You are here
Home > Health >

માનવ શરીર માટે ખૂબ જ લાભદાયક છે આ મેથીના બી નુ પાણી, જડમૂળથી નાબુદ કરી નાખશે આવા ઘણા રોગ, જાણો તેને પીવાની રીત…

મિત્રો, મેથીના બીજ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તે અનેકવિધ બીમારીઓના નિદાન માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. લીલી મેથીની સબ્જી તથા પરોઠા બનાવીને તેનુ સેવન કરવામા આવે છે. આ સિવાય તમે તેનુ ચૂર્ણ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આજે આ લેખમા આપણે માહિતી મેળવીએ કે મેથીના બીજના સેવનથી આપણા સ્વાસ્થ્યને ક્યા-ક્યા લાભ પહોંચે છે.

લાભ :

ડાયાબિટીસની સમસ્યા દૂર થાય :

જો તમે ડાયાબીટીસની સમસ્યાથી પીડાતા હોવ તો તમારા માટે મેથીનુ સેવન કરવુ એ એક સર્વશ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપય છે. તેમા અમુક પ્રકારના પ્રાકૃતિક પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જે આપણા શરીરમા રહેલી શુગરની માત્રાને નિયંત્રિત કરવામા ખૂબ જ લાભદાયી સાબિત થાય છે અને ડાયાબીટીસની સમસ્યામાંથી મુક્તિ અપાવશે.

હ્રદય તંદુરસ્ત રહે :

જો તમે નિયમિત મેથીનુ સેવન કરો તો તમારા શરીરમા રેહેલા બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થવા માંડે છે. તેનાથી આપણા શરીરમા હ્રદયરોગ સાથે સંકળાયેલ બીમારીઓ થવાની શક્યતા પણ ઓછી થવા માંડે છે. મેથીના દાણામા ઇલેક્ટ્રોલાઈટ પોટેશિયમ વધુ માત્રામા જોવા મળે છે, જેના કારણે આપણા હ્રદયની ગતિ અને બ્લડપેશર નિયંત્રણમા રહે છે.

ત્વચાની ચમકમા વૃદ્ધિ થાય છે :

મેથીના તાજા પાન અને હળદરની પેસ્ટને ચેહરા પર લગાવવાથી ચેહરાની ત્વચા પરથી ખીલ, ફોલ્લીઓ અને કાળા ધબ્બા દૂર થવામા સહાયતા મળે છે અને ત્વચાની ચમકમા પણ વૃદ્ધિ થાય છે.

પાચનક્રિયા મજબુત બને છે :

જો તમે મેથીના દાણાનુ નિયમિત સેવન કરો છો તો તમારી પેટ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થવા માંડે છે. તેનુ સેવન કરવાથી શારીરિક પાચનશક્તિને પ્રોત્સાહન મળે છે અને અપચો, કબજિયાત વગેરે જેવી શારીરિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી આપણા શરીરમા રહેલા હાનિકારક તત્વો દૂર થાય છે અને આપણી પાચનક્રિયા પણ મજબુત બને છે.

Leave a Reply

Top