કોરોના વાયરસ સંક્રમિત કુટુંબ કે જે સંપૂર્ણપણે તંદુરસ્ત થઇ ગયો છે. તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. કુટુંબ ના ચારેય સદસ્યો ને કોરોના સંક્રમણ થયુ હતુ. તેઓ બુધવારે મોડી સાંજ ના સમયે ઘરે આવતા રહ્યા છે. અહી તેમના નામ આપવામા આવ્યા નથી કારણ કે, તેમણે નામ જાહેર કરવાની મનાઇ કરી હતી. આ ફેમિલી ૫ માર્ચના રોજ દુબઈથી પરત આવ્યુ હતુ અને ૯ માર્ચના રોજ તેમને સંક્રમણ વિશે ખ્યાલ પડી ગયો હતો.

તેમણે તુરંત જ આ ફેમિલી ને ક્વોરન્ટાઇન કરીને પૂણે ની નાયડૂ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. અહી ૧૭ દિવસ વિતાવ્યા બાદ બુધવારે સાંજે તેમને ઘરે મોકલી દેવામા આવ્યા હતા. આ ૧૭ દિવસોમા શુ-શુ થયુ તે વિશે તેમણે જણાવ્યુ હતુ. પહેલી વાર અમે વિદેશ ગયા હતા અને અમારુ ૪૦ લોકોનુ ગૃપ હતુ. દુબઈ ગયા તે પહેલા અમે કોરોના વિશે બહુ સાંભળ્યુ ના હતુ. દેશમા પણ તેનો વધુ પડતો પ્રભાવ ના હતો. આ મારા ફેમિલી ની પ્રથમ વિદેશ યાત્રા હતી. અમે ૪૦ લોકોના ગૃપ નો એક ભાગ હતા.

૬ માર્ચ ના રોજ અમે પતિ-પત્ની અને બાળકો સહિત પૂણે પાછા આવ્યા હતા. અમને થોડો તાવ અને ઉધરસ હતી. ત્યારે ફેમિલી દાક્તર સાથે વાત કરી અને તેમની સલાહ પર નાયડૂ હોસ્પિટલ જઇને લાળ નો નમૂનો આપ્યો. ૮ કલાક સુધી હોસ્પિટલ ના એક રૂમમા બંધ રહ્યા. મોડી રાત્રે રિપોર્ટ આવ્યો તો ખ્યાલ પડ્યો કે અમારા ૪ માથી ૩ ને કોરોના વાયરસ ની અસર થઈ ચૂકી છે.

એક જ દવાખાના મા પુત્ર ફેમિલી થી અલગ રહ્યો

આ રિપોર્ટે ફક્ત મારી ફેમિલી ના જ નહી પરંતુ, આખા કસ્બા ના કાન ઉભા કરી દીધા. મારા પછી મારી એન્જિનિઅર પુત્રી મા પણ કોરોના પોઝિટિવ દેખાયુ. જો કે મારા પુત્ર નો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેમ છતા તેને દવાખાના ના એક રૂમ મા ૧૭ દિવસ સુધી બંધ કરીને રાખવામા આવ્યો હતો.

૧૦ માર્ચ ના રોજ સમગ્ર દેશમા આ માહિતી ફેલાઇ ગઇ. આગામી ૩-૪ દિવસ પણ ખરાબ સપના થી ઓછા ના હતા. પહેલા તો અમુક સંબંધીઓએ બહાર થી ભોજન ની વ્યવસ્થા કરાવી પરંતુ, બાદમા રાજ્ય સરકાર ની પહેલ થી હોસ્પિટલ મા જ ભોજન મળવા લાગ્યુ. જો કે ખાવામા પણ અમુક વસ્તુ ની પરેજી રાખવાની હતી, દાક્તરોએ તળેલુ ખાવાની મનાઇ કરી હતી.

શરૂઆતમા તો એવુ લાગ્યુ કે અમારા કારણે સમગ્ર મહારાષ્ટ્રમા કોરોના ફેલાઇ ગયો :

કોરોના ની ચકાસણી થયા બાદ અમને એ વાત ખૂંચતી હતી કે અમારા કારણે બાકીના ૪૦ લોકો ને પણ સંક્રમણ થયુ હશે. જો કે ૨ દિવસ બાદ એ સ્પષ્ટીકરણ થઇ ગયુ કે ગ્રુપ ના બાકીના મોટાભાગના લોકો નેગેટિવ છે. શરૂઆતમા તો અમને એવુ લાગ્યુ કે અમે સમગ્ર મહારાષ્ટ્ર મા કોરોના ફેલાવવા માટે જવાબદાર છીએ.

આ સમય દરમિયાન ન્યૂઝ થી દૂર રહ્યા અને ટાઇમ પસાર કરવા માટે કપિલ શર્મા શો જોયો :

હોસ્પિટલમા અમે ક્વોરેન્ટાઇન જરૂર હતા પરંતુ, ડોક્ટર્સ અને નર્સોએ ઘરના સદસ્યો ની જેમ અમારી સેવા કરી. જો કે અમને બહાર ની કોઇ માહિતી આપવામા આવતી ના હતી. બસ એટલો ખ્યાલ પડતો કે કોરોના નો કોઇ નવો દર્દી દવાખાના મા આવ્યો છે. આ દવાખાના મા ન્યૂઝ પેપર આવતુ ના હતુ. પરંતુ, અમને ટીવી લગાવવા વિશે પૂછવામાં આવ્યુ હતુ.

આ દવાખાના ના સ્ટાફ નુ કહેવુ હતુ કે કોરોના ના ન્યુઝ સાંભળવા થી તમારા મન મા નકારાત્મકતા આવશે. જો કે ટાઇમપાસ કરવા માટે અમે મોબાઇલ અને આઇપેડ પર કપિલ શર્મા શો, નેટફ્લિક્સના શો અને યૂટ્યુબ જોયા કરતા હતા. આખુ ફેમિલી વીડિયો ચેટ થી એકબીજા ના સંપર્ક મા રહેતુ હતુ. બે વાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ મારા પુત્ર ને દૂર થી અમારી સાથે વાત કરવાની અને જોવાની મંજૂરી મળી ગઇ હતી.

કોઇ જાણી જોઇને સંક્રમિત નથી થતુ પરંતુ, સાવધાની રાખવી આવશ્યક છે :

દાક્તરો ની સલાહ છે કે હજુ અમે ૧૪ દિવસ સુધી પરિવાર સાથે હોમ ક્વોરેન્ટાઇન મા રહીએ. અમે અમારા ઘર મા જ છીએ. બધા ને અમારા ઘરે આવવાની અમે ના પાડી દીધી છે. અમને આશા છે કે સમાજ અમને ફરી એવી રીતે જ સ્વીકારશે જેવા અમે પહેલા હતા. લોકોએ આ વાત સ્વીકારવી પડશે કે કોરોના વાયરસ કોઇ જાણી જોઇને પોતાની અંદર નથી લાવતા. અમને નથી ખ્યાલ કે કેવી રીતે તે અમારી અંદર દાખલ થઇ ગયો. પરંતુ, હુ કહીશ કે ૯૯ ટકા સંક્રમિત લોકો નિયમો નુ પાલન કરીને તેના થી મુક્તિ મેળવી શકે છે.

Leave a Reply

Top