
મિત્રો, હાલ કોરોના વાયરસના પ્રભાવથી અનેકવિધ દેશોમા લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે. આપણો દેશ પણ હાલ આ યાદી મા સમાવિષ્ટ છે. અહી ૨૧ દિવસો નો સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલ છે. કોરોના ના કારણે અમુક લોકોમા ભય ની લાગણી જન્મી છે. જો તમે કોરોના વાયરસ થી સુરક્ષિત રહેવા માંગતા હોવ તો અમુક વિશેષ પ્રકારની સાવચેતી રાખવી. કોરોના વાયરસ એ હાઈલી કોન્ટેજિયસ છે. કોઈપણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમા આવવા થી તે ખૂબ જ ઝડપ થી ફેલાય છે. માટે અન્ય વ્યક્તિ સાથે બને તેટલુ અંતર જાળવવુ.
કોવિડ -૧૯ નામનો વાઇરસ જ્યારે શરીરમા પ્રવેશી આવે છે ત્યારે તેના લક્ષણ ૨ થી ૧૪ દિવસની અંદર જોવા મળે છે. ઘણા કિસ્સાઓ મા તે ૮ થી ૧૦ દિવસમા જોવા મળે છે. કોરોના વાયરસથી પીડાતો વ્યક્તિ ૨૨ થી ૨૪ દિવસ સુધી તે ફેલાવવા ની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ તેનો ભય અમુક અંશે ઘટી જાય છે. એક અભ્યાસ અનુસાર માનીએ તો કોરોના વાયરસ, એક વ્યક્તિ ના શરીરમા ૨૨ દિવસ સુધી જીવંત રહે છે. જ્યારે અમુક આકસ્મિક ઘટનાઓ મા તેનો સમય ૩૭ દિવસ સુધીનો રહે છે.
તમે જોયુ હશે કે કોરોના થી સંક્રમિત લોકો ને ૧૪ દિવસ ઘરમા રહેવાની સલાહ આપવામા આવે છે. કારણ કે કોરોના ના લક્ષણ ૬ દિવસમા અથવા તો અમુક લોકો મા ૮ દિવસ મા અસર જણાય છે એટલે ૬+૮ = ૧૪ દિવસ ની ક્વારનટાઇન ની સલાહ આપવામા આવે છે. જ્યારે શરીરમા વાયરસ પ્રવેશે છે ત્યારે તે રોગની પ્રતિકારક ક્ષમતા અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે. તે જ સમયે, તેઓ વાયરસ ની સામે એન્ટિબોડીઝ બનાવવાનુ કાર્ય શરૂ કરે છે. આ એન્ટિબોડીઝ ઓછી સંખ્યામા અન્ય લોકોમા ચેપ ફેલાવવાનું કારણ બને છે.
જે વ્યક્તિ ને આ વાયરસથી ઇન્ફેક્શન થયુ છે તે જો તેમના શરીર ની યોગ્ય સારસંભાળ લે તો તે તુરંત રિકવર થઈ જાય. ચીનમા આવા ગણતરી ના કેસ આવ્યા છે. આવા કેસ ૦.૨ ટકા જેટલા છે. ૯૫ ટકા પોઝીટીવ કેસોમા આ સંક્રમણ -૨ ડિગ્રી થી ૧૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે ખૂબ જ ઝડપી ફેલાય છે. તેથી ઠંડા સ્થળોએ પણ ચેપ ના ચાન્સીસ વધી જતા હોય છે. તેથી આશા છે કે આવનાર સમયમા આ વાયરસ ના વિકાસ ની ગતિ થોડી ધીમી પડે.