You are here
Home > Health >

માનવ શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ લાભદાયક આ એક વસ્તુ, નિયમિત કરવુ જોઈએ તેનુ સેવન…

મિત્રો, ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ભોજન બનાવતા સમયે લસણનો ઉપયોગ કરવામા આવે છે. તેનો બેમિસાલ સ્વાદ અને તીવ્ર ગંધ તમારા ભોજનને એક અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે. તે ફક્ત ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહી પરંતુ, ઔષધિ તરીકે પણ આપણા માટે લાભદાયી સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઑક્સીડેન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે અને બીમારીઓ સામે લડવામા સહાયરૂપ સાબિત થાય છે.

જો તમે શરદી અથવા કફની સમસ્યાથી પીડાતા હોવ તો લસણનુ સેવન કરવાથી તમને આ સમસ્યામા તુરંત રાહત મળે છે. આ ઉપરાંત શ્વાસ સાથે સનાકાલાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે પણ લસણનુ સેવન ખુબ જ અસરકારક સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ પોષકતત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

લસણ એ ફેફસામા થતાં ઇન્ફેક્શન સામે પણ તમને રક્ષણ આપી શકે છે. એક અભ્યાસ મુજબ લસણને ભોજનમાં સમાવિષ્ટ કરવાથી ફેફસામા થતા સંક્રમણની સમસ્યાથી તમે રાહત મેળવી શકો છો. આ ઉપરાંત લસણમા મળી આવતુ એક રસાયણ સિસ્ટિક ફાઇબ્રોસિસ જીવાણુઓને ખત્મ કરવા માટે અસરકારક સાબિત થાય છે. ફેફસામા થતા આ સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે લસણને ભોજનમાં સામેલ કરવુ અત્યંત આવશ્યક છે.

આ ઉપરાંત લસણમા તમને એક એલિસિન નામનુ કમ્પાઉન્ડ મળી આવે છે પરંતુ, તે ફક્ત તમને તાજા લસણમાથી જ પ્રાપ્ત થઇ રહે છે. લસણમાંથી પ્રાપ્ત થતુ કમ્પાઉન્ડ ભોજન પચાવતી સમયે મિક્સ થઇ જાય છે અને આખા શરીરમાં પહોંચી જાય છે, જેનાથી આપણા શરીરને અનેકવિધ લાભ પહોંચે છે. આ સિવાય એલિસિન એ અનેકવિધ જીવાણુંઓથી આપણુ રક્ષણ કરે છે. બ્રિટેનના એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસરના મત મુજબ લસણમા મળી આવતા પોષકતત્વ ફેફસાના સંક્રમણને અટકાવવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. માટે તમારા રોજીંદા ભોજનમા લસણનો સમાવેશ અવશ્યપણે કરવો.

Leave a Reply

Top