You are here
Home > News >

મહારાષ્ટ્રમા કોરોના વાયરસે તોડ્યો મૃત્યુઆંક નો રેકોર્ડ, ફક્ત એક જ દિવસમા ૯૭ લોકોએ ગુમાવ્યુ જીવન

મિત્રો, હાલ મહારાષ્ટ્રમા કોરોના વાયરસનો હાહાકાર થોભવાનુ નામ જ લઇ રહ્યો નથી. હાલ, ચોવીસ કલાકમા કોરોના વાયરસના ૨૦૯૧ નવા કેસ સામે આવ્યા છે તથા આ દરમિયાન જ ૯૭ લોકોના મૃત્યુ થયા નો રેકોર્ડ નોંધાયો છે. જે અત્યાર સુધીમા એક દિવસમા થયેલા મૃત્યુમા સૌથી વધુ છે. ખરેખર, આ કોરોના વાયરસ ક્યા જઈને અટકશે તેનુ કોઈ જ અનુમાન લગાવી શકે તેમ નથી.

ફક્ત એક જ દિવસમા મહારાષ્ટ્રમા નોંધાયેલા નવા કેસ અને મૃત્યુના આંકે હાલ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મહારાષ્ટ્રમા કોરોના વાયરસના ટોટલ ૫૪,૭૫૮ કેસ નોંધાયા છે અને ૧,૭૯૨ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ત્યારે જો મુંબઇની વાત કરીએ તો અહી છેલ્લા ચોવીસ કલાકમા કોરોના વાયરસના ૧,૦૦૨ નવા કેસ સામે આવ્યા અને ૩૯ લોકો મૃત્યુને ભેટ્યા. મુંબઇમા કોરોના વાયરસના ટોટલ ૩૨,૯૭૪ કેસ નોંધાયા છે અને ૧,૦૬૫ લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમા હાલ સુધીમા ત્રણ લાખ કરતા પણ વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેમાંથી પચાસ હજાર કરતા પણ વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે સોમવારના રોજ મહારાષ્ટ્રમા ફરી કોરોના વાયરસના ૨,૪૩૬ નવા કેસ સામે આવ્યા, જ્યારે ૬૦ સંક્રમિત લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી ૩૮ મૃત્યુ મુંબઇમા થયા છે.

આ સિવાય મહારાષ્ટ્ર પોલીસમા પણ સંક્રમણ નુ પ્રમાણ તેજીથી વધી રહ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમા ૯૦ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પ્રવર્તમાન સમય સુધીમા ૧,૮૮૯ પોલીસ કર્મચારીઓમા કોરોના વાયરસની પુષ્ટી થઇ ચૂકી છે, જેમાંથી ૨૦૭ પોલીસ ઓફિસર અને ૧,૬૮૨ પોલીસ કર્મચારીઓ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમા કોરોના વાયરસની ઝપેટમા આવવાથી ૨ પોલીસ કર્મચારીનુ મૃત્યુ થયુ છે.

Leave a Reply

Top