You are here
Home > Jyotish >

માનવ જીવનમા ડરને દુર કરવા માનો ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો, જેથી ડર તમારી પાસે પણ ફરકશે નહી

તમારા જીવન મા એક એવુ માણસ હોવુ જોઈએ કે જેને કાંઈ પણ ડરાવી ના શકે. ડર ને સામાન્ય ગણવામા આવે છે. દરેક મનુષ્યને કંઈક ને કંઈક વાત અથવા વસ્તુ થી ડર લાગતો હોય છે. આવા મનુષ્ય ન હોય તેવા વિચારો કરી તેની કલ્પના કર્યા કરે છે. ભાગવત મા એક પ્રસંગ ના વર્ણન થી તમારા ભય ને કઈ રીતે દુર કરવો તે સુચવ્યુ છે.

મહાભારત ના પ્રસંગ મા કૃષ્ણએ અર્જુન નો ભય દુર કરેલ છે. અર્જુન ને એ બીક હતી કે તે પોતાના સગા સબંધીઓ ને કઈ રીતે મારી શકે. તેના થી કઈ રીતે દુર જઈ શકે.પણ ભગવાન શ્રી કૃષ્ણએ એ રીતે અર્જુન ની મદદ કરી કે તેને રહેલ ભય ને પ્રથમ દુર કર્યો અને બાદ મા યુદ્ધ મા જીત મેળવી. શ્રી કૃષ્ણએ કઈ પદ્ધતી નો ઉપયોગ કર્યો તે આપણે એક કહાની દ્વારા સમજીએ.

એક વન મા બકરી ચરાવનાર પોતાની બકરીઓ ચરાવી રહ્યો હતો. બકરી ચરાવનાર ઘરે પરત ફર્યો ત્યારે તેમાની એક બકરી અને તેનુ બચ્ચુ વન મા જ છૂટી ગયુ હતુ. બકરી ને ખુબ જ ભય લાગ્યો, કેમકે બકરી ને એ વાત ની જાણ હતી કે રાત ના સમયે અંધારા વન મા માંસાહારી પ્રાણીઓ શિકાર ની શોધ મા નીકળે છે અને આજે તેનુ મૃત્યુ નક્કિ જ છે. પોતાની મા ને ભયભીત જોય તેનુ બચ્ચુ પણ ભય મા સરી પડ્યુ. બકરીએ તેના બચ્ચા ને આ રીતે ભયગ્રસ્ત જોય એક નુસ્ખો બનાવ્યો. આ નુસ્ખો તેના બચ્ચા ને પણ કહ્યો. જે તેની સાથે સહમત થયો.

જ્યારે સિંહ શીકાર ની શોધ મા વન મા જાય છે ત્યારે પાછળ થી આ બકરી અને તેનૂ બચ્ચુ તેની ગુફા મા જ સંતાઈ જાય છે. ગુફા પાસે ના ઝાડ પર રહેલ વાંદરો આ બધુ જુએ છે. જ્યારે સિંહ ને શિકાર ના મળતા નિરાશ થઈ ને ગુફા મા પાછો આવે છે ત્યારે આ વાંદરો તેને કહે છે કે તમારી ગુફા મા બકરી અને તેનુ બચ્ચુ છૂપાયા છે.

સિંહ ને આ વાંદરા ની વાત હજમ થતી ના હતી કે બકરી આવુ કરી શકે. પણ વાંદરા ના વધારે આગ્રહ થી સિંહ તે વાત માને છે અને મનોમન વીચારે છે કે આજે તો મજા જ આવી જાશે. સિંહ ને ગુફા પાસે જોઈ પહેલા તો બકરી ને ડર લાગ્યો પછી બકરી સમજાવે છે કે ડર્યા વગર જે પ્રમાણે નક્કી કર્યુ છે એમ જ કરવાનુ છે.

બકરી ને ખબર પડી કે સિંહ આવી રહ્યો છે એટલે તરત જ તેના નુસ્ખો શરૂ કરે છે. બકરી ના બચ્ચા તેને કહે છે કે કકળી ને ભુખ લાગી છે ત્યારે બકરી જવાબ આપે છે હમણા સિંહ આવશે ત્યારે આપણે તેને મારી નાખશુ અને ખાઈ જશુ. આ વાત સિંહ સાંભળી જાય છે અને તે વાંદરા ને ફરી કહે છે કે અંદર કોણ છૂપાયેલ છે. સાચુ કહે મને. વાંદરો કહે કે મે જે કહ્યુ એ સાચુ જ છે.

પણ સિંહ ને વિશ્વાસ આવતો નથી અને એમ વિચારે છે કે અંદર મારા થી પણ તાકાતવર કોઈક છે. સિંહ વાંદરા ને બોલે કે તુ આવ તો માનુ. સિંહ ભય ના મારે પાછા પગે અંદર જાય છે જેથી કોઈ પણ સમસ્યા સર્જાય તો ત્યા થી નાશી શકાય. વાંદરો અને સિંહ ગુફા મા આગળ જાય છે ત્યારે બચ્ચા બોલે કે હવે ભુખ સહન નથી થાતી. બકરી કહે કે થોડીક વાર મા જ વાંદરો સિંહ ને લઈ ને આવી જાશે અને આપણે આપણી ભુખ સંતોષી લેશુ.

આ સાંભળીને સિંહ ભાગ્યો અને તેની પાછળ વાંદરો પણ નાશી ગયો. આમ બકરી અને તેના બચ્ચા ની યુક્તિ સફળ સાબિત થઈ.

“ જ્ઞાન અને અજ્ઞાન થી ઢંકાયેલુ છે અને તેના કારણે મનુષ્ય પ્રભાવિત છે.” – ભાગવત ગીતા અધ્યાય શ્લોક ૧૫

સિંહ શક્તિશાળી હોય છે પણ બકરીએ તેને પોતાની ચાલાકી થી ડરાવી દીધો અને તેને સફળતા મળી.

“તુ કર્મ કર ફળ ની આશા ન રાખ. “ – અધ્યાય ૨, શ્લોક ૪૭.

આપણે આપણી જાત ને સિંહ માનવી જોઈએ અને તેણે પોતાની અંદર રહેલી શક્તિ ને ઓળખી શક્તો નથી. મનુષ્ય ના જ્ઞાન પર અજ્ઞાનરૂપી કપડા ની નીચે રહેલ છે. માત્ર તેને દુર જ કરવા ની જરૂર છે.આ રીતે ભગવાને અર્જુન ના અજ્ઞાન ને દુર કર્યો. જેના કારણે ભય નો સામનો કરી શક્યો. મનુષ્યએ ફક્ત તેની અંદર રહેલી શક્તિઓ ને ઓળખવા ની જ વાર હોય છે.

Leave a Reply

Top