You are here
Home > Articles >

મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર અતુટ વિશ્વાસ છે : નરેન્દ્ર મોદી

મિત્રો, હાલ કોરોનાની સમસ્યાના કારણે દેશની અર્થવ્યવસ્થાને અનેકવિધ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ, કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને ફરીથી સક્રિય બનાવવા માટે “આત્મનિર્ભર ભારત” અભિયાનનો પ્રારંભ કર્યો છે. હાલ, ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ સંગઠનના વાર્ષિક કાર્યક્રમને સંબોધન કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા ઉદ્યોગપતિઓને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ તેમની સાથે છે, તમે એક ડગલુ આગળ વધો, સરકાર તમને ચાર ડગલાં આગળ વધારશે.


આ સંબોધનમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “આત્મનિર્ભર ભારત” ના નિર્માણ પર સરકારની વિચારસરણી રજૂ કરી. તેમણે જણાવ્યુ કે, દેશ હવે લોકડાઉનને પાછળ મુકીને આગળ વધવાની તૈયારી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આજથી ત્રણ મહિના પહેલા દેશમા એકપણ પી.પી.ઈ. કિટ બનાવવામા આવતી ના હતી પરંતુ, હાલ ત્રણ લાખ કિટનુ ઉત્પાદન કરવામા આવી રહ્યુ છે. “આત્મનિર્ભર ભારત” સાથે સંકળાયેલી તમામ જરૂરિયાતોનુ સરકાર ધ્યાન રાખશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, સી.આઈ.આઈ. દરેક સેક્ટરને લઇને એક રિસર્ચ તૈયાર કરે અને આયોજન મને આપે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમા જણાવ્યુ કે, કોરોના વાયરસની સમસ્યામા આ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમ કદાચ સામાન્ય છે પરંતુ, આ આપણી સૌથી મોટી શક્તિ છે. હજુ પણ આપણે આ વાયરસ સામે લડવાનુ છે અને બીજી બાજુ અર્થવ્યવસ્થાનુ પણ ધ્યાન રાખવાનું છે. આ કાર્યક્રમમા વડાપ્રધાને જણાવ્યુ કે, મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર અતુટ વિશ્વાસ છે. આ જ કારણ છે કે અમને વિશ્વાસ છે કે અમે એકવાર ફરીથી અર્થવ્યવસ્થાને ગતિ આપીશુ. કોરોનાની સમસ્યાએ ભલે આપણી ગતિ ઘટાડી દીધી હોય પરંતુ, ભારત લોકડાઉનને પાછળ છોડીને અનલોકના તબક્કામા પ્રવેશી ચુક્યું છે.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળની ખબર મેળવો.

Leave a Reply

Top